Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૫ નવેમ્બર, ૨૦૧૮, કારતક સુદ ૭, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૧૪૮

મુખ્ય સમાચાર :
સેક્રેડ ગેમ્સની અભિનેત્રીએ લગાવ્યો આરોપ
યૌન શોષણના આરોપમાં ફસાયા ડાયરેક્ટર વિપુલ શાહ
નમસ્તે ઈંગ્લેન્ડમાં રોલ માટે વિપુલ શાહે મને તેમની ઓફિસમાં બોલાવીને જબરદસ્તી કિસ કરી : ઈલનાઝ
20/10/2018 00:10 AM Send-Mail
હાલમાં જ રીલીઝ થયેલ અર્જુન કપુરની ફિલ્મ નમસ્તે ઈંગ્લેન્ડના ડાયરેક્ટર વિપુલ શાહ પર સેક્રેડ ગેમ્સની અભિનેત્રી ઈલનાઝ નોરોઝીએ યૌન શોષણનો આરોપ લગાવતા ખળભળાટ મચ્યો છે. અભિનેત્રીનું કહેવુ છે કે વિપુલે ઓડિશનના બહાને તેને જબરદસ્તી કિસ કરી અને અશ્લીલ હરકત કરી. ઈરાનિયન અભિનેત્રી ઈલનાઝ નોરોઝીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં આ અંગેનો ખુલાસો કર્યો છે. મહત્વનુ છે કે બોલીવુડમાં છેલ્લા કેટલાક દિવસોથી મીટુ કેમ્પેઈન ચાલી રહ્યુ છે જેની ઝપેટમાં ઘણી જાણીતી હસ્તીઓ આવી ગઈ છે. કેટલાક અભિનેત્રીઓએ પોતાની સાથે થયેલ ઘટનાઓને ઉજાગર કરી છે. બોલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ સૌથી પહેલા પોતાની સાથે થયેલ યૌન શોષણના મામલાનો ખુલાસો કર્યો, તેણે અભિનેતા નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ આલોક નાથ, લવ રંજન, સાજિદ ખાન જેવા કેટલીક જાણીતી હસ્તીઓ સામે આ પ્રકારના આરોપો લાગ્યા. ત્યારે હવે આ યાદીમાં નવુ સામેલ થયુ છે નમસ્તે ઈંગ્લેન્ડ ફિલ્મના ડાયરેક્ટર વિપુલ શાહનું. ઈલનાઝ નોરોઝીએ જણાવ્યુ કે, નમસ્તે ઈંગ્લેન્ડમાં સેકંડ લીડ રોલ માટે મારી વાતચીત થઈ રહી હતી. હું તેમની ઓફિસે મળવા પહોંચી, ત્યાં તેમણે મને કિસ કરવાનો પ્રયત્ન કર્યો. મેં આ માટે ના પાડી તો તેમણે ધક્કો માર્યો અને મારી સાથે ખરાબ વર્તન કર્યુ.