Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
મેથડ એક્ટિંગ દ્વારા કમાલ કર્યું આ કલાકારોએ...
મોટાભાગના કલાકારો દિગ્દર્શકોની સૂચનાઓનું પાલન કરતા હોય છે પણ કેટલાક કલાકારો એવા હોય છે જે પોતાના પાત્રને અસરદાર બનાવવા માટે ખાસ્સી મહેનત કરતા હોય છે.
05/10/2018 00:10 AM Send-Mail
અભિનયનાં ક્ષેત્રમાં જ્યારે કોઇ પ્રવેશ કરે ત્યારે તેને કેટલીક અલગ પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે મોટાભાગનાં કલાકારો પોતાનું કામ કરતા હોય છે અને દિગ્દર્શકોની સુચનાઓનું પાલન કરતા હોય છે.પણ કેટલાક કલાકાર એવા હોય છે જે પોતાના પાત્રને અસરદાર બનાવવા માટે ખાસ્સી મહેનત કરતા હોય છે.બોલિવુડમાં આમિરખાનને એ પ્રકારનો અભિનેતા માનવામાં આવે છે જે પોતાના પાત્ર માટે ખાસ્સી મહેનત કરે છે તેણે ગઝની માટે જે તૈયારીઓ કરી હતી તેની તો ખાસ્સી ચર્ચાઓ થઇ હતી.આ પ્રકારના કલાકારોને મેથડ એકટર કહેવાય છે બોલિવુડમાં સંજીવકુમાર, આમિરખાન એ પ્રકારનાં કલાકારો હતા તો હોલિવુડમાં પણ ઘણાં કલાકારો એવા છે જેમણે મેથડ એકટિંગને જીવંત રાખી છે.તેઓ પાત્રમાં પુરેપુરા ઢળી જતા હોય છે તે માટે શરીરને સ્નાયુબદ્ધ બનાવવું હોય તો તેઓ જિમમાં જઇને પરસેવો પાડે છે અને ક્યારેક વજન ઘટાડવા માટે પણ એટલી જ મહેનત કરતા હોય છે.નાતાલી પોર્ટમેનને કોણ ઓળખતું નથી તેણે પોતાના બ્લેક સ્વૉનનાં પાત્રને અસરકારક બનાવવા માટે ખાસ્સી મહેનત કરી હતી.ફિલ્મમાં તેણે બેલે ડાન્સરની ભૂમિકા ભજવી હતી.તેણે આ માટે બેલે ડાન્સ શિખ્યો હતો અને પાત્રને વધારે નિખારવા માટે તેણે વીસ પાઉન્ડ જેટલું વજન પણ ઘટાડયું હતું અને તેની મહેનત રંગ લાવી હતી તેને આ ભૂમિકાએ ઓસ્કાર અપાવ્યો હતો.વી ફોર વેન્ડેટા માટે તેણે પોતાના સુંદર વાળનું પણ બલિદાન આપ્યું હતુંં.

ધ માસ્કથી જિમ કેરી બહુ ખ્યાતિ પામ્યો હતો જેમાં તેણે કોમેડીને અલગ જ સ્વરૃપ આપ્યું હતું પણ નવાઇની વાત એ છે કે સામાન્ય જીવનમાં તે પણ અન્ય જેવો જ છે.આ ઉપરાંત ૧૯૯૯માં આવેલી મેન એટ ધ મુનનું પાત્ર પણ યાદગાર બન્યું હતું જિમે સ્વીકાર કર્યો હતો કે તેણે આ પાત્રને સાકાર કરવા માટે ખાસ્સી મહેનત કરી હતી અને તે તેમાં પુરેપુરો ઓતપ્રોત થઇ ગયો હતો.તે નોર્મલી પણ પેલા પાત્રએ ધારણ કરેલા સનગ્લાસ પહેરી રાખતો હતો અને સેટ પર પણ પોતાના સાથીઓ સાથે પેલા પાત્રની સ્ટાઇલમાં જ વાત કરતો હતો.

જ્યારે ક્રિસ્ટીન બેલે ટર્મિનેટર સાલ્વેશન કરી ત્યારે તે હંમેશા લોકો સાથે અમેરિકન ઉચ્ચારો સાથે જ વાત કરતો હતો આમ તો તે વેલ્શનો રહેવાસી છે અને ત્યાં અલગ રીતે ઉચ્ચારણ કરાતા હોય છે.જો કે તેણે પોતાના પાત્રને સાકાર કરવા માટે અનેક વખત પોતાનું વજન ઘટાડયુ અને વધાર્યુ છે.ધ મશીનિસ્ટ માટે તો તેણે પોતાનું વજન ખાસ્સુ ઘટાડી દીધું હતું.અમેરિકન સાયકો દરમિયાન તે બીજાઓથી તદ્દન દુર થઇ ગયો હતો. સિત્તેરના દાયકાની વાત કરીએ તો ડસ્ટીન હોફમેન એવો કલાકાર હતો જે પોતાના પાત્રને સાકાર કરવા માટે અલગ અલગ પ્રયોગો કરતો હતો.તેની આ મેડનેશને જોઇને ઓલિવર તેને હંમેશા કહેતો હતો કે યાર ક્યારેક તો એકટિંગને ટ્રાય કર.આ જ વાત એક વાત પ્રાણે દિલિપકુમાર માટે કરી હતી.ફિલ્મનાં સેટ પર જ્યારે દિલિપ પાત્રને સાકાર કરવા માટે અલગ જ મહેનત કરતો ત્યારે પ્રાણે તેમને કહ્યું હતું કે યુસુફસાબ કભી એકટિંગ ભી ટ્રાય કર લિયા કરો. જ્યારે રેની જેલ્વેગરને સિંગલટન બ્રિજેટ જોન્સનાં પાત્ર માટે પસંદ કરાઇ ત્યારે લોકોએ તેનાં દેખાવ અને તેના ઉચ્ચારણો અંગે ખાસ્સી કોમેન્ટો કરી હતી અને રેનીએ પણ તેને સુધારવા માટે ખાસ્સી મહેનત કરી હતી અને લંડનનાં ઉચ્ચારણો માટે તેણે કોચિંગ કર્યુ હતું અને વજન પણ ઘટાડયું હતું.તે ત્રણ અઠવાડિયા લંડન પબ્લિસિંગ હાઉસમાં ગઇ હતી અને ત્યાંનાં માહોલનો અભ્યાસ કર્યો હતો.તેની આ મહેનત રંગ લાવી હતી અને ફિલ્મ અને તેની સિકવલ બંનેને ખાસ્સી સફળતા હાંસલ થઇ હતી. દિલિપકુમારને એક ફિલ્મમાં સિતાર વગાડવાનું દૃશ્ય કરવાનું હતું જે સારી રીતે થાય તે માટે તેમણે ઉસ્તાદ પાસે સિતાર વગાડવાની પ્રેકટિસ કરી હતી જેમાં તેમની આંગળીઓને ઇજા પણ પહોંચી હતી આ જ પ્રકારનું કાર્ય જેકવિન ફિનિક્સે પોતાની ફિલ્મ વોક ધ લાઇન માટે કર્યુ હતું તેણે જહોની કેશને સાકાર કરવા માટે રીતસર ગિટાર વગાડવાની પ્રેકટિસ કરી હતી.બેટમેનનું જોકરનું પાત્ર હોલિવુડમાં દંતકથારૃપ મનાય છે અને આ પાત્રને સાકાર કરવા માટે હીથ લેઝરે ભયંકર મહેનત કરી હતી.તેણે લંડનમાં એક હોટેલનાં રૃમમાં તેની જાતને એક મહિના સુધી બંધ કરી દીધી હતી અને જોકરને સાકાર કરવા માટે પરિશ્રમ કર્યો હતો.તેણે ત્યારે પાત્રનાં અવાજ માટે અલગ અલગ પ્રયોગો કર્યા હતા તે કોમિક્સ બુક વાંચતો હતો અને નાનામાં નાની બાબતને નોંધતો હતો.જો કે આ ફિલ્મ તેના માટે અંતિમ સાબિત થઇ હતી તે ફિલ્મનું શુટિંગ પુરૃ થયા બાદ પોતાના રૃમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. હોલિવુડમાં મેથડ એકટિંગનો આરંભ માર્લોન બ્રાન્ડોએ કર્યો હતો. અ સ્ટ્રીટ કાર નેમ્ડ ડિઝાયર અને ધ વાઇલ્ડ વન જેવી ફિલ્મો તેના નામે નોંધાયેલી છે.તેની પહેલી ફિલ્મ ધ મેનનું શુટિંગ ૧૯૫૦માં થયું હતું.જેમાં તેણે લકવાગ્રસ્ત વ્યક્તિની ભૂમિકા ભજવી હતી જે માટે તે બે અઠવાડિયા હોસ્પિટલમાં રહ્યો હતો અને વ્હીલચેરનો ઉપયોગ કરતા શિખ્યો હતો.જો કે સેટ પર ગયા બાદ તેની સાથે ગરબડો થતી હતી તે પોતાના ડાયલોગ ભૂલી જતો હતો અને સાથી કલાકારો સાથે પણ યોગ્ય રીતે સંવાદ સાધી શકતો ન હતો.જો કે એકવાર કેમેરા શરૃ થયા બાદ તે અલગ માર્લોન બની જતો હતો. ડેનિયલ લ્યુઇસને તેનાં અબ્રાહમ લિંકનનાં પાત્ર માટે સદા યાદ રાખવામાં આવશે જેણે હોલિવુડમાં માર્લોનની મેથડ એકટિંગની પરંપરાને જીવંત રાખી છે.તેને આ રોલ માટે પસંદ કરાયો ત્યારથી જ તેણે લિંકનની જેમ જ રહેવાનું શરૃ કર્યુ હતું.તે તેના મેસેજનાં અંતે હંમેશા કમાંડર ઇન ચીફ લખતો હતો તેની બોલવાની અને હાવભાવની રીત પણ લિંકન જેવી જ રહેતી હતી.જ્યારે શુટિંગ ચાલતું ત્યારે તે લોકોને હંમેશા તેને મિ.પ્રેસિડેન્ટ તરીકે જ બોલાવવાનો આગ્રહ રાખતો હતો.જો કે તેણે આવી જ મહેનત ગેંગ્સ ઓફ ન્યુયોર્ક અને માય લેફટ ફુટ માટે પણ કરી હતી. મેથડ એકટિંગનો કોઇ બેતાજ બાદશાહ હોય તો તે છે રોબર્ટ ડી નીરો.તેણે રેજિંગ બુલ માટે બોકસિંગ શીખી હતી.તો ટેક્સી ડ્રાઇવર માટે કેબ ડ્રાઇવિંગ શીખી હતી તે ગોડફાધર માટે સિસલી ગયો હતો અને ત્યાં રહ્યો હતો.જ્યારે તેણે મીટ ધ પેરેન્ટમાં સાયકોટિક પિતાનંું પાત્ર ભજવ્યું ત્યારે તેણે બાળકોને મેન્ટલી ટોર્ચર કરવાની રીત શીખી હતી.જો કે તેની આ મહેનતને કારણે જ તેને માત્ર હોલિવુડનો જ નહી વિશ્વનો ઉત્તમ અભિનેતા માનવામાં આવે છે.