Sardar Gurjari

બુધવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૧૯, ચૈત્ર વદ ૫, વિ.સં. ૨૦૭૫, વર્ષ-૧૮, અંક-૩૦૫

મુખ્ય સમાચાર :
વડાપ્રધાને રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું (એનપીએમ) ઉદ્ઘાટન કર્યુ
પીએમ મોદી થયા ભાવુક કહ્યું શહીદોની શહિદીને સલામ
22/10/2018 00:10 AM Send-Mail
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોલીસ સ્મારક દિવસ (Police Commemoration Day)ના પ્રસંગે આજે એટલે રવિવારે સ્વતંત્રતા પછી પોલીસ જવાનોના બલિદાનના સન્માનમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું (એનપીએમ) ઉદ્ધાટન કર્યું હતુ. પીએમ મોદીએ પોલીસ સ્મારક દિવસ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને પરેડમાં સામેલ થયા.

પીએમ મોદી પોલીસ જવાનોના કામ, શહીદી અને તેમના ત્યાગને યાદ કરતા ભાવુક થઇ ગયા હતા. પીએમ મોદીએ કહ્યું કે ઘણાં લોકોને તો ખબર પણ નથી કે જ્યારે કોઇ બિલ્ડીંગ પડે છે, બોટ ડુબે છે, આગ લાગે છે, રેલવેની દુર્ઘટના થાય છે ત્યારે રાહતનું કામ સંભાળતા તે લોકો કોણ હોય છે. તેમણે તે પણ કહ્યું કે દેશના દરેક રાજ્યમાં , દરેક પોલીસ સ્ટેશનમાં, રાષ્ટ્રની દરેક સંપદાની સુરક્ષામાં જોડાયેલા સાથીઓને, રાહત કામમાં જોડાયેલા સાથીઓને તમને બધાને પણ હું શુભેચ્છાઓ આપુ છું.

પીએમ મોદીએ કહ્યું કે આજનો આ દિવસ દેશમાં આફત પ્રબંધનમાં જોડાયેલ, કોઇ પ્રાકૃતિક સંકટના સમયે કે દુર્ઘટના સમયે, રાહતના કામમાં લાગેલા તે જવાનોને જેમની ચર્ચા વધારે નથી થતી તે બધાને પણ યાદ કરવાનો આજનો દિવસ છે. પીએમ મોદીએ પોલીસ જવાનોને સંબોધિત કરતા કહ્યું કે આપનુ જે કર્તવ્ય છે તેને જોઇને ખુશી મળે છે. તમે દેશમાં અનૈતિકતા અને અશાંતિ ફેલાવવાના ષડયંત્રને નાકામ કરવાનું કામ કરો છો. લોકો શાંતિથી સુવે છે તે પણ તમારા કારણે જ શક્ય છે. પીએમ મોદીએ કહ્યું કે નોર્થ ઇસ્ટમાં ઉભેલા આપણા સાથીઓ હાલ ડયૂટી પર તહેનાત છે. તેમને હું કહીશ કે આપ શ્રેષ્ઠ કામ કરી રહ્યાં છો અને શાંતિ સ્થાપવાની દિશામાં આગળ વધી રહ્યાં છો. પીએમે પોતાના સંબોધનમાં કહ્યું કે, જે વીરોએ પોતાનું કાર્ય કરતા પોતાનું બધુ જ દેશ માટે ન્યોચ્છાવર કરી દીધુ તે વીરોને પણ આપણે આજે યાદ કરવાનો દિવસ છે. પીએમ મોદીએ કહ્યું કે દેશની સુરક્ષામાં સમર્પિત પ્રત્યેક વ્યક્તિને અહીંયા ઉપસ્થિત શહીદોના પરિવારોને હું પોલીસ સ્મૃતિ દિવસ પર નમન કરૃં છું. આજનો આ દિવસ તમારા સેવાની સાથે સાથે તમારા શૌર્ય અને બલિદાનને યાદ કરવા માટે છે.

૧૩ રાજ્યો, ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોની ૧૧૬ બેઠકો પર ૬૫ ટકા મતદાન

ગુજરાત સરકાર બિલકિસબાનુને ૫૦ લાખ, મકાન, સરકારી નોકરી આપે : સુપ્રીમ

‘ચોકીદાર ચોર હૈ’ વાળા નિવેદન પર રાહુલના જવાબથી સુપ્રીમ અસંતુષ્ટ : વધુ એક નોટિસ મોકલી

શ્રીલંકા બોમ્બ વિસ્ફોટની જવાબદારી લેતું આઈએસઆઈએસ

ટ્રાઇની ચેતવણી : ગ્રાહકોને ચેનલ પસંદ કરવાની સુવિધા ન આપનાર ડીટીએચ કંપનીઓ પર થશે કાર્યવાહી

મેં અને રોહિતે એકબીજાનું ગળું દબાવ્યું હતું : પૂછપરછમાં પત્ની અપૂર્વાનો ખુલાસો

લોકસભા ચૂંટણી : ત્રીજા તબક્કામાં આજે ૧૪ રાજ્યોની ૧૧૫ બેઠકો પર મતદાન

કોંગ્રેસે દિલ્હીની ૭ પૈકી ૬ બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા : શીલા દિક્ષીતની ટક્કર મનોજ તિવારી સામે