Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૫ નવેમ્બર, ૨૦૧૮, કારતક સુદ ૭, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૧૪૮

મુખ્ય સમાચાર :
વોર્નર અને સ્મિથની ગેરહાજરી છતાં
ઓસ્ટ્રેલિયા પ્રવાસ અમારા માટે પડકારજનક હશે : ભૂવી
કોઈપણ પ્રવાસ સરળ નથી હોતો, પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પડકારજનક રહેશે : ભારતીય ઝડપી બોલર ભુવનેશ્વર
19/10/2018 00:10 AM Send-Mail
ભારતીય ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને લાગે છે કે આગામી ઓસ્ટ્રેલિયાઈ પ્રવાસ પડકારજનક રહેશે, ભલે મેજબાન ટીમ પોતાના બે સ્ટાર ખેલાડીઓ ડેવિડ વોર્નર અને સ્ટિવ સ્મિથ વિના મેદાન પર ઉતરશે. આ ઝડપી બોલરને એ પણ લાગે છે કે કોઈપણ વિદેશી પ્રવાસ સરળ નથી હોતો.

ભુવનેશ્વરકુમારે જણાવ્યુ કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પડકારજનક હશે, કોઈપણ પ્રવાસ સરળ નથી હોતો, પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પડકારજનક રહેશે, કારણકે જ્યારે તમે પોતાના દેશની બહાર રમો છો તો તમારે કેટલીક નિશ્ચિત પરિસ્થિતિ અનુરુપ ઢળવાની જરુર પડે છે. બોલરો માટે આ સરળ નથી રહેતુ, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં બોલમાં વધુ મૂવમેન્ટ નથી થતી. ઓસ્ટ્રેલિયાને સ્મિથ અને વોર્નરની સેવા નહીં મળે, કારણકે આ બન્ને ખેલાડીઓ પર દક્ષિણ આફ્રિકાના ગત પ્રવાસ દરમિયાન બોલ સાથે ચેડા માટે એક વર્ષનો પ્રતિબંધ લગાવાયો છે.

આ દિગ્ગજ ખેલાડીઓની અનુપસ્થિતિ અંગે વાત કરતા ભુવનેશ્વરે કહ્યુ કે, હું એ નથી કહી શક્તો કે અમે તેમના પર ભારે પડીશું. તેમની પાસે બે દિગ્ગજ ખેલાડી નથી, જેમણે ટીમ માટે છેલ્લા કેટલાક વર્ષોમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. પરંતુ તેમની ટીમમાં તેમના સ્થાને અન્ય ખેલાડીઓ છે અને એવુ નથી કે તે સારા નથી.