Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૫ નવેમ્બર, ૨૦૧૮, કારતક સુદ ૭, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૧૪૮

મુખ્ય સમાચાર :
આણંદમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની માહિતી અંગેનો વર્કશોપ
22/10/2018 00:10 AM Send-Mail
આણંદમાં કોમ્યુનિટી હોલ-ર ખાતે સ્નાતક તેમજ અનુસ્નાતક વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેની જાણકારી આપવા આણંદ યુવા વિકાસ સોસાયટીના ઉપક્રમે વર્કશોપ યોજાયો હતો.

કાર્યક્રમમાં જિલ્લા કલેકટર દિલીપકુમાર રાણા, આણંદ જિલ્લા વિકાસ અધિકારી અમીત પ્રકાશ યાદવ, નિવૃત ડે. કલેકટર એમ.એ.સૈયદ, સ. પ. યુનિના સિન્ડીકેટ મેમ્બર પ્રો. એમ.જી.મન્સુરી વગેરેએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માહિતી સાથે માર્ગદર્શન પુરું પાડયું હતું.

આ પ્રસંગે તાજેતરમાં યુપીએસસીની પરિક્ષામાં બીજા ક્રમાંકે ઉતીર્ણ થયેલા સફીન હસન (આઇ.પી.એસ.)એ ઉપસ્થિત રહીને પોતાના સ્વાનુભવો અને અભ્યાસ માટેની રસપ્રદ ટીપ્સ વિદ્યાર્થીઓ સમક્ષ પ્રસ્તુત કરી હતી.