Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
...જ્યારે ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે આંખ અર્પણ કરી દીધી!
હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુ અને શિવજીના કેટલાક પ્રસંગોને બહુ ઓછા લોકોને જાણકારી છે
15/12/2018 00:12 AM Send-Mail
હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુ અને શિવજીના ઘણા પ્રસંગો પ્રચલિત છે. આ પ્રસંગો વિશે તેમના ભક્તો અવારનવાર ચર્ચાઓ કરતા હોય છે. જોકે કેટલાક એવા કિસ્સા પણ છે જેના વિશે બહુ ઓછા લોકોને જાણકારી છે. આજે અમે પણ તમને એક એવો જ પ્રસંગ કહેવા જઇ રહ્યાં છીએ જે ખૂબ રસપ્રદ છે અને તમે આના વિશે ભાગ્યેજ ક્યાંય સાંભળ્યું હશે.

વિષ્ણુજીએ કરી શિવજીની આરાધના એકવાર અસુરોના અત્યાચારથી ત્રાહિત થઇને તમામ દેવતાઓ વિષ્ણુજી પાસે ગયા. ઊંડાણપૂર્વક વિચાર્યા બાદ વિષ્ણુજીએ એક ઉપાય શોધ્યો. તેમને લાગ્યું કે, આના માટે તેમને ભગવાન શિવ પાસે જ જવું પડશે. આથી વિષ્ણુએ કૈલાશ પર્વત પર જઇને શિવજીની પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. શિવજીને પ્રસન્ન કરવા તેમણે શિવસહસ્ત્રનામાવલી એટલે કે, ભગવાન શિવની હજાર નામવાળી સ્તુતિ શરૂ કરી. ભોળાનાથે લીધી પરીક્ષા વિષ્ણુ સ્તુતિ દરમિયાન પ્રત્યેક નામના ઉચ્ચારણ સાથે એક કમળનું ફૂલ ભગવાન શિવને અર્પણ કરતા હતાં. આ દરમિયાન શિવજીએ તેમની પરીક્ષા લેવા માટે એક ફૂલ છૂપાવી લીધું. વિષ્ણુએ જ્યારે છેલ્લા નામનું ઉચ્ચારણ કર્યું ત્યારે તેમને ફૂલ ન મળ્યું. આનાથી વિષ્ણુજી મૂંઝવણમાં પડી ગયા. આ રીતે મળ્યું કમલનયન નામ અને સુદર્શન ચક્ર

વિષ્ણુજીએ આ ફૂલની પૂર્તિ કરવા માટે પોતાની એક આંખ કાઢીને શિવજીને અર્પણ કરી દીધી. શિવજી તેમની સાચી ભક્તિ જોઇ ખૂબ પ્રસન્ન થયા અને પ્રગટ થઇને તેમને કમલનયન નામથી સંબોધિત કર્યા. બાદમાં તેમણે વિષ્ણુજીને વરદાન માગવા કહ્યું જેમાં વિષ્ણુજીએ એક એવું અજય શસ્ત્ર માંગ્યુ જેનાથી તે અસુરોનો વધ કરે. શિવજીએ પોતાનું સુદર્શન ચક્ર વિષ્ણુને આપ્યું જેનાથી તેમણે અસુરોને મારી દેવાનો સુરક્ષા કરી.