Sardar Gurjari

સોમવાર, તા. ૨૨ ઓક્ટોબર, ૨૦૧૮, આસો સુદ ૧૩, વિ.સં. ૨૦૭૪, વર્ષ -૧૮, અંક - ૧૨૭

મુખ્ય સમાચાર :
વરૂણ ધવન બોલીવુડનું હિટ મશીન
વરૂણ ધવન બોલીવુડમાં સતત ૧૧ સફળ ફિલ્મો આપી ચૂક્યો છે. મજેદાર વાત તો એ છે કે તેણે અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં એક પણ નિષ્ફળ ફિલ્મ આપી નથી
05/10/2018 00:10 AM Send-Mail
ેકપ્રિય કલાકાર છે જેણે અત્યારસુધી જેટલી ફિલ્મો કરી છે તે તમામ સુપરહીટ નિવડી છે.તે સતત અગિયાર ફિલ્મો સુપરહીટ આપી ચુક્યો છે.હાલમાં રજુ થયેલી તેની સુઇ ધાગા પણ બોકસ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે.આ ફિલ્મની સફળતાની સાથે જ વરૃણ માટે હિટ મશીન જેવો શબ્દપ્રયોગ થઇ રહ્યો છે. વરૃણે સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાની કારકિર્દીનો આરંભ કર્યો હતો અને તે ઇન્ડસ્ટ્રીમાં છ વર્ષ પુરા કરી ચુક્યો છે જેમાં તેણે અગિયાર હીટ ફિલ્મો આપી છે.તેમાંય વરૃણે પોતાની અભિનય પ્રતિભાનાં બળે ખાસ્સી પ્રસંશા પ્રાપ્ત કરી છે.દુલ્હનિયા સિરીઝમાં તે એક રોમેન્ટીક હીરો તરીકે હીટ રહ્યો હતો તો બદલાપુરમાં તેણે એંગ્રીયંગમેનની ભૂમિકા ભજવી હતી.

હાલમાં જ સુજીત સરકારની ઓકટોબરમાં તેણે એક ભાવનાત્મક યુવકની ભૂમિકા કરીને પ્રસંશા પ્રાપ્ત કરી હતી.વરૃણની એબીસીડી ટુ, દિલવાલે, ઢિશુમ, બદ્રીનાથ કી દુલ્હનિયા અને જુડવા ટુ સો કરોડની કલબમાં સામેલ છે અને હાલમાં રજુ થયેલી તેની સુઇ ધાગા પણ બોકસ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. યુવા અભિનેતા રોજ કિકબોક્સિંગની પ્રેક્ટિસ કરે છે.વરુણે ૨૦૧૨માં 'સ્ટુડન્ટ ઓફ ધ યર' ફિલ્મથી રૃપેરી પડદા પર આગમન કર્યું હતું. ત્યારબાદ એની ફિલ્મો આવી હતી - 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા', 'મૈં તેરા હીરો', 'બદલાપુર', 'એબીસીડીઃ એની બોડી કેન ડાન્સ-૨', 'દિલવાલે', 'ઢીશૂમ', 'બદ્રીનાથ કી દુલ્હનિયા', 'જુડવા-૨'.આગામી નવી હિન્દી ફિલ્મ 'સુઈ ધાગા'ની સહ-અભિનેત્રી અનુષ્કા શર્માએ વરુણને આમ ટ્વીટ કરીને એને જન્મદિનની શુભેચ્છા આપી છે.વરુણ ધવનની કારર્કિદી પૂરપાટ ગતિએ આગળ વધી રહી છે. બદલાપૂર અને ઓક્ટોબર જેવી ગંભીર અને પડકારજનક ફિલ્મોમાં પણ એણે પોતાનો જાદુ વિખેર્યો છે તો હમ્પટી શર્મા અને જુડવા-ટુ જેવી કમર્શિયલ ફિલ્મો કરી લોકોને મનોરંજન પૂરું પાડયું છે. પરંતુ બોલીવુડમાં પ્રાપ્ત થયેલી સફળતાથી એ છકી નથી ગયો. એના પગ જમીન પર છે એની પ્રતીતિ ચાહકોને સતત કરાવતો રહે છે. એના ચાહકોની સેલ્ફીની માંગ એ ઠુકરાવતો નથી અને અમુક જાહેર સ્થળોએ ચાહકો અભિવાદન કરે તો સ્મિત સાથે એને સ્વીકારે છે. એ માને છે કે આ પ્રકારની વર્તણૂકથી ચાહકો ખુશ થઈ જતા હોય તો એમા ખોટું શું છે. છ વર્ષ અગાઉ કારકિર્દીની શરૃઆત કરનાર વરુણમાં અભિનયનો કીડો છે. એ કહે છે કે માત્ર નાણા કમાવવાનો આશય હોત તો અભિનય ન કરતાં નિર્માતા બન્યો હોત.

વરુણ કહે છે કે ઓક્ટોબર એક સફળ ફિલ્મ પૂરવાર થઈ છે. આ ફિલ્મની પ્રમોશન ટીમનો હિસ્સો એ ન બન્યો એ શૂજીત સરકારની વ્યૂહ રચના હતી. એને ચિંતા હતી કે વરુણ પ્રમોશનનો મોટો હિસ્સો બનશે તો દર્શકોની અપેક્ષાઓ વધી જશે. ઓક્ટોબર એક ગંભીર લવસ્ટોરી હતી અને એની છાપ ટોમબોય પ્રકારની વધુ છે. એણે કારકિર્દીના શરૃઆતના તબક્કાથી ફિલ્મો અને પાત્રની પસંદગી ચીવટપૂર્વક કરી છે. એની મહત્તમ ફિલ્મો કમર્શિયલ હોવા છતા એણે બોલીવુડના પરંપરાગત હીરોને છાજે એવો અભિનય નથી કર્યો. હીરો હંમેશા કોઈકનું જીવન બચાવે એ જરૃરી નથી. હિન્દી સિનેમામાં હીરોની વ્યાખ્યા ઝડપભેર બદલાઈ રહી છે. એની બીજી ફિલ્મ મૈ તૈરા હીરોમાં પણ એની ભૂમિકા સહેજ હટ કે કહી શકાય એ પ્રકારની હતી. એબીસીડી-ટુ, હમટી શર્મા કી દુલ્હનીયા જેવી ફિલ્મોમાં પણ એણે એક સામાન્ય માનવીને છાજે એ પ્રકારની ભૂમિકા આત્મસાત કરી હતી. વરુણ કહે છે કે મુખ્યપ્રવાહ અને વાસ્તવવાદી ફિલ્મોમાં કામ કરી એણે સ્વંય માટે એક પ્રકારનું સંતુલન જાળવ્યું છે. જોકે ફિલ્મના પરદા પર ઓર્ડિનરી મેનને સાકાર કરવો એને હંમેશા વધુ પડકારજનક લાગ્યું છે. એક કલાકાર તરીકે દિગ્દર્શક હંમેશા શું પહેરવું, શું બોલવું અને ક્યારે બોલવું ઈત્યાદિ સૂચનાઓ આપતા હોય છે. જેથી કલાકારની એક છબિ ઉપસે છે. ઓક્ટોબરમાં એણે આ છબિને ફ્રેંકી વાસ્તવિક વરુણ ધવનને પરદા પર ઉજાગર કરવાનો હતો. ઓક્ટોબરના શૂટીંગ માટે એણે ૪૦ દિવસ ફાળવ્યા હતા. અને આ શેડયૂલના અંતે એ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. વરુણ કહે છે હવે સ્પર્ધાની વ્યાખ્યા પણ બદલાઈ ગઈ છે. એ સ્વીકારે છે કે એની પેઢીના ઘણા કલાકાર છે જે ખરા અર્થમાં પ્રતિભાશાળી છે. પરંતુ જુડવા-ટુ અને ઓક્ટોબર જેવી અત્યંત વિરોધાભાસી કહી શકાય એવી ફિલ્મો એની પેઢીના અન્ય કોઈ કલાકારએ નથી કરી. પાત્રની પસંદગી કરવાના નિર્ણય માત્ર એ પોતે લે છે. અલબત્ત એ અન્ય કલાકાર પાસેથી પ્રેરણા જરૃર લે છે. બજરંગી ભાઈજાનમાં સલમાનનું અને થ્રી ઈડિયટમાં આમીરનું કામ જોઈને એને પ્રેરણા મળે છે. આ પ્રકારની ફિલ્મ એને ફાળે આવે એવી એની ઈચ્છા છે. વરુણ કહે છે હવેના સમયએ કલાકારોના જીવન સમક્ષ એક નવા પ્રકારનો પડકાર ઉભો કર્યો છે. અગાઉ સોશિયલ મિડિયા, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પ્રમોશન ઈત્યાદિ બબાલો નહોતી. એના પિતા ડેવિડ ધવન પાપારાઝી અને ડિજિટલ યુગના ઉદય પહેલાની પેઢીના કલાકારોમાંના એક છે. એમણે બીજા દબાણોનો સામનો કર્યો હતો. એના પિતા ડેવિડ જ્યારે એની ઉંમરના હતા ત્યારે આખા કુટુંબને સાચવવાની તથા આર્થિક સલામતી પૂરી પાડવાની જવાબદારી એમના શિરે હતી. હજી સુધી એણે આ પ્રકારના દબાણનો અનુભવ નથી કર્યો. વરુણ જાણે છે કે એની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથેના સંબંધોને લઈને ઘણી અફવા ઉડે છે. પરંતુ આ એનું અંગત જીવન છે જેની ચર્ચા એ સાર્વજનિક પ્લેટફોર્મ પર કરવા નથી માંગતો.