Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
મુખ્ય કલાકાર તરીકે ફ્લોપ, સહકલાકાર તરીકે હીટ
‘સંજૂ’, ‘રાજી’, ‘ગોલ્ડ’, ‘વીરે દી વેડિંગ’, ‘સ્ત્રી’, ‘સત્યમેવ જયતે’, ‘પેડમેન’જેવી ફિલ્મોને આ વર્ષે બોક્સ ઓફિસ પર સારી એવી સફળતા સાંપડી હતી. આ તમામ ફિલ્મોની ખાસિયત એ રહી કે તેમાં પોતાના પ્રભાવશાળી અભિનયના બળે સપોર્ટિંગ કલાકારો બાજી મારી ગયા
05/10/2018 00:10 AM Send-Mail
આ વર્ષની ટોપ ગ્રોસિંગ કેટલીક ફિલ્મો પર નજર કરીએ. ‘સંજૂ’, ‘રાજી’, ‘ગોલ્ડ’, ‘પેડમેન’, ‘વીરે દી વેડિંગ’, ‘સ્ત્રી’, ‘સત્યમેવ જયતે વગેરે ફિલ્મોને બોક્સ ઓફિસ પર સફળતા મળી. આ તમામ ફિલ્મોની ખાસિયત એ હતી કે તેમાં પોતાના પ્રભાવશાળી અભિનયના બળે કેટલાક કલાકારો ઉભરીને આવ્યા. કેટલાકે તો નાયકોને પણ જોરદાર ટક્કર આપી. તેમણે દર્શકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ. ‘સંજૂ’માં કમલી તથા ‘રાજી’માં નાયિકા રહમત (આલિયા ભટ્ટ)ના પતિ ઇકબાલની ભૂમિકામાં અભિનેતા વિક્કી કૌશલ દર્શકોની નજરમાં ચઢી ગયા. અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’માં કલાકારોની ભરમાર છે. તેમ છતાં અભિનેતા અમિત સાધ પોતાની ભૂમિકામાં ઉભરીને આવ્યો. ‘વીરે દી વેડિંગ’ ચાર મહિલા મિત્રોની વાર્તા હતી. કરીના કપૂર અને સોનમ કપૂર જેવી મોટી અભિનેત્રીઓ સામે કરીના કપૂરના મંગેતરબનેલા સુમિત વ્યાસ ઉભરીને આવે છે.

‘સત્યમેવ જયતે’માં એક્ટર મનોજ વાજપેયી બોલીવુડના માચો એક્ટર જોન અબ્રાહમને જોરદાર ટક્કર આપે છે. ‘પેડમેન’માં અક્ષય કુમાર અને સોનમ કપૂરની હાજરી હોવા છતાંય રાધિકા આપ્ટે પોતાની ઉપસ્થિતિ નોંધાવે છે. એવી ઘણી ફિલ્મો છે જેમાં નાયક-નાયિકાઓના સપોર્ટિંગ એક્ટર બાજી મારી જાય છે. દર્શકો સિનેમાઘરોમાંથી બહાર નીકળે છે ત્યારે તેમના દિમાગમાં આ જ કલાકારોના પાત્રો ફરતા રહે છે. તેનો અર્થ એ નથી થયો કે અભિનેતા-અભિનેત્રીઓ જો લીડમાં આવે તો દર્શકો તેમની ફિલ્મોને હાથો હાથ લેશે.

અક્ષય કુમાર અને સલમાન ખાનનો અમિત સાધ અમિત સાધે સલમાન ખાન સાથે રૂા.૩૦૦ કરોડ કમાનારી ફિલ્મ ‘સુલ્તાન’ કરી છે. આ વર્ષે પણ અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ગોલ્ડ’માં અમિત સાધે ઉત્સાહી હોકી ખેલાડીની જટિલ ભૂમિકા કરી. અમીર બાપના હોકી ખેલાડી પુત્રની આ જટિલ ભૂમિકા અમિત સાધે બખૂબી ભજવી છે. તે આ વતા વર્ષે રિલીઝ થનાર રિતિક રોશનની ફિલ્મ ‘સુપર ૩૦’માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા કરી રહ્યો છે. પરંતુ આ જ અમિત સાધ ફિલ્મ ‘રનિંગ શાદી ડોટ ડોટ કોમ’ અને ‘રાગ દેશ’ની મુખ્ય ભૂમિકામાં બિનઅસરકારક સાબિત થયો હતો. તેની ફિલ્મ ‘જેક એન્ડ જિલ’રિલીઝ થઇ ચૂકી છે. પરંતુ આ ફિલ્મની કોઇ ચર્ચા નથી. નેટફ્લિક્સની રાધિકા આપ્ટે રાધિકા આપ્ટેએ ઓછા બજેટની ફિલ્મ ‘મેલો’માં પ્રશંસા પામનારી અને ભારતીય સિનેમાઘરોમાં ઘણી ઓછી રિલીઝ મેળવનાર ઘણી ફિલ્મો કરી છે. પરંતુ ‘પેડમેન’ અને ‘બદલાપુર’ ઉપરાંત મોટા બજેટની ફિલ્મો તેના ખાતામાં એકલ-દોકલ જ નોંધાયેલી છે. હવે તો તેની ઓલખ નેટફ્લિક્સની રાધિકા આપ્ટેવાળી બની ગઇ છે. નેટફ્લિક્સ પર રાધિકાની ફિલ્મો સ્ટ્રીમ તો કરે છે જ, તે નેટફ્લિક્સની અનેક મુખ્ય સીરિઝમાં પણ કામ કરી ચૂકી છે. તે તેમના માટે ‘લસ્ટ સ્ટોરીઝ’, ‘સેક્રેડ ગેમ્સ’ અને ‘ઘોલ’ જેવી સીરિઝ પણ કરી ચૂકી છે. કરિના કપૂરનો સુમિત ‘વીરે દી વેડિંગ’માં કરીના કપૂરનો મંગેતર બનેલ સુમિત વ્યાસ દર્શકો અને સમીક્ષકોને પસંદ આવે છે. મહિલાઓની મૈત્રી પરની આ ફિલ્મમાં સુમીત વ્યાસનો ઋષભ મલ્હોત્રા ઉભરીને આવે છે. તે વાસ્તવમાં સશક્ત અભિનેતા પણ છે. પરંતુ જ્યારે આ જ સુમિત નવોદિત દિગ્દર્શક આકર્ષ ખુરાનાની ફિલ્મ ‘હાઇજેક’માં મુખ્ય ભૂમિકામાં આવે છે ત્યારે દર્શકોને બેસૂરો લાગે છે. ફિલ્મ સરિયામ નિષ્ફલ થઇ જાય છે. તમામ પ્રચાર પ્રસાર છતાંય ‘રિવન’ને દર્શકો નથી મળતા. ફિલ્મોનો રાજકુમાર નહી જરૂરી નથી કે સપોરટિંગ ભૂમિકાઓમાં ઉભરનાર એક્ટર કોઇ ફિલ્મને પોતાના ખભા પર ઉઠાવી શકે છે. તાજેતરનું ઉદાહરણ રાજકુમાર રાવ છે. ‘બરેલી કી બરફી’માં તે આયુષ્માન ખુરાના અને કૃતિ સેનન અને ‘હમારી અદૂરી કહાની’માં ઇમરાન હાશ્મી અને વિદ્યા બાલન સાથે પણ ઉભરીને આવે છે. રાજકુમાર રાવની પહેલી ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા’ના સફળ નાયક રાજકુમાર ‘કાઇ પો ચે’ અને ‘ક્વીન’ની સહભૂમિકાઓમાં ખૂબ સફળ થાય છે. તેમની હોરર ફિલ્મ ‘સ્ત્રી’એ ૧૦૦ કરોડના ક્લબમાં પ્રવેશ કરી લીધો. પરંતુ આ જ રાજકુમાર રાવ હીરો તરીકેની ફિલ્મને સફળબનાવી શકે છે? ‘બહન હોગી તેરી’, ‘શાદી મેં જરૂર આના’, ‘ન્યુટન’ ‘ટ્રેપ્ડ’, ‘અલીગઢ’ અને ‘સિટી લાઇટ્સ’ જેવી ફિલ્મોની લાંબી શ્રૃંખલા છે. જે નાયક રાજકુમાર રાવની નિષ્ફળ ફિલ્મોમાં સામેલ છે. ‘સ્ત્રી’ની સફળતામાં હોરર, કોમેડી, શ્રદ્ઘા કપૂર અને પંકજ ત્રિપાઠીના કેરેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ઋચા ચઢ્ઢાની ‘તમંચે’ને ના મળ્યા દર્શકો ૧૦ વર્ષ પહેલા ફિલ્મ ‘ઓયે લકી લકી ઓયે’તી પોતાના કેરિયરની શરૂઆત કરનાર ઋચા ચઢ્ઢા આજે પણ ‘ફુકરે’ની ગેંગસ્ટર ભોલી પંજાબન અને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ની નગમા ખાતુનના પાત્રોથી જ પોતાની ઓળખ ધરાવે છે. સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ગોલિયો કી રાસલીલા રામ લીલા’ની રસીલાની નાની ભૂમિકામાં પ્રભાવિત કરનાર ઋચા ‘તમંચે’ની નાયિકા તરીકે તમામ અંગપ્રદર્શન છતાંય દર્શકોને પસંદ નથી પડતી. તેની ‘દાસ દેવ’ અને ‘જિયા’ને દર્શકો જોવા નથી આવતા. આ ફિલ્મો કોઇપણ પ્રકારની ચર્ચા વિના સિનેમાઘરોમાંથી ઉતરી જાય છે. સ્વરા ભાસ્કરનો જાદુ ના ચાલ્યો સ્વરા ભાસ્કરના ખાતામાં ‘વીરે દી વેડિંગ’ જેવી ૧૦૦ કરોડી ફિલ્મ નોંધાયેલી છે. આ ફિલ્મમાં કરીના કપૂર અને સોનમ કપૂર જેવી સેક્સી અભિનેત્રીઓની હાજરીમાં પણ તેના હસ્તમૈથૂન કરવાના દૃશ્યની ઘણી ચર્ચા થઇ છે. કહી શકાય છે કે તેના આ ચરિત્રને જોવા માટે ઘણા દર્શકો ગયા. પરંતુ ધ્યાન રહે કે આ જ સ્વરા ભાસ્કર જ્યારે ‘અનારકલી ઓફ આરા’ની નાયિકા બનીને આવી ત્યારે દર્શકો સિનેમાઘરો તરફ ગયા સુદ્ઘાં નહીં. દેશમાં વિદેશમાં ચર્ચિત સ્વરા ભાસ્કરની ફિલ્મ ‘નિલ બટે સન્નાટા’નો બોક્સ ઓફિસ પર જાદુ ચાલી ન શક્યો.