Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
થાઇરોઇડ અને આંખો
થાઇરોઇડ ગ્રંથિમાં અસંતુલનના કારણે સમગ્ર શરીર પર અસર પડે છે.તેના લીધે આંખો સૂકાઇ જાય છે. આંખોમાં હંમેશા ખંજવાળ આવ્યા કરે છે અને સતત આંખમાંથી પાણી નીકળતું રહે છે
10/10/2018 00:10 AM Send-Mail
ડ્રાય આઇઝ થવું એટલે કે ફક્ત આંખોમાંથી પાણી સૂકાઇ જવું જ નથી હોતું. જેના લીધે આંખોમાં ખંજવાળ આવે તેમજ જલન અને દુખાવો પણ થઇ શકે છે. આ સમસ્યાનું સૌથી મોટું કારણ આંખોમાં નમી તેમજ લ્યુબ્રિકેશનની અત્યાધિક કમી થઇ જાય છે. આંસુઓના સ્ત્રોત સાથે થવા જેવી કોઇ પણ સમસ્યા ડય આઇઝની તકલીફ હોઇ શકે છે. ઘણી વખત વાતાવરણ, એલર્જી તેમજ બીજા અન્ય સામાન્ય કારણોના લીધે પણ આવું થઇ શકે છે.

થાઇરોઇડનું કનેક્શન બે પ્રકારના થાઇરોઇડ ડિસઓર્ડર હોય છે.એક હોય છે ગ્રેવ્સ ડિસીજ જેમાં થાઇરોઇડ ખૂબ જ વધારે હોર્મોન બનાવવા લાગે છે એટલે કે હાઇપર થાઇરોઇડ્સની સ્થિતિ સર્જાય. બીજી છે હાશિમોટો થાઇરોઇડ્સ જેમાં હોર્મોન્સનું લેવલ ઓછુ થઇ જાય છે. એટલે કે હાયપોથાઇરોડિજ્મ. આ બે ડિસઓર્ડર ત્યારે ઉભરે છે જ્યારે તમારૂ ઇમ્યુન સિસ્ટમ ઇન્ફેક્શનથી લડવાના બદલે ભૂલથી તમારી થાઇરોઇડ ગ્લેડ પર હુમલો કરે છે. હવે આંખોમાં રહેલ પ્રોટીન થાઇરોઇડ ટિશ્યૂઝથી મળી આવે છે. આ જ કારણ છે કેઆંખોમાં ડ્રાય આઇઝ જેવી તકલીફ આવી જાય છે. આંખોની આ તકલીફ ગ્રેવ ડિસીઝના દરદીઓમાં વધારે જોવા મળે છે. આવી રીતે સમજો સમસ્યાને અહિંયા એક મુખ્ય વાત એ પણ છે કે થાઇરોઇડની સમસ્યા હંમેશા આનુવાશિંક હોય છે. એટલે કે આ પેઢી દર પેઢી ચાલતી રહે છે. એવામાં જો તેમને ડ્રાય આઇઝની સમસ્યા થતી હોય છે અને સાથે જ પરિવારમાં કોઇ પણને ગ્રેવ્સ કાં તો હાશિમોટો ડિસીઝ હોય તો પોતાના થાઇરોઇડનો ઉપાય કરાવો.

- થાય છે એવું કે તમારી આંખોને સ્વસ્થ તેમજ નમી અથવા મોઇશ્ચરાઇઝરની જરૂર હોય છે. થાઇરોઇડ સંબંધી તકલીફ પ્રાકૃતિક નમીને ખતમ કરી દે છે. ગ્રેવ્સ ડિસીઝ આંખોની આસપાસ રહેલા મસલ્સને પ્રભાવિત કરી શકે છે. જેના લીધે આંખો બંધ કરવામાં મુશ્કેલીનો અનુભવ થાય છે. - થાઇરોઇડ આઇસ ડીસિઝને કારણે આંશુ બનવાની પ્રક્રિયા અને આંસુના કામકાજમાં બાધા આવે છે. આના લીધે પણ ડ્રાય આઇસની સમસ્યા ઉભી થાય છે. રાહત માટેના ઉપાય એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે જે એકબીજાથી જોડાયેલા હોવા છતાં પણ થાઇરોઇડ અને ડ્રાય આઇસ બે અલગ-અલગ સમસ્યાઓ કે પછી તેનું કારણ ભલે એક જ હોય પરંતુ તેનો ઇલાજ અલગ-અલગ કરાવવો જરૂરી છે. ઘણા લોકોને દિવસે કુદરતી આંસુ સાથે અને રાત્રે ઓઇન્ટમેન્ટનો ઉપયોગ કરવાથી સમસ્યામાં રાહત મળે છે. પરંતુ આંખોને રાહત આપનાર આંખના ટીપાનો ઉપયોગ આંખને રૂખી બનાવે છે. તકેદારી રાખવાનું ના ભૂલો - રાત્રે સૂતા સમયે આઇ માસ્કનો ઉપયોગ કરવો. - ધુમ્રપાન ન કરવું - એરકંડીશ્નર તેમજ હીટર પાસે વધારે ના બેસવું. - રાત્રે બેડરૂમમાં હાયૂમિડિફાયરનો ઉપયોગ કરવો. - આંખોને ઝપકાવા અને વારંવાર સ્ક્રીન બ્રેક લેવાની આદત પાડવી. - માછલી, માછલીનું તેલ, ઓમેગા થ્રી ફેટી એસિડના સપ્લીમેન્ટ્સના સેવન માટે ડોકટરની સલાહ લેવી. રેગ્યુલર સ્ક્રિનિંગ અને પૂરો ઇલાજ થાઇરોઇડમાં અસંતુલનના લીધે આંખોમાં તકલીફના લક્ષણો જોવા મળે છે. ખાસ કરીને ગ્રેબ્ઝ ડિસીઝમાં જેમાં આંખોની સાઇઝ વધી ગઇ હોય તેવું લાગે છે. અથવા આંખો પર સોજો આવી ગયો હોય તેવું લાગે છે. આના સિવાય આંખોમાંથી પાણી નીકળવુ તેમજ ડય આઇઝ જેવા લક્ષણો જોવા મળે છે. થાઇરોઇડની બાબતમાં હાઇપો અથવા હાયપર બન્ને સ્થિતિઓના લક્ષણો એકબીજાના વિરોધી હોઇ શકે છે. આવામાં જરૂરી છે કેકોઇને ગ્રેબ્ઝ કે હાશિમોટો ડિસીઝ હોય તો ખાસ કરીને તેનો ઇલાજ કરાવવો પડે છે. તેમજ રેગ્યુલર સ્ક્રિનિંગ કરાવી પડે.આના પછી તેનો ઇલાજ પણ લગાતાર પૂરો કરવામાં આવે. ઇલાજને વચ્ચે જ છોડવામાં આવે તો એ મુશ્કેલી વધારી શકે છે.