Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૫ નવેમ્બર, ૨૦૧૮, કારતક સુદ ૭, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૧૪૮

મુખ્ય સમાચાર :
દિવાળી નજીક હોવાથી તમામ રીટર્નની સમયમર્યાદા ૩૧ ડિસે. રાખવા માંગ
જીએસટી વેબસાઇટના ધાંધિયાથી વ્યવસાયિકો, ટેકસ સલાહકારો પરેશાન : જીએસટી કાયદા હેઠળ રિટર્ન ફાઇલ કરવાની સમસ્યા ૧પ મહિના બાદ પણ યથાવત
22/10/2018 00:10 AM Send-Mail
ખેડા, આણંદ વેચાણવેરા અધિકારીઓની બદલી
રાજયવેરા કમિશનર, ગુજરાત રાજય, અમદાવાદ દ્વારા તાજેતરમાં વિવિધ જિલ્લાઓમાં કાર્યરત રાજયવેરા અધિકારીઓની જાહેર હિતમાં અને સ્વવિનંતીથી બદલીનો ગંજીફો ચીપ્યો છે. જેમાં કુલ ૧૦૧ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં આણંદના ઘટક-૧ (સહાયક રાજય વેરા કમિશ્નરની કચેરી)ના રાજય વેરા અધિકારી બી.એલ.જાનીની બદલી રાજયવેરા કમિશ્નરની કચેરી, અમદાવાદના ઓડિટ વિભાગમાં, આણંદના ઘટક-ર (સહાયક રાજય વેરા કમિશ્નરની કચેરી)ના રાજયવેરા અધિકારી એચ.બી.વાઘેલાની રાજયવેરા કમિશ્નરની કચેરી,અમદાવાદમાં વહીવટ શાખામાં તથા આણંદ ઘટક-રના એફ.એમ.તરાલની મોબાઇલ સ્કવોડ શામળાજીમાં બદલી કરવામાં આવી છે. જયારે સુરત ઘટક-૧૧ના કે.સી.પટેલની આણંદ ઘટક-રમાં બદલી કરવામાં આવી છે. નડિયાદ ઘટક-૧ના રાજયવેરા અધિકારી કે.એમ.સંગાડાની સહાયક રાજય વેરા કમિશ્નરની કચેરી, ઘટક-૧માં અને નડિયાદ ઘટક-રના જે.યુ.ઠાકોરની મોબાઇલ સ્કવોર્ડ મહેસાણામાં બદલી અને સુરત ઘટક-૩ના અધિકારી ડી.ડી.ચૌહાણની નડિયાદ ઘટક-રમાં બદલી કરવામાં આવી છે.

જીએસટીની વેબસાઇટ ગમે ત્યારે અટકી પડવા સહિતની સર્જાતી સમસ્યાઓને કારણે વેપારીઓની સાથોસાથ ટેકસ સલાહકારો પણ પરેશાની અનુભવી રહ્યા છે. જીએસટી કાયદો અમલી બન્યા બાદ રિટર્ન ફાઇલ કરવાની મુશ્કેલી ૧પ માસ બાદ પણ યથાવત જોવા મળી રહી છે. ઉચ્ચક વેરો ભરનાર વેપારીઓને જુલાઇથી સપ્ટેમ્બરનું ત્રિમાસિક રીટર્ન ફાઇલ કરવાની મુદ્દત ૧૮ ઓકટોબર હતી. જયારે સપ્ટેમ્બર માસના નિયમિત ટેકસ સાથે રિટર્ન ભરવાની ગતરોજ અંતિમ સમયમર્યાદા હતા.

પરંતુ છેલ્લા ત્રણ દિવસથી વેબસાઇટના ધાંધિયાથી સૌ પરેશાની અનુભવી રહ્યા છે. ધી સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેકસ કન્સલ્ટન્ટસ દ્વારા માંગ કરવામાં આવી છે કે દિવાળીના તહેવારો નજીક હોવાથી તમામ રીટર્ન ફાઇલ કરવાની અંતિમ સમયમર્યાદા હવે ૩૧ ડિસેમ્બર સુધી લંબાવવી જોઇએ.

નવાઇની વાત એ છે કે એક તરફ વેબસાઇટ સંપૂર્ણપણે કાર્યરત ન હોવા સામે ૧૮મીએ સરકારે જાહેર કર્યુ હતું કે જૂની ઇનપુટ ક્રેડિટ જો લેવાની રહી ગઇ હોય તો ર૧મી ઓકટોબર પહેલા લઇ લેવી. ખરેખર ઇનપુટ ટેકસ ક્રેડિટ લેવાની રહી ગઇ હોય તો સપ્ટેમ્બર માસના માસિક રીટર્નમાં લઇ લેવાની હતી. હવે ર૦મી પૂરી થઇ ગયા બાદ માસિક રીટર્ન ભરાય તો લેટ ફી સાથે ભરીને જૂની ઇનપુટ ક્રેડિટ લઇ શકાય તેવી સ્થિતિ સર્જાઇ છે. પરિણામે વેપારીઓની સાથોસાથ ટેકસ સલાહકારો માનસિક તાણ અનુભવી રહ્યા છે. વેબસાઇટની કઠણાઇનો ભોગ બનનાર વર્ગે જણાવ્યું હતું કે, છેલ્લા દિવસે જીએસટી પોર્ટલ પર ડેટા અપલોડ કરવાનો પ્રયાસ કરવા સમયે સંદેશો મળતો હતો કે ૧.પ૦ લાખ લોકોએ પોર્ટલ ઉપર એન્ટ્રી લીધી છે. તમે રાહ જુઓ... દિનપ્રતિદિન વધતી સમસ્યાના પગલે ચેમ્બર ઓફ ટેકસ કન્સલ્ટન્ટસ દ્વારા માંગ કરવામાં આવીછે કે ઇનપુટ ટેકસ ક્રેડિટના પ્રશ્નો ન ઉકલે તો નાણાંકીય વર્ષ ર૦૧૭-૧૮ના વાર્ષિક રીટર્ન સરળ બનાવવા જોઇએ અને તેની મુદત ૩૦મી જૂન,ર૦૧૯ રાખવી જોઇએ.