Sardar Gurjari

બુધવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૧૯, ચૈત્ર વદ ૫, વિ.સં. ૨૦૭૫, વર્ષ-૧૮, અંક-૩૦૫

મુખ્ય સમાચાર :
અમૃતસર ટ્રેન દુર્ઘટના
મેં બ્રેક મારી હતી પરંતુ ટ્રેન રોકાઈ નહીં : ડ્રાઈવર
22/10/2018 00:10 AM Send-Mail
અમૃતસરમાં દશેરા ઉત્સવ દરમિયાન થયેલા રેલવે દુર્ઘટનામાં ૬૧ લોકોના મોત થયા પછી જીઆરપીએ આ અંગે એફઆઇઆર નોંધાવી છે. જીઆરપીએ ઘટના સમયે ટ્રેન ચલાવી રહેલા ડ્રાઇવર અરવિંદ કુમારની પૂછપરછ કરી હતી. કુમારે જણાવ્યું હતું કે, તેમણે ઇમરજેન્સી બ્રેક લગાવી હતી. પરંતુ ટ્રેન રોકાઇ ન્હોતી અને ગુસ્સામાં આવેલા લોકો ટ્રેન ઉપર પથ્થર ફેંકવા લાગ્યા હતા.

રેલવે પ્રશાસને આપેલા લેખિત નિવેદનમાં અરવિંદ કુમારે કહ્યું હતું કે, જ્યારે ટ્રેક પાસે લોકો દેખાયા ત્યારે તેણે ઇમરજેન્સી બ્રેક લગાવી હતી. સતત હોર્ન વગાડયો હતો. રિપોર્ટ પ્રમાણે કુમારે કહ્યું હતું કે, *ઇમરજન્સી બ્રેગ લગાવવા છતાં પણ ટ્રેન રોકાઇ ન્હોતી. અનેક લોકો ટ્રેનના નીચે આવી ગયા હતા. ટ્રેન રોકાવાની હતી કે મોટી સંખ્યામાં લોકો પથ્થર ફેંકવા લાગ્યા હતા. જેનાથી યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેં ટ્રેનને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો.*

આ મામલામાં જીઆરપીએ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૪, ૩-૪ એ અને ૩૩૮ અંતર્ગત મામલો નોંધાવ્યો હતો. અમૃતસર પૂર્વ વિધાનસભા ક્ષેત્રમાં વોર્ડ નંબર ૨૯થી હાજર કોર્પોરેટર વિજય મેદાનના ઘર ઉપર હુમલા પછી પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. ઘટના પહેલા કાર્યક્રમ સ્થળ ઉપર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે કોંગ્રેસના નેત્રી અને પૂર્વ સાંસદ નવજો કૌર સિધ્ધુ દેખાઇ રહી હતી.

૧૩ રાજ્યો, ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોની ૧૧૬ બેઠકો પર ૬૫ ટકા મતદાન

ગુજરાત સરકાર બિલકિસબાનુને ૫૦ લાખ, મકાન, સરકારી નોકરી આપે : સુપ્રીમ

‘ચોકીદાર ચોર હૈ’ વાળા નિવેદન પર રાહુલના જવાબથી સુપ્રીમ અસંતુષ્ટ : વધુ એક નોટિસ મોકલી

શ્રીલંકા બોમ્બ વિસ્ફોટની જવાબદારી લેતું આઈએસઆઈએસ

ટ્રાઇની ચેતવણી : ગ્રાહકોને ચેનલ પસંદ કરવાની સુવિધા ન આપનાર ડીટીએચ કંપનીઓ પર થશે કાર્યવાહી

મેં અને રોહિતે એકબીજાનું ગળું દબાવ્યું હતું : પૂછપરછમાં પત્ની અપૂર્વાનો ખુલાસો

લોકસભા ચૂંટણી : ત્રીજા તબક્કામાં આજે ૧૪ રાજ્યોની ૧૧૫ બેઠકો પર મતદાન

કોંગ્રેસે દિલ્હીની ૭ પૈકી ૬ બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા : શીલા દિક્ષીતની ટક્કર મનોજ તિવારી સામે