Sardar Gurjari

બુધવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૧૯, ચૈત્ર વદ ૫, વિ.સં. ૨૦૭૫, વર્ષ-૧૮, અંક-૩૦૫

મુખ્ય સમાચાર :
પરિણીતિને ધારી સફળતા પ્રાપ્ત થઇ નથી
પરિણીતિ ચોપરાની અર્જુન કપૂર સાથેની ફિલ્મ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’ રજૂ થઇ ચૂકી છે. પરિણીતિ એક પ્રતિભાશાળી અભિનેત્રી છે પરંતુ તેને બોલીવુડમાં ઇચ્છા મુજબની સફળતા મળી નથી
19/10/2018 00:10 AM Send-Mail
પરિણીતી ચોપરાને બોલીવૂડમાં આવ્યે છ વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો છે. આમ છતાં તેને આ વર્ષોમાં મળવી જોઈએ એટલી ફિલ્મો નથી મળી. હા, તેની છેલ્લી ફિલ્મ 'ગોલમાલ અગેન' ને જબરી સફળતા મળી. પરંતુ તેનાથી પહેલાં આવેલી ફિલ્મ 'મેરી પ્યારી બિન્દુ' ને ધાર્યો પ્રતિસાદ નહોતો સાંપડયો. હવે આજે તેની નમસ્તે ઇંગ્લેન્ડ ફિલ્મ રજૂ થઇ છે. આ ફિલ્મ કેટલી સફળ થાય છે એ તો આવનારા સમયમાં ખબર પડી જશે.

જો કે પરિણીતીના અભિનયની પ્રશંસા ચોક્કસ થઈ હતી. અભિનેત્રી કહે છે કે આ સિનેમા રજૂ થયા પછી મને બોલીવૂડના જે લોકો મળ્યાં તેમણે બધાએ આ સિનેમા તથા મારા અભિનયના બેમોઢે વખાણ કર્યાં હતા. પરંતુ સિનેમાઘરોમાં પ્રેક્ષકોએ તડાકો નહોતો પાડયો.અભિનેત્રી આનું કારણ જણાવતા કહે છે કે તે વખતે જ 'બાહુબલિ-૨' રજૂ થઈ હતી. અને આ સમય દરમિયાન જ આઈપીએલ પણ ચાલી રહી હતી. તેથી આ ફિલ્મને મર્યાદિત પ્રેક્ષકો મળ્યા. ટૂંકમાં એમ કહી શકાય કે 'મેરી પ્યારી બિન્દુ' રજૂ થવાનો સમય એવા હતો કે પ્રેક્ષકો તેને સમય ન ફાળવી શક્યા. બાકી તેની રજૂઆત પછી જે લોકો મને મળ્યાં તેમણે બધાએ આ ફિલ્મમ વખાણી હતી.તે વધુમાં કહે છે કે રોહિત શેટ્ટીએ મને કહ્યું હતું કે કોઈપણ ફિલ્મની સફળતાનો ખરો ક્યાસ સેટેલાઈટ પર તેને કેટલી પસંદ કરવામાં આવે છે તેના પરથી કાઢી શકાય. જો સેટેલાઈટ પર કોઈ ફિલ્મ વારંવાર પ્રસારિત થાય અને તેને બહોળો દર્શકગણ મળે તો તે ફિલ્મ સફળ થઈ ગણાય.જો કે અભિનેત્રી માને છે કે સમય જતાં આપણા સફળતા- નિષ્ફળતા વિશેના વિચારો કે વ્યાખ્યા ઘણાં અંશે બદલાઈ જાય છે. આનું કારણ સમજાવતાં તે કહે છે કે સમય જતાં આપણી અંગત સમજ વિકસે છે. અને તેનું સીધું પ્રતિબિંબ આપણી વ્યવસાયિક કારકિર્દી પર પણ પડે છે.તે પોતાના અનુભવને ટાંકતા કહે છે કે મેં મારી કારકિર્દીમાં બ્રેક લીધો ત્યારે મને મારા વ્યક્તિગત તેમ જ વ્યવસાયિક જીવન વિશે, મારા સ્વાસ્થ્ય અને નાણાંકીય વ્યવહારો વિશે વિચાર કરવાનો અને તે મુજબ તેનું વ્યવસ્થાપન કરવાનો સમય મળ્યો. હવે હું મારી કારકિર્દીને વ્યવસ્થિત રીતે ગોઠવી શકું છું તે મારા લાભમાં જ છે.

અભિનેત્રીએ બોલીવૂડમાં આવ્યાના અડધા દશક પછી 'ગોલમાલ અગેન' જેવી મસાલા ફિલ્મ કરી. જો કે તે કહે છે કે મેં તેને માટે કોઈ ખાસ આયોજન નહોતું કર્યું. મારા સ્વભાવ મુજબ મને શ્રેષ્ઠ અદાકારા તરીકે ઊભરી આવવું હતું. તેથી મારી પ્રથમ ચાર ફિલ્મોમાં મેં ગ્લેમરસ ભૂમિકાઓ નહોતી ભજવી. વળી હું નિયમિત હીરોઈનની યાદીમાં આવી શકું તેમ પણ નહોતી.તે વખતે બોલીવૂડ પણ પરિવર્તન વ કાળમાંથી પસાર થઈ રહ્યું હતું. તેથી ખરુંત જોવા જાઓ તો મેં જે ફિલ્મો કરી તે સમયને અનુરૃપ હતી. ચાહે તે 'ઈશ્કઝાદે' હોય કે પછી 'શુદ્ધ દેશી રોમાન્સ', 'લેડિસ વર્સેસ રિકી બહલ' અથવા 'હસી તો ફસી'. વાસ્તવમાં આ બધી ફિલ્મોમાં મારી નોંધ લેવાઈ. ત્યારબાદ મેં અલગ અલગ પ્રકારની ફિલ્મો કરવાનો નિર્ણય કર્યો.અને છેવટે મેં 'ગોલમાલ અગેન' કરી. હવે મને લાગે છે કે મારી કારકિર્દીનું વહેણ સાચી દિશામાં વહી રહ્યું છે. અલબત્ત, બ્રેક દરમિયાન મેં મારા શારીરિક બાંધામાં જે બદલાવ કર્યો તેને કારણે ફિલ્મ સર્જકોને એમ લાગ્યું કે તેઓ મારી પાછળ તેમના નાણાં રોકી શકે છે. એ રીતે પણ મને મારો બ્રેક ફળ્યો.અક્ષય કુમારની જેમ પરિણીતી પણ માને છે કે લોકોને રડાવવાં સહેલાં છે પણ હસાવવા અઘરાં. તે કહે છે કે કોમેડી બહુ ગંભીર વિષય છે. તેથી જ રમૂજી લકો મને વધુ ગમે છે. વિનોદી લોકો દર્શકોના બહોળા વર્ગને આકર્ષી શકે છે. અભિનેત્રી હવે કમર્શિયલ ફિલ્મો તરફ ઢળી છે. તે કહે છે કે હવે હું દર વર્ષે એકાદ કમર્શિયલ ફિલ્મ અચૂક કરીશ. આ ફિલ્મોના દર્શકો સર્વત્ર વ્યાપેલા છે. તેથી તમે દર્શકોના મોટા વર્ગ સુધી પહોંચી શકો છો. હા, આનો અર્થ એવો નથી થતો કે હું અન્ય ફિલ્મો નહીં કરું. હું હટકે ફિલ્મો કરવાનું જારી જ રાખીશ. તે વધુમાં કહે છે કે હવે હું 'નમસ્તે કેનેડા' કરી રહી છું. પરિણીતીને વધુ કોમેડી ફિલ્મો કરવી છે. પરંતુ તેને તે કરવા મળશે કે કેમ તે એક પ્રશ્ન છે. અભિનેત્રી કહે છે કે ગોવિંદા, શ્રીદેવી અને હેમા માલીનીએ જેવી ફિલ્મો કરી એવી ફિલ્મો હવે લખાતી જ નથી. તેથી હું કરવા ચાહું તો પણ તે શી રીતે કરી શકું? વાસ્તવમાં ફિલ્મ સર્જકો જ આવી ફિલ્મો બનાવવા ન માગતા હોય તો લેખકો એવી સ્ક્રિપ્ટ્સ લખે જ નહીં. આ એક વિષચક્ર છે.