Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
હંમેશા પ્રાણઘાતક નથી હોતો છાતીનો દુ:ખાવો
છાતીના દુ:ખાવાને મોટાભાગના લોકો હંમેશા હાર્ટ એટેક સાથે જોડી દેતા હોય છે પરંતુ છાતીમાં દુ:ખાવાના અનેક કારણો હોઇ શકે છે. જરૂરી છે કે છાતીનો દુ:ખાવાને એક ચેતવણી તરીકે જોવામાં આવે અને સતર્ક રહેવામાં આવે
10/10/2018 00:10 AM Send-Mail
છાતીના દુ:ખાવાને લઇને લોકોમાં સૌથી પહેલા ડર હાર્ટ એટેકનો હોય છે. આ જ કારણ છે કે આ દુ:ખાવાને લઇને લોકો વહેલા ગભરાઇ જતા હોય છે. તથ્ય એ છે કે આ દુ:ખાવો અન્ય અનેક કારણોસર પણ થઇ શકે છે. છાતીમાં દુ:ખાવાનું કારણ ફેફસાં, ઇસોફેગસ, માંસપેશીઓ, પાંસળીઓ કે નર્વ્સ વગેરને લગતો પણ હોઇ શકે છે. તેમાંથી કેટલીક સ્થિતિઓ સામાન્ય ઇલાજથી ઠીક થઇ શકે છે તો કેટલીક ગંભીર પણ બની શકે છે. તો ગભરાવાને બદલે તેમને સમજો અને ઇલાજ અપનાવો.

આ કારણોસર છાતીમાં દુ:ખાવો થાય છે હૃદયમાં થતી સમસ્યાઓને કારણે થનાર દુ:ખાવો પણ ભિન્ન રીતે થઇ શકે છે. તેથી તેને પણ કોઇ એક આધાર પર સમજી ન શકાય. સૌથી સારી રીત છે ડોક્ટરની સલાહ લેવી. છાતી ઉપરાંત શરીરમાં દુ:ખાવો ઉપડે તો ડોક્ટરને દેખાડવું જોઇએ. તીવ્ર કે હળવો દુ:ખાવો છાતીમાં દુ:ખાવો અનેક રીતે અનુભવી શકાય છે. અનેક વખત એ જકડાઇ ગયા હોઇએ તે રીતે થાય છે ક્યારેક અત્યંત ભારે, તો ક્યારેક રહી-રહીને દુ:ખાવો ઉપડે છે તો ક્યારેક કેટલીક સેકન્ડ રહીને મટી જાય છે. આ દુ:ખાવો ગરદનથી લઇને પીઠ અને પેટના ઉપરના ભાગ સુધી ગમે ત્યાં અનુભવી શકાય છે. તેના કારણે વ્યક્તિને તીખો, બળતરા થતી હોય, ચાકુ માર્યો હોય કે હૃદય ભારે થઇ ગયું હોય તેવો અહેસાસ થઇ શકે છે. એટલે કે દુ:ખાવાના અનેક રૂપ હોઇ શકે છે.

પ્લોરાઇટિસ ફેફસા અને છાતીની લાઇનિંગ પર થનાર બળતરા કે સોજો આ દુ:ખાવાનું કારણ બની શકે છે. તેના કારણે પીડિતને શ્વાલ લેતી વખતે, ખાંસતી વખતે કે છીંકતી વખતે તીવ્ર દુ:ખાવો થાય છે. વાયરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઉપરાંત પલ્મોનરી એમ્બોલિઝ્મ અને ક્યારેક-ક્યારેક કેન્સર કે રહ્યુમેટોઇડ આર્થ્રાઇટિસ પણ તેનું કારણ હોઇ શકે છે. ન્યુમોનિયા ફેફસામાં થનાર ઇન્ફેક્શન કે આવી સ્થિતિમાં છાતીમાં દુ:ખાવાનું કારણ બની શકે છે. તેના કારણે છાતીમાં તીવ્ર દુ:ખાવો અનુભવી શકાય છે.તાવ, ઠંડી લાગવી અને પાકી ગયેલ કફ તેના લક્ષણો હોઇ શકે છે. પલ્મોનરી હાઇપરટેન્શન એન્જાઇના જેવો દુ:ખાવો જે વાસ્તવમાં ફેફસાંની આર્ટરીજમાં અસામાન્ય હાઇ બ્લડ પ્રેસને કારણે થાય છે. આ સ્થિતિમાં હૃદયના જમણા ભાગને વધારે અને આકરી મહેનત કરવી પડે છે જેના કારણે દુ:ખાવો થાય છે. અસ્થમા ખાંસી, શ્વાસ લેવામાં સમસ્યા વગેરેની સાથે જ છાતીમાં દુ:ખાવો પણ આ પીડાના કારણે થઇ શકે છે. પેટનું એસિડ ગળા સુધી ઉછળવુ એસિડ રિફ્લ્કસના કારણે પેટનું એસિડ ગળા સુધી આવી જાય છે. તેનાથી ખાટા ઓડકાર સાથે છાતી અને ગળામાં બળતરા અને દુ:ખાવો અનુભવાય છે.સ્થૂળતા, ગર્ભાવસ્થા, ધૂમ્રપાન તથા તેલ-મસાલાયુક્ત આહાર તેમાં ટ્રિગરનું કામ કરી શકે છે. હાર્ટ અને ઇસોફેગસ એકબીજાની નજીકમાં જ હોય છે તેથી આ સ્થિતિમાં છાતીમાં દુ:ખાવો અનુભવાય છે. હાર્ટ એટેક અનેક વખત એ પણ જોવા મળ્યું છે કે દરદીને હાર્ટ એટેક આવી રહ્યો હોય છે પરંતુ તેને ગેસ છાતી તરફ ઉપર ચઢી ગયો છે એવું માની લેવામાં આવે છે. શું કરવું? ભલે છાતીનો દુ:ખાવો હંમેશા હાર્ટ એટેકને સંકેત ન હોય પરંતુ તેને ક્યારેય હળવાશથી લેવો ન જોઇએ. છાતીમાં દુ:ખાવાન પૂરતી તપાસ કરાવો અને જો કોઇ જ સમસ્યા ન જણાય તો ખુશી મનાવો. હર્નિયા આ સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે ભોજન બાદ પેટનો ઉપરનો ભાગ છાતીમાં નીચેની તરફ ધકેલવામાં આવે છે. તેનાથી હંમેશા રિફ્લક્સ જેવા લક્ષણો પેદા થાય છે જેમાં છાતીનો દુ:ખાવો પણ સામેલ હોઇ શકે છે. આ દુ:ખાવો સૂઇ જાવ ત્યારે તીવ્ર થઇ જાય છે. અન્નનળી સંકોચાઇ જવાની સમસ્યા અન્નનળીની માંસપેશીઓનું અનિયંત્રિત સંકોચન (સ્પાજમ) કે વધારે દબાળવાળા સંકોચનથી તકલીફ થઇ શકે છે. તેના કારણે પણ છાતીમાં દુ:ખાવો થઇ શકે છે. પેન્ક્રિયાટાઇટિસ છાતીમાં નીચેની તરફ અનુભવાતો દુ:ખાવો હંમેશા સીધા સૂઇ જવાથી વધી શકે છે અને આગળ ઝૂકવાથી તેમાં થોડી રાહત મળી શકે છે. ગોલબ્લેડરની સમસ્યા ફેટથી ભરપૂર ભોજન કર્યા બાદ છાતીમાં નીચેના ભાગ પર દુ:ખાવો કે પેટમાં જમણી તરફ અને ઉપરની તરફ દુ:ખાવો લક્ષણો હોઇ શકે છે. આ સિવાય પાંસળીઓની સમસ્યા, માંસપેશીઓમાં ખેંચ, શિંગલ્સ જેવી તકલીફોના કારણે પણ છાતીમાં દુ:ખાવો થઇ શકે છે.