Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૫ નવેમ્બર, ૨૦૧૮, કારતક સુદ ૭, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૧૪૮

મુખ્ય સમાચાર :
જોધપુરમાં જ યોજાશે લગ્ન
૨ ડિસેમ્બરે યોજાશે પ્રિયંકા અને નિક જોન્સના લગ્ન
૩૦ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી યોજાશે કાર્યક્રમ
18/10/2018 00:10 AM Send-Mail
પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, પરંતુ તેમના લગ્ન ક્યારે થશે તે અંગેની કોઈ જાણકારી હજી સુધી જાહેર કરાઈ નહતી. જોકે, આખરે પ્રિયંકા અને નિક જોન્સના લગ્નની તારીખ કન્ફર્મ થઈ ગઈ છે.

થોડા સમય પહેલા જ પ્રિયંકા અને નિક પોતાના નિકટના મિત્રોને મળવા જોધપુર પહોંચ્યા હતા, પરંતુ એવા અહેવાલ સામે આવ્યા હતા કે તેઓ પોતાના લગ્ન માટે લોકેશન જોવા અને અન્ય એરેજમેન્ટ કરવા જોધપુર ગયા હતા. ત્યારે તેમના લગ્નની તારીખ કન્ફર્મ થઈ છે. સુત્રોના જણાવ્યા મુજબ, પ્રિયંકા અને નિકના લગ્ન જોધપુરમાં યોજાશે અને આ કાર્યક્રમ ૩૦ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી ચાલશે.

સુત્રોના જણાવ્યા મુજબ આ એક પેલેસ વેડિંગ હશે. નિક જોન્સ લગ્નની તૈયારી માટે થોડા સમય પહેલા ભારત આવ્યો હતો અને પ્રિયંકા સાથે લોકેશન ફાઈનલ કરવા જોધપુર પહોંચ્યો હતો. પ્રિયંકા અને નિકે લગ્નની તૈયારી જાતે જ કરશે, તેઓ નાની નાની વાતની જાણકારી મેળવી રહ્યા છે. મહત્વનુ છે કે, પ્રિયંકા અને નિક જોન્સે ચાલુ વર્ષે ૧૮ ઓગસ્ટે સગાઈ કરી હતી. બન્નેની મુલાકાત ગત વર્ષે મેટ ગાલા ઈવેન્ટમાં થઈ હતી.