Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ધરતી પર સૌથી મોંઘુ છે આ લિકવીડ, તેનું એક બુંદ મચાવી શકે છે સનસનાટી
પાણીના પ્રત્યેક બુંદને અમૂલ્ય ગણવામાં આવ્યું છે પરંતુ કોબ્રાના ઝેરનું ટીપું સૌથી મોંઘુ લિકવીડ છે
17/12/2018 00:12 AM Send-Mail
ધરતી પર પાણી વિના જીવન સંભવ નથી. આથી પાણીને અમૂલ્ય ગણવામાં આવ્યું છે. પરંતુ દુનિયા પર અન્ય લિકવીડના એક બુંદને અત્યંત મૂલ્યવાન ગણવામાં આવે છે, તે છે ધરતી પર મૌજૂદ સૌથી ખતરનાક અને ઝેરીલા કિંગ કોબ્રાનું ઝેર. કોબ્રાના ઝેરની કિંમત ૧.૪પ કરોડ પ્રતિ ગેલન આંકવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અડધો લીટર કોબ્રાના ઝેરની કિંમત લગભગ દોઢ કરોડ રૂપિયા છે. વાઇલ્ડ લાઇફ વિશેષજ્ઞોના મતે એક કોબ્રામાંથી લગભગ પ એમ.એલ. લીટર ઝેર મળી આવે છે. આ અંદાજે ૧૦૦ કોબ્રામાંથી અડધો લીટર ઝેર મેળવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે કિંગ કોબ્રાના દંશથી ઝેરનું એક બુંદ ગણતરીના સમયમાં શરીરમાં પહોંચી જાય છે અને શિકારનું મોત થાય છે. જો કે કોબ્રાનું ઝેર માનવ માટે ઉપયોગી છે. મુખ્ય સ્વરૂપે કોબ્રાના ઝેરનો ઉપયોગ પેનકિલરમાં કરવામાં આવે છે. આ ઉપરાંત અનેક દર્દનિવારક દવાઓમાં પણ કોબ્રાના ઝેરનો ઉપયોગ થાય છે.

કિંગ કોબ્રાના ઝેર બાદ ચેનલ નંબર પ નામનું પરફયુમ પણ દુનિયાનું સૌથી મોંઘુ લિકવીડ ગણવામાં આવે છે. તેની કિંમત ૧૮ લાખ પ્રતિ ગેલન છે. આ પરફયુમને દુનિયાનું શ્રેષ્ઠ પરફયુમ ગણવામાં આવે છે. નોંધનીય છે કે ચેનલ નંબર પ ફ્રાન્સિસી કોકો ચેનલ દ્વારા શરૂ કરાયેલ પ્રથમ પરફયુમ છે.