Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
એક અંગ્રેજ યોદ્ઘાને થયો હતો શિવજીનો સાક્ષાત્કાર
અંગ્રેજોએ દેશમાં અનેક ચર્ચ બાંધ્યા અને હજારો ભારતીયોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરી દીધા. બ્રિટીશરોએ ક્યારેય ભારતીયોને અપનાવ્યા નહિ. પરંતુ તેમાં કેટલાંક અપવાદ છે. એક બ્રિટિશ કપલના કિસ્સા વિશે જાણીને તમારા આશ્ચર્યનો પાર નહીં રહે
15/12/2018 00:12 AM Send-Mail
અંગ્રેજોએ બે સદી સુધી ભારતીય સંસ્કૃતિનો વિનાશ કર્યો. અંગ્રેજો પહેલા ભારતમાં આર્યન, અરબ, અફઘાન અને ટર્કીના લોકો પણ આવીને વસ્યા હતાં, પરંતુ તેમણે ભારતીય સંસ્કૃતિને અપનાવી લીધી હતી. જ્યારે અંગ્રેજોએ દેશમાં ભળી જવાને બદલે દેશ પર હંમેશા શાસન કર્યું હતું અને ભારતીય સંસ્કૃતિ અને વારસાનો શક્ય તેટલી રીતે નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

એક કિસ્સો છે અપવાદ અંગ્રેજોએ દેશમાં અનેક ચર્ચ બાંધ્યા અને હજારો ભારતીયોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરી દીધા. બ્રિટિશરએ ક્યારેય ભારતીયોને અપનાવ્યા નહિ. પરંતુ તેમાં કેટલાંક અપવાદ છે. એક બ્રિટિશ કપલના કિસ્સા વિશે જાણીને તમારા આશ્ચર્યનો પાર નહીં રહે. બૈજનાથ મંદિર મધ્યપ્રદેશના આગર માલવામાં બૈજનાથ મહાદેવું મંદિર આવેલું છે. આ પ્રાચીન મંદિરનો જીર્ણોદ્વાર ૧૮૮૩માં કોઇ હિન્દુએ નહીં પરંતુ બ્રિટિશ યોદ્ઘાએ કરાવ્યો હતો. અગર માલવાના મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર તમને આ વાતનો પુરાવો મળી જશે. પરંતુ એક બ્રિટિશ આખરે કેમ શિવ મંદિરનો જીર્ણોદ્વાર કરાવવા માટે એ સમયે હજારો રૂપિયા આપે? અંગ્રેજે કરાવ્યો મંદિરનો જીર્ણોદ્વાર તમને જાણીને નવાઇ લાગશે પણ આ કપલે શિવ મંદિરનો જીર્ણોદ્વાર એટલા માટે કરાવ્યો હતો કારણ કે શિવજીએ બ્રિટિશ યોદ્ઘાનો જીવ બચાવ્યો હતો. લેફ્ટનન્ટ કર્નલ માર્ટિન નામના આ યોદ્ઘા અને તેની પત્નીને શિવજીનો અલૌકિક અનુભવ થયો હતો.

અફઘાન વિરૂદ્ઘ યુદ્ઘ વાત ૧૮૭૯ની છે. કર્નલ માર્ટિનનું પોસ્ટિંગ મધ્યપ્રદેશના આગર માલવામાં કરવામાં આવ્યું હતું પરંતુ અફઘાન વિરૂદ્ઘ બ્રિટિશરોનું યુદ્ઘ ચાલતું હોવાથી તેમને આજના પાકિસ્તાન ગણાતા ભારતના ઉત્તર-પશ્ચિમ હિસ્સામાં અફઘાન વિરૂદ્ઘ યુદ્ઘ લડવા માટે મોકલવામાં આવતા હતાં. તે યુદ્ઘમાંથી સમય કાઢીને પત્નીને પોતાના સમાચાર પત્ર લખીને મોકલતા રહેતા હતાં. શંખનાદથી આકર્ષાઇ મંદિરમાં પ્રવેશ કર્યો શરૂઆતમાં તો પત્નીને પત્રો મળતા પરંતુ પછી મહિનાઓ સુધી કર્નલના પત્ર મળવાના બંધ થઇ જતા માર્ટિનની પત્નીને ચિંતા થવા માંડી. પત્ની પાસે પાર્ટિનનો પતો લગાવવાનો કોઇ રસ્તો ન હતો. આ ચીજની તેમના સ્વાસ્થ્ય પર પણ અસર થવા માંડી હતી. એક વખત ઘોડા પર સવાર માર્ટિનની પત્ની બૈજનાથ મહાદેવ મંદિર પાસેથી પસાર થઇ. શંખનાદ અને મંત્રોના અવાજથી આકર્ષાઇને પત્ની મંદિરમાં પ્રવેશી. અનુષ્ઠાનની સલાહ આપી બ્રિટિશ સ્ત્રીએ બ્રાહ્મણોને પોતાની સમસ્યા વિશે જણાવ્યું. બ્રાહ્મણોએ કહ્યું કે આ મંદિરમાં પ્રાર્થના કરનાર ભક્તોની વાત શંકર ભગવાન અચૂક સાંભળી લે છે અને ભક્તોને મુશ્કેલીમાંથી ઉગારે છે. તેમણે ઓમ નમ: શિવાય મંત્ર સાથે લઘુરુદ્રી અનુષ્ઠાન કરવાની પણ સલાહ આપી. ૧૧મા દિવસે થયો ચમત્કાર શ્રદ્ઘાપૂર્વક માર્ટિનની પત્નીએ ૧૧ દિવસ અનુષ્ઠાન કર્યા. ૧૧મા દિવસે પત્નીને પતિનો પત્ર મળ્યો કે બ્રિટિશરો યુદ્ઘ જીતી ગયા છે અને તે સાજોનરવો છે. પત્રમાં પતિએ એ પણ વર્ણવ્યું કે એક યોગીએ કેવી રીતે તેનો જીવ બચાવ્યો. કર્નલે લખ્યું કે, અફઘાનોએ તેમને કેદ કરી લીધા હતા અને તેમનું મરવાનું નિશ્ચિત હતું. એવામાં વાઘનું ચામડું પહેરેલા અને ત્રિશુલધારી એક યોગીએ આવીને તેમને અફઘાનના હાથમાંથી બચાવ્યા. તેમના એટેકથી અફઘાનોએ પીછેહઠ કરવી પડી હતી અને તેમની હાર જીતમાં પલટાઇ ગઇ હતી. યોગીએ કર્નલને કહી આ વાત કર્નલ માર્ટિને જણાવ્યું કે યોગીએ તેને એમ પણ કહ્યું કે તે એટલા માટે તેમને બચાવવા આવ્યા હતાં કારણ કે તે તેમની પત્નીની પ્રાર્થનાથી પ્રભાવિત હતાં. મંદિરની અંદર એક શિલામાં કર્નલે પોતાના પત્રમાં વર્ણવેલો આ આખો પ્રસંગ લખ્યો છે. પતિ-પત્ની શિવભક્ત બન્યા માર્ટિનની પત્નીની આંખમાંથી પત્ર વાંચતા વાંચતા ખુશીના આંસુ વહેવા માંડ્યા હતાં. વાયકા એવી છે કે બ્રિટિશ યોદ્ઘાની પત્ની શિવલિંગ સામે ધ્રૂસકે ધ્રૂસકે રડી પહી હતી. માર્ટિન જ્યારે પત્ની પાસે પાછા ફર્યા ત્યારે પત્ની તેને શિવ મંદિર લઇ ગઇ હતી. શિવજીની છબિ જોતા માર્ટિને કહ્યું કે આ એ જ યોગી છે જેણે તેમનો જીવ બચાવ્યો હતો. ત્યારથી બન્ને શિવભક્ત બની ગયા હતાં. કર્નલ માર્ટિને ૧૮૮૩માં શિવ મંદિરના જીર્ણોદ્વાર માટે રૂા. ૧૫ હજાર આપ્યા હતાં અને આખુ મંદિર રિનોવેટ કરાયું હતું. ત્યારપછી આ બ્રિટિશ કપલ ઇંગ્લેન્ડ જતું રહ્યું હતું પણ તેમણે પ્રણ લીધો હતો કે ઇંગ્લેન્ડમાં શિવજીની હંમેશા પૂજા કરશે.