Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૫ નવેમ્બર, ૨૦૧૮, કારતક સુદ ૭, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૧૪૮

મુખ્ય સમાચાર :
શતરંજ સ્પર્ધામાં વાસદ કોલેજનું ગૌરવ
22/10/2018 00:10 AM Send-Mail
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અંતર્ગત વલ્લભ વિદ્યાનગર ઝોનની ચેસ સ્પર્ધા નીઓટેક કોલેજમાં યોજાઇ હતી. જેમાં જીટીયુ સંલગ્ન વિદ્યાનગર ઝોનની કોલેજોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં પાંચ રાઉન્ડ બાદ એસવીઆઇટી, વાસદના ખેલાડીઓ ૧૪ પોઇન્ટ સાથે દ્વિતિય સ્થાને રહ્યા હતા. જેમાં જય ભદ્રેશ્વર, ધ્રુવ ઠકકર, દર્શિલ શાહ, કૌશલ મહંત, વૈભવ સુથાર અને સંકેત પાલચૌધરીની ટીમ ઉપવિજેતા જાહેર થઇ હતી. જીટીયુના રમતના નિયમો મુજબ વિજેતા અને ઉપવિજેતા બંને ટીમો આંતર ઝોનલ ચેસ સ્પર્ધામાં ભાગ લેશે, જે હવે પછી આલ્ફા એન્જિનીયરીંગ કોલેજ, અમદાવાદ ખાતે યોજાશે. એસવીઆઇટી, વાસદના અધ્યક્ષ ભાસ્કરભાઇ પટેલ, સેક્રેટરી ભાવેશભાઇ પટેલ સહિત હો્દેદારો, આચાર્ય ડો.ડી.પી.સોની સહિત કોલેજ પરિવારે વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.