Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
દુનિયાના કેટલાક વણઉકલ્યા રહસ્ય
17/12/2018 00:12 AM Send-Mail
દિવાલ પર લટકતી લાશ એક પરિવારે ૧૯પરના અરસામાં મકાન ખરીદયું હતું. જેમા પ્રવેશ સમયે પ્રસંગને યાદગાર બનાવવા પરિવારના મોભી દ્વારા તસ્વીર ખેંચવામાં આવી હતી. તે સમયે માતા અને દાદીના ખોળામાં બેઠેલા બાળકોની તસ્વીર લેવામાં આવી હતી. પરંતુ જયારે તસ્વીર સામે આવી ત્યારે જોનારના હોશ ઉડી ગયા. કારણ કે પરિવારના ગૃપ ફોટોની પાછળની દિવાલ ઉપર એક લાશ લટકતી હોવાનું નજરે પડતું હતું. લોકોનું માનવું છે કે ફોટોગ્રાફમાં છેડછાડ કરવામાં આવી છે. પરંતુ પરિવારનું કહેવું છે કે આવું કશું જ નથી.જો કે ફોટો પાછળની લાશનું રહસ્ય હજીયે વણઉકલ્યું છે. કૂતરાંઓ પુલ પરથી કૂદીને કરે છે આત્મહત્યા સ્કોટલેન્ડમાં આવેલા એક પુલ પરથી કૂતરાંઓ કૂદીન ેઆત્મહત્યા કરે છે. આ પ૦ ફૂટના પુલ ઉપરથી આજસુધીમાં કોઇ કારણ વગર લગભગ ૬૦થી વધુ કૂતરાઓએ કૂદકો લગાવ્યો છે અને તેમાંથી પ૦ના મોત નીપજયા હતા. વૈજ્ઞાનિકો પણ આ બાબતે હેરાન છે કે આખરે કૂતરાંઓ શા માટે મોતનો કૂદકો લગાવી રહ્યા છે.

લોકોનું માનવું છે કે આ અજીબોગરીબ ઘટના માટે વ્હાઇટ લેડી જવાબદાર છે, જે છેલ્લી એક સદીથી પુલ ઉપર ભૂત બનીને ભટકતી રહી છે. જો કે આજદિન સુધી આ રહસ્ય વણઉકલ્યું છે કે, શા માટે કૂતરાંઓ પુલ પરથી મોતનો કૂદકો લગાવી રહ્યા છે.

રહસ્યમય પ્રણાલિ રોગોરોન્ગો રોગોરોન્ગો એક રહસ્યમય ગિલ્ફસ પ્રણાલિ છે, જે ઇસ્ટર દ્વિપ સ્થિત અનેક કલાકૃતિઓમાં છૂપાયેલી છે. લોકોનું માનવું છે કે આદિકાળમાં જયારે મનુષ્ય એકમેકનો સંપર્ક કરવા માટે ઉપયોગમાં લેતા હતા તે આ પ્રણાલિ છે. જો કે આ પ્રણાલિ આજદિન સુધી ઇતિહાસવિદ્દો માટે રહસ્ય સમાન બની રહી છે. કારણ કે વિવિધ ચીજો પર લખાયેલ લખાણનો મતલબ શું છે તે આજદિન સુધી કોઇ ઉકેલી શકયું નથી. ટર્નલી બર્નિગ લેમ્પ ટર્નલી બર્નિગ લેમ્પની શોધ મધ્યકાળમાં થઇ હતી. લોકોના મતે લગભગ હજારો વર્ષ સુધી કોઇપણ પ્રકારના તેલ કે ઇંધણ વિના લેમ્પ પ્રજવલ્લિત રહ્યો હતો. આ પ્રકારના લેમ્પ પ્રથમવાર ઇંગ્લેન્ડ, નોર્થ અમેરિકા, ચીન અને ઇજીપ્તમાં મળી આવ્યા હતા. આ લેમ્પ વર્ષો સુધી પ્રજવલ્લિત રહેવા પાછળનું કારણ શું હોઇ શકે તે આજદિન સુધી કોઇ જાણી શકયું નથી. જો કે વૈજ્ઞાનિકોની અનેક કોશિશ છતાંયે લેમ્પના મૂળનો ભેદ અકબંધ રહ્યો છે.