Sardar Gurjari

બુધવાર, તા. ૧૯ ડિસેમ્બર, ૨૦૧૮, માગશર સુદ ૧૧, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૧૮૨

મુખ્ય સમાચાર :
શનિવારે આટલું કરશો તો શનિદેવ તમારા પર મહેરબાન રહેશે
જ્યોતિષવિદ્દોના જણાવ્યા પ્રમાણે તમારે શનિદેવ મહારાજને ખુશ રાખવા હોય તો આ દિવસે કેટલાક ઉપાય તમારા માટે લાભદાયી સિદ્ઘ થશે
06/10/2018 00:10 AM Send-Mail
શનિવેદને ન્યાયના દેવતા માનવામાં આવે છે.તેઓ માણસના સારા-ખરાબ કામોનું ફળ આપે છે. જ્યારે તેમનો પ્રભાવ માણસ પર હોય તો જીવન અને તેમના ગ્રહોની ચાલ પર અસર પડે છે. માટે ઘણાં લોકો કાળી ગાયને બુંદીના લાડું ખવડાવીને તેમની પૂજા કરે છે.જેનાથી તેમનો શનિ દોષ દૂર કરવામાં રાહત મળે અને તેમનું જીવન સુખમય રહે. તમે શનિવારે આ કાર્યો કરશો તો શનિદેવ તમારા પર મહેરબાન રહેશે.

ગરીબને પરેશાન ના કરો ક્યારેય કોઇ ગરીબનું ખરાબ ના કરો. જે લોકો નાના અને ગરીબ લોકોને પરેશાન કરે છે તેમનાથી શનિદેવ હંમેશા નારાજ રહે છે.જો તમે શનિદેવના ક્રોધથી બચવા માગતા હોવ તો આ વાતનું ધ્યાન રાખો. પીપળાના ઝાડની પૂજા સાંજ પછી કોઇ સુમસામ જગ્યા પર પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો. જો આમ ના થઇ શકે તો કોઇ મંદિરમાં ઉગાડવામાં આવેલા પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવી શકો છે. તેનાથી રૂપિયાની મુશ્કેલી દૂર થશે. શનિદેવને તેલ ચઢાવવું શનિવારના દિવસે શનિદેવને તેલ ચઢાવવાનું ના ભૂલશો. શનિદેવને વાદળી રંગના ફૂલો ચઢાવો. પીપળાના ઝાડની પરિક્રમા પીપળાના ઝાડ પર જળ ચઢાવી શકો છો. જળ ચઢાવ્યા પછી સાત વખત પીપળાની પરિક્રમા કરો. કાળી ગાયની પૂજા શનિવારે કોઇ કાળી ગાયને કંકુ અને ચોખા ચઢાવો. આ પછી ગાયને બુંદીનો લાડું ખવડાવો અને તેની પરિક્રમા કરો. જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે આમ કરવાથી શનિ દોષ દૂર થાય છે.

આ પ્રયોગ પણ કરી શકો જો તમે આ ઉપાય ના કરી શકો તો દર શનિવારે કાળા તલની સાથે લોટ અને ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવો. આ ઉપાયથી પણ શનિદેવ ખુશ રહેશે.