Sardar Gurjari

રવિવાર, તા. ૨૦ જાન્યુઆરી, ૨૦૧૯, પોષ સુદ-૧૪, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૨૧૩

મુખ્ય સમાચાર :
ઈમરાન હાશમીની ફિલ્મ ‘ચીટ ઈન્ડિયા’નું ટ્રેલર રિલિઝ
13/12/2018 00:12 AM Send-Mail
બોલીવુડ એક્ટર ઈમરાન હાશમીની અપકમિંગ ફિલ્મ 'ચિટ ઈન્ડિયા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ઘણા લાંબા સમય બાદ ઈમરાન આ ફિલ્મ દ્વારા કમ બેક કરશે. ઈમરાન આ ફિલ્મમાં રાકેશ સિંહની ભૂમિકા નિભાવી રહ્યો છે, જે પૈસા લઈને પરિક્ષાઓમાં અમીર સ્ટુડન્ટ્સને પાસ કરવા માટે તેમની જગ્યા પર હોશિયાર સ્ટૂડન્ટ્સને પરિક્ષા આપવા માટે મોકલતા હતા.

હકીકતમાં આ ફિલ્મ શિક્ષાના ક્ષેત્રમાં ચીટિંગ અને ખોટી રીતે પરિક્ષા આપવા જેવા વિષયો પર બનાવવામાં આવી છે. ટ્રેલરના એક ડાયલોગમાં ઈમરાન કહેતો જોવા મળે છે કે, 'મુજે હીરો બનને કી બિલકુલ ઈચ્છા નહીં હૈ, વિલન બનને કા ટાઈમ નહીં હૈ, ખિલાડી હું બસ ખેલ રહા હુંપ'

તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું પ્રોડક્શન ભૂષણ કુમારની ટી-સીરિઝ કંપની, તનુજ ગર્ગ અને અતુલ કાસ્બેકરની એલિપસિસ એન્ટરટેઈન્મેન્ટ અને ઈમરાન હાશમી ફિલ્મ્સ કરી રહ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે.