Sardar Gurjari

ગુરુવાર, તા.૨૦ જૂન, ૨૦૧૯, જયેષ્ઠ વદ ૩, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૫

મુખ્ય સમાચાર :
વડાપ્રધાન મોદીના નવા દોસ્તે એક રાત્રિમાં ખર્ચ્યા હતા બાવન કરોડ રૂપિયા
સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની લાઇફસ્ટાઇલ જાણીને થઇ જશો દંગ
10/12/2018 00:12 AM Send-Mail
દુનિયામાં કેટલાક વ્યકિતઓ પોતાના કામ અને લાઇફસ્ટાઇલના કારણે જાણીતાં બને છે. આવા જ એક વ્યકિત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દોસ્તરૂપે મળ્યા છે, જેમની ચર્ચા લાંબા સમયથી વિશ્વસ્તરે થઇ રહી છે. આ વ્યકિત કોઇ સામાન્ય પરિવારના નહી પરંતુ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન છે. જેઓ અત્યંત લકઝરી લાઇફ સ્ટાઇલ અને પોતાની મિત્રતા માટે જાણીતા છે. તાજેતરમાં તેઓએ પોતાના જન્મદિન નિમિત્તે એક જ રાત્રિમાં પર કરોડ રુપિયાનો ખર્ચ કર્યો હતો. નોંધનીય વાત છે કે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ભારતના વડાપ્રધાન મોદી સાથે મિત્રતા વધારવાની વાત કરી છે.

છેલ્લા કેટલાક સમયથી ક્રાઉન પ્રિન્સ વિશ્વસ્તરે વધુ ચર્ચામાં હોવાનું એક કારણ એ પણ છે કે તેઓએ પોતાના નવા મિત્ર નરેન્દ્ર મોદીને ભરોસો આપ્યો છે કે તેઓ ભારતમાં તેલ(ઈંધણ)ની તંગી ઊભી થવા નહીં દે. આથી પ્રિન્સ અને વડાપ્રધાન વચ્ચેની વધતી મિત્રતા ભારત માટે ફાયદાકારક બની રહેશે. વર્તમાન સમયમાં રાજકુમાર સલમાન દુનિયાના સૌથી મોટા તેલ નિકાસકાર છે અને તે કારણે જ તેઓની મિલ્કતમાં સતત વધારો થઇ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર ગત વર્ષ સુધીમાં તેઓની પાસે આશરે ર૦૦ ખરબની મિલ્કતો હતી.

વર્ષ ર૦૧પમાં સાઉદી શાહ અબ્દુલ્લાહનું ૯૦ વર્ષની ઉંમરે નિધન થતા શાહ સલમાને ગાદી સંભાળી હતી. ત્યારબાદ બે વર્ષ પછી તેઓએ પોતાના પુત્ર મોહમ્મદ બિન સલમાનને ક્રાઉન પ્રિન્સ અને પોતાને વડાપ્રધાન જાહેર કર્યા હતા. પિતા રાજા બન્યા બાદ ઝડપથી તેઓએ દેશની સત્તા પરની પકકડ મજબૂત બનાવી હતી. પ્રિન્સ સલમાનના નામ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની પ્રથમ વિદેશ મુલાકાતમાં સાઉદી અરબ બોલાવવાની ઉપલબ્ધિ છે.