Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૫ નવેમ્બર, ૨૦૧૮, કારતક સુદ ૭, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૧૪૮

મુખ્ય સમાચાર :
જાડેજાની પત્ની રીવાબા કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ બન્યા
રીવાબા લગ્ન પહેલા યુપીએસસીની તૈયારી કરતા હતા
20/10/2018 00:10 AM Send-Mail
કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. કરણી સેના દ્વારા રીવાબા જાડેજાને રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા હતા.રીવાબા મિકેનિકલ એન્જિનિયર છે અને લગ્ન પહેલા યુપીએસસીની તૈયારી કરતા હતા.

લગ્ન પહેલા રીવાબા ક્રિકેટ જોતા નહોતા પરંતુ લગ્ન બાદ તેમને ક્રિકેટ ગમવા લાગ્યું છે. રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકી અને માતા પ્રફૂલ્લાબાના એક માત્ર સંતાન છે.

બધા સંયુક્ત પરિવારમાં રહે છે. જેમાં કાકાનો પરિવાર પણ સામેલ છે. દાદા નથી જ્યારે દાદી હયાત છે.રીવાબાએ દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યુ છે. ગુજરાતી સહિત અંગ્રેજી પર તેમનું સારું એવું પ્રભુત્વ છે. પોતાની કેરિયરને સિવિલ સર્વિસમાં બનાવવા માંગતા હતા. એટલે એન્જિનિયરિંગ બાદ દિલ્હીમાં જ યુપીએસસીની તૈયારી કરતા હતા. લગ્ન બાદ તૈયારી કરી રહ્યા નથી. રીવાબા અને જાડેજાને સંતાનમાં એક પુત્રી છે, જેનું નામ નિધ્યાનાબા છે. રીવાબાએ ૭ જુનની રાત્રે ૧.૧૬ વાગે નિધ્યાનાબાને સ્ટર્િંલગ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો.રીવાબાનો સ્વભાવ એકદમ સીધો સાદો છે. ખૂબ ઓછું બોલવાનું પસંદ કરે છે. નખશીખ રાજપૂત કન્યા સાદાઈની મૂર્તિ છે. તેમનું નેચર ડાઉન ટુ અર્થ છે.