Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
ફિલ્મની સફળતામાં સિંહ ફાળો આપતા કોરિયોગ્રાફર
ગમે તેવો ખમતીધર કલાકાર હોય તેને ફિલ્મોમાં કોરિયોગ્રાફરના ઇશારે તો નાચવું જ પડતું હોય છે. આજના સમયમાં બોલીવુડમાં કોરિયોગ્રાફરનું મહત્વપૂર્ણ સ્થાન છે અને ફિલ્મની સફળતામાં તેમનો પણ સિંહફાળો રહેતો હોય છે
05/10/2018 00:10 AM Send-Mail
ભારતમાં સિનેમા જગતની શરૂઆત થઇ ત્યારથી ફિલ્મમાં સંગીત અને નૃત્યન ભૂમિકા મહત્વન બની રહી છે. કેટલીક વાર ફિલ્મનું સંગીત જ ફિલ્મને સફળતા અને નિષ્ફળતા અપાવે છે. આમ તો પાશ્ચાત્ય ફિલ્મોની અસર પહેલેથી ભારતીય ફિલ્મો પર રહી છે પણ આ એક વિભાગ એવો છે જેને આપણે આપણો કહી શકીએ. સમય બદલાતો ગયો તેમ તેમ ફિલ્મોમાં કોરિયોગ્રાફર પણ મહત્વના અંગ બનતા ગયા છે. પોતાના જમાનાના જાણીતા નૃત્ય કલાકારોએ પણ ફિલ્મોમાં નૃત્ય દિગ્દર્શન કર્યું છે. કેટલાકે અભિયન પણ કર્યો હતો. ભારતીય દર્શકોને હંમેશાથી અભિનેત્રીઓના ઠુમકા આકર્ષિત કરતાં હોય છે તેથી લોકો માધુરી અને શ્રીદેવીના ઠુમકા અને ડાન્સ જોવા માટે થિયેટરોમાં જવાનું પસંદ કરતાં હતાં. માધુરી અને શ્રીદેવી હંમેશા નૃત્યમાં પહેલા નંબરે આવે છે. માધુરીએ ‘અબોધ’ ફિલ્મ થકી બોલીવુડમાં પર્દાપણ કર્યું હતું પણ ઘણી ફિલ્મોમાં તેની નોંધ પણ લેવાઇ ન હતી પરંતુ ‘તેજાબ’ના ‘એક દો તીન...’ બાદ તો તે રાતોરાત સુપરસ્ટાર બની ગઇ હતી અને ત્યારબાદ પણ તેના કેટલાક ડાન્સ ગીતો આજે પણ જોવા ગમે તેવા બન્યા છે. રણબીર સાથે પણ તેણે ‘મેરા ઘાઘરા...’ ગીત કર્યું ત્યારે દર્શકોને લાગ્યું કે ૪૮ વર્ષે પણ માધુરીનો જાદુ પહેલા જેવો જ છે.

શ્રીદેવીને આપણે ઓલરાઉન્ડર અભિનેત્રી કહી શકીએ. તેનો અભિનય તો ઉત્તમ હતો જ પણ સાથોસાથ તે સારી ડાન્સર પણ હતી. જીતેન્દ્ર સાથેની તેની મોટાભાગની ફિલ્મોમાં તેણે આ પ્રકારના ડાન્સ ગીતો આપ્યા હતાં. હાલમાં આ મામલે એશ્વર્યા અદ્ભુત છે જેણે અનેક ફિલ્મોમાં ઉત્તમ ડાન્સ કર્યો છે. જો કે અત્યારની અભિનેત્રીઓ માધુરી કે શ્રીદેવી જેવા ઠુમકા લગાવી શકતી નથી.

વર્ષો પહેલાની વાત કરીએ તો લોકપ્રિય અદાકાર જોહરા સહગલે ફિલ્મોમાં પોતાના કેરિયરની શરૂઆત કોરિયોગ્રાફર તરીકે કરી હતી. તેમણે ૧૯૫૧માં બનેલ ગુરૂદત્તની ફિલ્મ ‘બાજી’, રાજકપૂરની ફિલ્મ ‘આવારા’ અને બીજી પણ કેટલીક ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી હતી. ગુરૂદત્તે પણ પ્રભાત ફિલ્મ કંપની દ્વારા કોરિયોગ્રાફરથી પોતાના કરિયરની શરૂઆત કરીને એક્ટરથી લઇ ડાયરેક્ટર, પ્રોડ્યુસર બન્યા હતાં. ફેમસ કથક ડાન્સર ગોપી કિશન મહારાજે હિન્દી ફિલ્મોમાં પોતાના કેરિયરની શરૂઆત ૧૯૫૦માં મધુબાલાની ફિલ્મ ‘સાકી’માં યંગેસ્ટ કોરિયોગ્રાફર તરીકે કરી હતી. ‘દાસ્તાન’, ‘મહેબૂબા’, ‘ઉમરાવ જાન’ જેવી કેટલીય સફળ ફિલ્મોના ગીતો માટે કોરિયોગ્રાફરનું કામ કર્યું છે. વૈજયંતિ માલા જેવી કથક ડાન્સરે પણ પોતાના કરિયરની શરૂઆત કોરિયોગ્રાફર બનીને કરી હતી. ફિલ્મોમાં સેમી ક્લાસિકલ ડાન્સ શરૂ કરવાનો શ્રેય વૈજયંતિ માલાને જાય છે. લચ્છૂ મહારાજ વિના તો આપણે કોરિયોગ્રાફરની વાત પણ કરી શકતાં નથી. તેમણે બોલીવુડના કલાકારોને રૂપેરી પડદે ખૂબ નચાવ્યા છે. કથક પરિવારના લોકપ્રિય બિરજૂ મહારાજે કલાકારોને પોતાના આંગળીઓને ઇશારે નચાવ્યા હતાં. તે સત્યજીત રેની ફિલ્મ ‘શતંરજ કે ખિલાડી’ સાથે જોડાયા અને ૨૦૦૨માં બનેલ ફિલ્મ ‘દેવદાસ’માં કોરિયોગ્રાફર બન્યા હતાં. ચિન્ની પ્રકાશે ફિલ્મમાં કોરિયોગ્રાફીની શરૂઆત ૧૯૬૨માં ‘રાખી’ ફિલ્મથી કરી હતી અને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સિંઘમ રિટનર્સ’માં પણ ચિન્ની પ્રકાશે કોરિયોગ્રાફી કરી હતી. ‘ઉમરાવ જાન’ માટે ચિન્ની પ્રકાશને બેસ્ટ કોરિયોગ્રાફીનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. જ્યારથી ફિલ્મ નિર્માણનું કામ શરૂ થયું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી ફિલ્મોમાં ડાન્સની પણ શરૂઆત થઇ હતી. શરૂઆતના દાયકામાં રૂપેરી પડદે દર્શકો ક્લાસિકલ ડાન્સને વધારે પસંદ કરતાં હતાં. જોકે સાથોસાથ કેબ્રે, હીપહોપ અને અન્ય પાશ્ચાત્ય ડાન્સ પણ ફિલ્મોનો મહત્વનો અંગ હતાં. હેલનને તેના કારણે જ લોકપ્રિયતા હાંસલ થઇ હતી. જય શ્રી ટી અને પદ્મા ખન્ના પણ આ પ્રકારના ગીતો માટે જાણીતા હતાં. પુરૂષ કલાકારોમાં શમ્મી કપૂરે પોતાના લટકા ઝટકાં વડે પોતાનો આગવો પ્રશંસક વર્ગ ઉભો કર્યો હતો. મજાની વાત એ છે કે ત્યારે જે સૌથી લોકપ્રિય હતાં તે દિલીપ, રાજ અને દેવ આનંદ સારા ડાન્સર ન હતાં. પરિણામે શમ્મીને ખાસ્સી લોકપ્રિયતા મળી હતી, કારણ કે તેઓ આસાનીથી ડાન્સ કરી શકતા હતાં. પ્રભુદેવા જેવા કલાકારો સારા ડાન્સર હતાં પણ તેમને સફળતા મળી નથી પણ કોરિયોગ્રાફર તરીકે તેમને ખાસ્સી સફળતા મળી છે. ત્યારપછી મિક્સ ડાન્સની શરૂઆત થઇ જેનો શ્રેય ચિન્ની પ્રકાશ અને સરોજ ખાન જેવા કોરિયોગ્રાફરને ફાળે જાય છે. જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ કોરિયોગ્રાફરની શૈલીમાં પણ પરિવર્તન આવવા લાગ્યું. નવા નવા રૂપમાં ડાન્સ થવા લાગ્યો અને દર્શકો પણ આ ડાન્સને પસંદ કરવા લાગ્યા. અત્યારે ડાન્સ માટે જે જગ્યા છે તે પહેલાના સમયમાં કોરિયોગ્રાફરને મળી ન હતી. તેનું એક કારણ હતું કે પહેલાના સમયમાં કેટલાક કલાકારો એવા હતાં જે જેમને ડાન્સ કરતાં આવડતું ન હતું. ત્યારે કલાકારની ક્ષમતા મુજબ ડાન્સ નક્કી કરવામાં આવતો હતો. ધર્મેન્દ્ર, દેવ આનંદ, હેમા માલિની, રાજેશ ખન્ના, મધુબાલા, રેખા જેવા કલાકારોમાં રેખા અને હેમા માલિનીને ઉત્તમ ડાન્સર કરી શકાય પણ ધર્મેન્દ્ર અને રાજેશ ખન્ના પોતાના સમયના લોકપ્રિય અભિનેતા હતાં પણ તેમની પાસે ડાન્સની ક્ષમતા ન હતી. તેમની પાસે સાદા સ્ટેપ કરાવવામાં પણ કોરિયોગ્રાફરને પરસેવો પડી જતો હતો. કેટલીક કોરિયોગ્રાફરની જોડીઓ પણ બની હતી. પરંતુ અત્યારે પ્રભુદેવા, સરોજ ખાન, શ્યાકમ ડાવર, ગણેશા આચાર્ય, વૈભવી મર્ચન્ટ, રેમો ડિસૂજા, ગીતા કપૂર અને ફરાહ ખાન એવા કોરિયોગ્રાફર છે જેમના ઇશારે કલાકારો ડાન્સ કરે છે. આ કોરિયોગ્રાફરો તેમના કરિયરને ઊંચા શિખરે લઇ જવાનું કામ કરે છે. સિનેમા જગતમાં દરેક માટે સમાન સંભાવના છે. તેથી મુંબઇમાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે કેટલાક યુવાન અને યુવતીઓ દરરોજ આવતા હોય છે. તેમાંથી કેટલાક અભિનેતા કે અભિનેત્રી બનાનું પોતાનું સપનું સાકાર કરી શકે છે તો કેટલાક મુંબઇમાં અન્ય કામ શોધી લેતા હોય છે. છત્તીસગઢના રાયપુરમાં કામ કરી રહેલા મનોજ કુમાર હવે બોલીવુડના કલાકારોને પણ ડાન્સ શીખવાડ ેછે. તેઓ પ્રોડ્યુસર સુરજ પુરોહિતની ફિલ્મમાં કોરિયોગ્રાફી કરી રહ્યાં છે. મનોજ કુમારને બોલીવુડની ફિલ્મમાં કોરિયોગ્રાફરનું કામ મળ્યું હોવાથી તે ઉત્સાહિત છે.