Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
કલ્કિ અવતારના સંકેત મળવા લાગ્યા છે
જે રીતે નદીઓ પર સંકટ તોળાઇ રહ્યું છે તે જોતા લાગે છે કે કલ્કિ ભગવાને અવતાર લઇ લીધો છે. ભવિષ્યવાણી અનુસાર નદીઓ પર સંકટ ઘેરાવા લાગશે ત્યારે કલ્કિ અવતાર થશે
15/12/2018 00:12 AM Send-Mail
આપણે કેટલીય વાર સાંભળતા આવ્યા છે કે કલ્કિ ભગવાનનો અવતાર થશે ત્યારે દુનિયા ખતમ થઇ જશે. પરંતુ કલ્કિ ભગવાનનો અવતાર ક્યારે થશે તે કોઇને ખબર નથી. હિન્દુ માન્યતા અનુસાર વિષ્ણુ ભગવાન કલ્કિ અવતાર ધારણ કરીને બુરાઇનો નાશ કરશે. આ ઉપરાંત ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે ત્યારે હું તેમાંથી દુનિયાને બચાવવા આવીશ. એવું મનાય છે કે કલ્કિ અવતાર આવવા પર બુરાઇનો નાશ થશે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ત્રિવેણી સંગમ સ્થળ રાજસ્થાનના વાંગડ અંચલના ડુંગરપુર જિલ્લાના સાબલા ગામમાં હરિ મંદિર છે જ્યાં કલ્કિ અવતારની પૂજા કરવામાં આવે છે. જાણો કલ્કિ અવતારના અત્યારે કયા કયા સંકેતો જોવા મળી રહ્યાં છે. જ્યોતિષનો સંકેત કલ્કિ અવતારનો ઉત્તરાધિકારી કુંભ રાશિમાં જોવા મળ્યો છે.કુંભ રાશિનો સંકેત છે કે ભગવાન અજેય હશે અને પ્રારંભિક જીત મળશે. શાસ્ત્રો અનુસાર ભગવાનના આગમન સમયે ચંદ્ર ઘનિષ્ટા નક્ષત્રમાં અને સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં હશે. આ સમયે ગ્રહોની જ્યોતિષીય સ્થિતિમાં પણ બદલાવ આવશે. ન્યાય માટે શનિ તુલા રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ વૃશ્ચિક રાશિમાં જશે. પૃથ્વી પર સંકટ આવશે શાસ્ત્રો અનુસાર કલ્કિ અવતાર થશે ત્યારે પૃથ્વી પર સંકટ તોળાતું હશે. મનુષ્ય જાતિ બીમાર પડી જશે ત્યારે કલ્કિ અવતાર જન્મ લેશે. નદીઓ સૂકાશે જે રીતે નદીઓ પર સંકટ તોળાઇ રહ્યું છે તે જોતા લાગે છે કે કલ્કિ ભગવાને અવતાર લઇ લીધો છે. ભવિષ્યવાણી અનુસાર નદીઓ પર સંકટ ઘેરાવા લાગશે ત્યારે કલ્કિ અવતાર થશે. એવું પણ મનાય છે કે ગંગા,યમુના અને સરસ્વતી નદીઓ સ્વર્ગમાં પાછી ફરશે એટલે કે સંપૂર્ણપણે સૂકાઇ જશે ત્યારે કલ્કિ અવતાર થશે.

મહાભારતમાં ઉલ્લેખ કલ્કિ અવતારનો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળે છે. ઋષિ માર્કંડેયે પાંડવોના સૌથી મોટા ભાઇ યુધિષ્ઠિરને જણાવ્યું કે કલ્કિનો જન્મ બ્રાહ્મણ માતા-પિતાના ઘરે થશે. તે યુદ્ઘ, ખેલ અને શિક્ષણમાં નિપુણતા પ્રાપ્ત કરશે.કલ્કિ ખૂબ જ શક્તિશાળી અને બુદ્ઘિમાન યુવક હશે. શ્રીલંકામાં રોકાશે કલ્કિ અવતારના સંકેતોની વાત કરીએ તો ધર્મગ્રંથો અનુસાર કલ્કિ અવતાર ત્યારે થશે જ્યારે તે શ્રીલંકામાં થોડા સમય રોકાશે અને પછી ભારત આવશે. બીજા સંકેત મનુષ્ય માંસ ખાવાનું શરૂ કરી દેશે, બાળકો પોતાના વડીલોનો આદર નહિ કરે અને પતિ-પત્ની વચ્ચે અંદર અંદર ઝઘડા વધી જશેત્યારે કલ્કિ અવતારનો સમય પાકી ગયો હશે.