Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
અહીં શિવના દર્શન કર્યા બાદ કોઇ જીવિત પરત નથી આવતું, રહસ્યમયી છે ગુફા
જમ્મુ-કાશ્મીર રાજ્યના જમ્મુથી થોડા અંતરે રયાસી જિલ્લો છે. આ જિલ્લામાં ભગવાન શિવનું ઘર કહેવાતી શિવ ખોડી ગુફા સ્થિત છે. આ ભગવાન શિવના પ્રમુખ પૂજનીય સ્થળોમાંથી એક છે. આ ગુફા વિશે કહેવાય છે કે આ ગુફામાં ભગવાન શિવ સાક્ષાત્ બિરાજમાન છે
06/10/2018 00:10 AM Send-Mail
ભગવાન શિવ સાથે જોડાયેલા તીર્થોની વાત થાય ત્યારે સામાન્ય રીતે કેદારનાથ અને અમરનાથનું નામ સૌથી પહેલા તમને યાદ આવશે, પરંતુ શું તમે જાણો છો કે અમરનાથની ગુફામાં જ નહીં, શિવ અન્ય એક ગુફામાં પણ રહે છે. જી હાં, અમરનાથ પહેલા એક અન્ય શિવ ગુફા છે, જેમાં ભગવાન શિવ સહપરિવાર વિરાજે છે તેવી ધાર્મિક માન્યતા છે. જાણો કોઇ છે આ ગુફા અને તેનું શું ખાસ મહત્વ છે.

જમ્મુ-કાશ્મીર રાજ્યના જમ્મુથી થોડા અંતરે રયાસી જિલ્લો છે. આ જિલ્લામાં ભગવાન શિવનું ઘર કહેવાતી શિવ ખોડી ગુફા સ્થિત છે. આ ભગવાન શિવના પ્રમુખ પૂજનીય સ્થળોમાંથી એક છે. આ ગુફા વિશે કહેવાય છે કે આ ગુફામાં ભગવાન શિવ સાક્ષાત બિરાજમાન છે અને આ ગુફાનો બીજો છેડો અમરનાથ ગુફાને મળે છે. પવિત્ર ગુફા શિવ ખોડીની લંબાઇ ૧૫૦ મીટર હોવાનું કહેવાય છે. આ ગુફાની અંદર ભગવાન શિવનું ૪ ફૂટ ઊંચુ શિવલિંગ છે. આ શિવલિંગ પર પ્રાકૃતિક રીતે જ પવિત્ર જળનો ધોધ હંમેશા પડતો રહે છે. શિવલિંગ સાથે જ આ ગુફામાં પિંડો વિરાજિત છે. આ પિંડોને શિવ, માતા પાર્વતી, ભગવાન કાર્તિકેય અને ગણપતિના રૂપમાં પૂજાય છે.

એવી આસ્થા છે કે પિંડના રૂપમાં ગુફામાં વિરાજિત પરિવાર સહિત શિવ દર્શન કરવા પર પોતાના ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે. ધાર્મિક કથા છે કે આ ગુફાને સ્વંય ભગવાન શંકરે બનાવી છે. આ ગુફાને બનાવવાનો હેતુ ભસ્માસુરને પાઠ ભણાવવાનો હતો. પૌરાણિક કથા અનુસાર ભસ્માસુરે ઘોર તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. તેણે શિવજી પાસેથી વરદાન માંગ્યું કે તે જેના પર હાથ મૂકશે તે ભસ્મ થઇ જશે. શિવજીએ જેવું તેને વરદા આપ્યું, રાક્ષસ શિવજીને ભસ્મ કરવા માટે દોડવા લાગ્યો. ભસ્માસુરથી બચવા માટે શિવજીને તેની સાથે યુદ્ઘ કરવું પડ્યું. રણસુ કે રનસુ તે જ જગ્યા છે, અહીં ભગવાન શિવ અને ભસ્માસુર વચ્ચે ભીષણ યુદ્ઘ થયું હતું. આ યુદ્ઘના કારણે જ ક્ષેત્રનું નામ રણસુ પડ્યું. યુદ્ઘ દરમિયાન ભસ્માસુર હાર માનવા તૈયાર નહોતો અને શિવજી તેને મારી નહોતા શકતા કારણ કે તેમણે પોતે જ ભસ્માસુરને અભયનું વરદાન આપ્યું હતું. ભસ્માસુરને પાછળ છોડવા માટે ભગવાન શિવ એવી જગ્યા શોધી રહ્યા હતાં જ્યાં ભસ્માસુર તેમને શોધી ન શકે. ત્યારે શિવજીએ પહાડની વચ્ચે ગુફા બનાવી અને તેમાં સંતાઇ ગયા. ખુદ ભગવાન શિવે ગુફાનું નિર્માણ કર્યું હોવાથી તેને શિવ ખોડી ગુફા કહે છે. ભગવાન શિવને આવી રીતે ગુફામાં સંતાયેલા જોઇને ભગવાન વિષ્મુએ મોહિની રૂપ ધારણ કરીને ભસ્માસુર પાસે ગયા હતાં. મોહિની રૂપ જોઇને ભસ્માસુર બધુ ભૂલી ગયો અને પ્રેમાંધ થઇ મોહિની સાથે નૃત્ય કરવા લાગ્યો. નૃત્ય દરમિયાન તેણે પોતાના જ મસ્તક પર હાથ મૂકી દીધો અને ભસ્મ થઇ ગયો. ભસ્માસુરે પોતાને ભસ્મ કર્યા બાદ શિવ ગુફામાંથી બહાર આવ્યા. શિવજી દ્વારા નિર્મિત આ ગુફાનો છેડો દેખાતો નથી. માન્યતા છે કે જે પણ કોઇ ગુફામાં સ્થિત શિવલિંગ અને પિંડોના દર્શન કરીને ગુફામાં આગળ વધે છે, ક્યારે પાછો નથી ફરતા. કહેવાય છે કે ગુફા બે ભાગોમાં વિભાજિત છે, જેનો એક છેડો અમરનાથ ગુફામાં ખુલે છે જ્યારે બીજો છેડા વિશે કોઇ જાણકારી નથી. માન્યતા છે કે ગુફાની અંદર સ્વંય શિવજી સાક્ષાત વિરાજમાન છે. શિવ ખોડી જવા માટે જમ્મુ અથવા કટરા બન્ને જગ્યાથી રૂટ લઇ શકો છો. જમ્મુથી રણસૂનું અંતર લગભગ ૧૪૦ કિ.મી. છે અને કટરાથી ૮૦ કિ.મી. છે. પછી રણસૂથી શિવ ખોડી જવા માટે લગભગ ૩થી ૪ કિ.મી.નું ચઢાણ કરવું પડે છે. જે લોકોને ચાલવામાં મુશ્કેલી પડે તેઓ ખચ્ચર લઇ શકે છે.