Sardar Gurjari

બુધવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૧૯, ચૈત્ર વદ ૫, વિ.સં. ૨૦૭૫, વર્ષ-૧૮, અંક-૩૦૫

મુખ્ય સમાચાર :
વિનાશક વાવાઝોડાનો પાવરકટ કરી દેતો પોલિમર પદાર્થ
પીટર કોર્ડની નામના અમેરિકન સંશોધકે તોફાની વાવાઝોડાના ઝંઝાવાતી વેગને નરમ પાડી દેતો પોલિમર પદાર્થ બનાવ્યો છે. પદાર્થનું સ્વરૂપ બારીક ફોતરીના પાવડરનું છે
18/10/2018 00:10 AM Send-Mail
વામાન શાસ્ત્રના નિષ્ણાતોને હમણાં તેમના વિષયને લગતી ઇતિ સિદ્ઘમ કરી આપે તેવી આંકડાકીય સાબિતીઓ પણ તેમને મળી ચૂકી છે. ગ્રીનહાઉસ ઇફેક્ટને કારણે સમુદ્રસપાટીના તાપમાનમાં થતો ૧ સેલ્શિયસનો વધારો મોસમી વાવાઝોડાને ૭ ટકા વધારે વેગવાન બનાવે છે. અમેરિકાને દર વર્ષ કોઇને કોઇ વાવાઝોડુ ઘમરોળી નાંખે છે. તાજેતરનાં વર્ષમાં ડેનિસ, કેટરિના, રિટા અને વિલ્મા એ ચાર વાવાઝોડાઓએ અમેરિકાના અર્થતંત્રને હજ્જારો કરોડ ડોલરનું જંગી નુકશાન પહોંચાડીને તેની ઓકાત બગાડી નાંખી હતી. ગ્રીન હાઉસ ઇફેક્ટને કારણે વાવાઝોડાની સંખ્યા પણ વધી રહી હોય તો કહેવાય નહિ. ઉત્તર એટલાન્ટિકમાં છેલ્લા ૪૦ વર્ષની સરેરાશ જોઇએ તો વર્ષ દહાડે ૧૧ વાવાઝોડા થાય છે. પરંતુ ૨૦૦૫ માં નાના મોટા કુલ મળીને ૨૮ વાવાઝોડાએ આતંક મચાવ્યો, જે પૈકી ૧૫ વાવાઝોડાએ તો સારું એવું નુકશાન પહોંચાડ્યું.

અમેરિકન નિષ્ણાતોની આગાહી મુજબ ૧૩ થી ૧૬ ચક્રવાતો ફુંકાવાની વક્રી છે. આ કુદરતી આફત સામે માનવજાત લાચાર છે. ઇ.સ. ૧૯૫૭ થી તેની સામે રક્ષણ મેળવવાના વ્યર્થ પ્રયત્નો થયા બાદ તે દિશામાં ખાસ કશું સંશોધન કે પ્રગતિ થઇ નથી. એક રસપ્રદ અપવાદ ખાસ આજકાલ લાઇમ-લાઇટમાં આવી રહ્યો છે. પીટર કોર્ડની નામના અમેરિકન સંશોધકે તોફાની વાવાઝોડાના ઝંઝાવાતી વેગને નરમ પાડી દેતો પોલિમર પદાર્થ બનાવ્યો છે. પદાર્થનું સ્વરૂપ બારીક ફોતરીના પાવડરનું છે. વિમાન દ્વારા વાવાઝોડા પર તેનો ટનબંધી છંટકાવ કરાય એટલે કહેવાતો એ પાવડર વાવાઝોડાના ગરમ ભેજને શોષી લે છે. પરિણામે વાવાઝોડાનો વેગ નરમ પડે છે. ચાકગતિએ વાતા પવનના સુસવાટા મંદ પડી જાય છે. ભેજ વડે તરબતર થયેલો પાવડર સમુદ્રમાં વરસે છે, જ્યાં ખારૂં પાણી તેના કણોને ઓગાળી નાખે છે.

મામલો જો સિમ્પલ હોય તો પીટર કોર્ડની સિવાયના બીજા સંશોધકો પગ વાળીને કેમ બેસી રહ્યા છે? આપણે ધારીએ એટલો મામલો સિમ્પલ નથી. સાધારણ વાવાઝોડાની વાત કરીએ તો તેમાંયે એકેક મેગાટનના આશરે ૧૦,૦૦૦ હાઇડ્રોજન બોમ્બ જેટલી પ્રચંડ શક્તિ ઘણી લાંબી પ્રક્રિયાને અંતે વાવાઝોડામાં સંચય પામે છે. એને માટે સમુદ્રની જળ સપાટીનું ઓછામાં ઓછું તાપમાન ૨૬.૫ સેલ્યિયસ હોવું જોઇએ. ગરમ પાણીના સંસર્ગમાં આવી ભેજ પકડતી હવા ગરમ બની ઊંચે ચડે છે. તેની જગ્યા પૂરવા માટે આજુબાજુની હવા સુસવાટા ભેર ધસી આવે છે. પૃથ્વીની ધરીભ્રમની કોરિઓલિસ ઇફેક્ટને કારણે ઉત્તર ગોળાર્ધમાં એ હવા કેન્દ્રાભિસારી બની ચક્રાકારે ફરવા માંડે છે. પવનનો સુસવાટો ચક્રવાતના કેન્દ્રમાં પહોંચે કે તરત જ જાણે તેને ઓચિંતી લિફ્ટ મળી હોય તેમ સડસડાટ ઊંચે આકાશમાં ચડે છે, કારણ કે, સમુદ્ર સપાટી પાસે બીજી હવાનો વમળીયો પ્રવાહ દબાણપૂર્વક કેન્દ્રાભિસરણ કરી રહ્યો હોય છે. ટૂંકમાં, અવિરત ઘટમાળ જેવું એન્જીન કાર્યરત થાય છે, જેના ભાગરૂપે વાવાઝોડું સમુદ્રની વધુને વધુ ઉષ્મા ઉર્જા આત્મસાત્ કરી પોતાનો વ્યાપ વધારે છે. અને ચક્રીય વેગ પણ વધાર છે. સરેરાશ વાવાઝોડાનો વ્યાપ ૨૫૦ કિલોમીટર (અમદાવાદથી સુરત જેટલું અંતર), ઊંચાઇ ૧૩ કિલોમિટર અને પવનનો વેગ ૧૨૦ કિલોમીટર ઓછો નહિ. આવું ભયાનક વાવાઝોડું ત્રાટકે તો કેટલો વિનાશ વેરે તેની મનમાં કલ્પના કરી લો. આખરે આ વાવાઝોડું પાંચ-દસ પછી તેનું જોર ઓસરવા લાગે છે. પરંતુ શમી જતાં પહેલાં ત્રણ પ્રકારે તારાજી સર્જે છે. (૧) સુસવાટા પવન વડે વૃક્ષો, મકાનો અને વીજળીના થાંભલાઓને ખેદાન મેદાન કરી મૂકે છે. (૨) એકાએક મૂશળધાર વરસાદ પડતાં તટવર્તી પ્રદેશને જળબંબાકાર કરી મૂકે છે. (૩) પવન વડે સમુદ્રના પાણીને કાંઠા તરફ ધકેલી આંતરિક વિસ્તારોમાં ઘાડાપૂર લાવે છે. આ ત્રણે રીતે ૧૦,૦૦૦ મેગાટનની પ્રચંડ શક્તિ છેવટે મુક્ત થાય છે. ત્યાંના લોકોની શી દશા થતી હશે તે વિચારતાં જ કંપારી છૂટે છે. અમેરિકાના પીટર કોર્ડનીએ શોધેલા પોલિમર પદાર્થનો પાવડર વાવાઝોડાની મહાશક્તિને હણી શકે ખરો? થોડા સમય અગાઉ એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. વિશાળ કદના માલવાહક વિમાન દ્વારા અમેરિકન રાજ્ય ફ્લોરિડાના તટવર્તી આકાશમાં ગાજવીજ કરતા તોફાની મેઘવાદળ ઉપર આશરે ૪,૦૦૦ કિલોગ્રામ પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો. તે વાદળની લંબાઇ ૧-૬ કિલોમીટર અને ઊંચાઇ ૪ કિલોમીટર હતી. આ વાદળ માયામી શહેરની વેધશાળાના રડારમાં સ્પષ્ટ જોઇ શકાતું હતું. ગમે ત્યારે પવન સાથે મૂશળધાર હેલી વરસે તેમ હતી. પરંતુ પાવડરના છંટકાવ પછી વાળનો ઢગ ધીરે ધીરે ઓસરવા લાગ્યો અને અદૃશ્ય થવા માંડ્યો. રડારના સ્ક્રીન પરની ઇમેજ પણ ક્રમશ: ભુંસાવા લાગી. અડધા કલાક પછી ત્યાં વાદળનું નામોનિશાન ન હતું. એ મેઘવાદળમાં અંદાજે ૫૦,૦૦૦ ટન પાણી હતું. બેમાંથી કયો પ્રશ્ન વજૂદપણે ઠરે છે એ નક્કી થવા આડે હવે ઝાઝા દિવસો નથી.