Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૫ નવેમ્બર, ૨૦૧૮, કારતક સુદ ૭, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૧૪૮

મુખ્ય સમાચાર :
સતત ભાવ વધારાથી મળી રાહત
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થતાં લોકોને રાહત
પેટ્રોલની કિંમતમાં ૨૧ પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં ૧૧ પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થતાં વાહનચાલકોને રાહત
19/10/2018 00:10 AM Send-Mail
પેટ્રોલ-ડીઝલની કિંમતોને લઈને આજે વાહન ચાલકોને આંશિક રાહત મળી છે. બુધવારે જ્યાં કિંમતોમાં કોઈ ફેરફાર થયો નહતો, ત્યારે આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટી છે. પેટ્રોલની કિંમતમાં ૨૧ પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં ૧૧ પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થયો છે.

આ ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ ક્રમશઃ ૮૨.૬૨ અને ૭૫.૫૮ રુપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યો છે. તો મુંબઈમાં કિંમત ૮૮.૦૮ અને ૭૯.૨૪ રુપિયા લિટર થઈ છે. છેલ્લા કેટલાક દિવસથી સતત ભાવ વધારા બાદ આજે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડો જોવા મળ્યો હતો.

અગાઉ પેટ્રોલ અને ડીઝલના ભાવોને કાબૂમાં રાખવા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેલ કંપનીના સીઈઓ સાથે મહત્વની બેઠક કરી કારણોની સમીક્ષા કરી હતી. પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્ર દ્વારા અઢી રુપિયા ઓછા થવા છતાં કોઈ રાહત જોવા મળી રહી નહતી. બુધવારે પેટ્રોલ ડીઝલના ભાવો ન વધ્યા કે ન ઘટયા. આ અગાઉ મંગળવારે ભાવ વધ્યા હતા. મહત્વનુ છે કે વડાપ્રધાન મોદીએ સોમવારે ૧૫ ઓક્ટોબરના રોજ કાચા તેલ, પેટ્રોલ અને ડીઝલના ભાવ પર ચર્ચા માટે દેશ વિદેશની પેટ્રોલિયમ કંપનીઓના પ્રમુખો સાથે બેઠક યોજી હતી. કાચા તેલની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોના વધારા વચ્ચે પીએમ મોદીએ તેલ ઉત્પાદકો અને ઉપભોક્તા દેશ વચ્ચે ભાગીદારીના સંબંધ પર પણ ભાર મુક્યો હતો. જેથી કરીને વૈશ્વિક અર્થવ્યવસ્થાને મજબુત બનાવવામાં મદદ મળી શકે.