Sardar Gurjari

સોમવાર, તા. ૨૨ ઓક્ટોબર, ૨૦૧૮, આસો સુદ ૧૩, વિ.સં. ૨૦૭૪, વર્ષ -૧૮, અંક - ૧૨૭

મુખ્ય સમાચાર :
બેડરૂમમાં કોઇ ત્રીજી વ્યક્તિ સૂવે તો પતિ-પત્ની વચ્ચે થાય છે ઝઘડો
ભારતીય વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો પણ લગ્નજીવનમાં પરેશાનીઓ રહે છે.
06/10/2018 00:10 AM Send-Mail
આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો તેમની વચ્ચે તાલમેલનો અભાવ હોય છે. પરંતુ ભારતીય વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો પણ લગ્નજીવનમાં પરેશાનીઓ રહે છે. જો તમારા મેરેજમાં પણ કેટલીક પરેશાનીઓ હોય તો વાસ્તુની આ ટિપ્સ ફોલો કરો, ચોક્કસ ફાયદો મળી શકે છે.

- જે પલંગ પર પતિ-પત્ની સૂતા હોય તેના પર કોઇ અન્યને સૂવા ન દેવુ જોઇએ. - પતિ-પત્નીના બેડરૂમમાં પલંગ અથવા પથારી બારી પાસે ન લગાવવી જોઇએ. તેનાથી સંબંધોમાં તણાવ અને અસહયોગ વધે છે. - જો બારી પાસે પલંગ રાખવો હોય તો માથા અને બારી વચ્ચે પડદો જરૂર નાખી દેવો જોઇએ. વાસ્તુ મુજબ તેનાથી નકારાત્મક ઊર્જાની ખરાબ અસર સંબંધો પર નથી થતી. - વાસ્તુ મુજબ ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગને પરસ્પર સંબંધો માટે એક્ટિવ માનવામાં આવે છે. એટલે આ ભાગમાં હકારાત્મક ઊર્જાને સક્રિય અને નકારાત્મક ઊર્જાને નિષ્ક્રિય કરવા માટે તમે જે પણ પ્રયાસ કરશો તે ખૂબ જ ફળદાયક સાબિત થાય છે. - બેડરૂમમાં એવી વસ્તુઓ ન રાખો, જે એકલતા અથવા નકારાત્મકતા દર્શાવે છે. જેમ કે ડૂબતી નાવની તસવીર. કામુક ચિત્રો, બિનજરૂરી સામાન, ગંદકી ફેલાવનારી વસ્તુઓ વગેરે. ધ્યાન રાખો બેડરૂમમાં પલંગના એકદમ સામે અરીસો પણ ન લગાવવો જોઇએ. નવદંપતી માટે પથારી પણ નવી હોવી જોઇએ. જો આ શક્ય ન હોય તો પ્રયાસ કરો કે આવી ચાદર અથવા પથારીનેઉપયોગમાં ન લેવાય જેમાં કાણું હોય અથવા તે ક્યાંયથી કપાયેલી કે ફાટેલી હોય.

- પતિ-પત્નીએ પલંગની નીચે કોઇ પણ સામાન ન રાખવો જોઇએ. પલંગની નીચેની જગ્યાને ખાલી રહેવા દેશો તો હકારાત્મક ઊર્જા સક્રિય રહેશે. - બેડરૂમમાં પ્રવેશ દ્વારવાળી દીવાલની સાથે તમારો બેડ લગાવીને રાખ્યો છે તો તેનાથી બચો. તેનાથી સંબંધોમાં તણાવ વધે છે. - પલંગ કાયમ સાફ રહેવો જોઇએ. તેનાથી સંબંધોમાં તાજગી બની રહે છે.