Sardar Gurjari

બુધવાર, તા. ૧૯ ડિસેમ્બર, ૨૦૧૮, માગશર સુદ ૧૧, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૧૮૨

મુખ્ય સમાચાર :
એડવેન્ચર સ્પોર્ટ્સ : રોમાંચથી ભરપૂર રોજગારની ગેરંટી આપતું એક કેરિયર
04/10/2018 00:10 AM Send-Mail
શુ તમે એડવેન્ચર સ્પોર્ટસની ઇચ્છામાં કંઇ પણ છોડી શકો છો? શું તમે પ્રકૃતિની નજીક રહેવાનું પસંદ કરો છો? જો આ સવાલોનો જવાબ હા છે તો તમે એડવેન્ચર સ્પોર્ટસનીદુનિયામાં તમારા માટે તમે સારૂ કેરિયર શોધી શકો છો. ઘરેલુ પર્યટનમાં વિકાસ થવાથી એડવેન્ચર સ્પોર્ટસના પ્રોફેશનલોની માંગ પણ અનેક ગણી વધી છે. આ ઉપરાંત નેશનલ જિયોગ્રાફિક, ડિસ્કવરી, એએક્સએન અને એનિમલ પ્લેનેટ જેવી ચેનલો સામાન્ય યાત્રાઓને બદલે રોમાંચથી ભરપૂર યાત્રાઓ પર જતા સહેલાણીઓને વિશેષ લાભ પણ ઉપલબ્ધ કરાવે છે

શું છે એડવેન્ચર સ્પોર્ટસ? તેને એક્શન સ્પોર્ટસ, એગ્રો સ્પોર્ટસ અને એક્સટ્રીમ સ્પોર્ટના નામે પણ ઓળખવામાં આવે છે. તેના દાયરામાં રમત સંબંધી એ ગતિવિધિઓ સામેલ હોય છે જેમાં મોટા જોખમ રહેલા હોય છે. આ ગતિવિધિઓમાંગતિ, ઉચ્ચ સ્તરની શારીરિક -ામતા અને વિશેષ કૌશલ્યની દરકાર હોય છે. અનેક પ્રકારના એડવેન્ચર્સ સ્પોર્ટસ આ રમતોને ખાસ કરીને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી શકે છે. એર સ્પોર્ટસ, લેન્ડ સ્પોર્ટસ અને વોટર સ્પોર્ટસ. રમતોની આ શ્રેણીઓમાં સંખ્યાબંધ રમતો સામેલ છે તેમાંથી કેટલીક મુખ્ય રમતો આ મુજબ છે- એર સ્પોર્ટસ : બંજી જમ્પિંગ, પેરાગ્લાઇડિંગ,સ્કાઇ ડાઇવિંગ અને સ્કાઇ સર્ફિંગ વગેરે. લેન્ડ સ્પોર્ટસ : રોક ક્લાઇમ્બિંગ,સ્કેટ બોર્ડિંગ, માઉન્ટેન બાઇકિંગ, સ્કીઇંગ,સ્નો બોર્ડિંગ અને ટ્રેકિંગ વગેરે. વોટર સ્પોર્ટસ : સ્કૂબા ડાઇવિંગ, વ્હાઇટ વો૪ટર રાફ્ટિંગ, કાયકિંગ,કેનોઇંગ,કુલિફ ડાઇવિંગ,સ્નોર્કેલિંગ અને યાર રેસિંગ વગેરે.

એડવેન્ચર સ્પોર્ટસ પ્રોફેશનલોનું કામ આ પ્રોફેશનલ ભૌગોલિક દૃષ્ટિએ એ -ોત્રોને શોધે છે જ્યાં એડવેન્ચર સ્પોર્ટસનીસંભાવના હોય. આ સાથે જ તેઓ એ વિસ્તારમાં રમતને લગતા જોખમોનું આકલન પણ કરે છે. આ કાર્યો કર્યા બાદ તેઓ રમત ગતિવિધિઓને સંચાલિત કરવાની રૂપરેખા તૈયાર કરે છે અને સંભાવતિખતરાઓને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કાર્યયોજના પણ બનાવે છે. તે કોઇ એડવેન્ચર સ્પોર્ટસમાંસામેલ ગતિવિધિઓ માટે અવરજવરનો માર્ગ નક્કી કરે છે અને અન્ય જરૂરી તૈયારીઓમાં મદદ કરે છે. આ રીતે આ રમતો માટે આયોજિત થનારી શિબિરોમાં ભાગ લેનારા સ્પર્ધકોને તેઓ રમતની યોગ્ય ટેક્નિક અને જરૂરી કૌશલ્યોની માહિતી આપે છે. એડવેન્ચર સ્પોર્ટસની દરેક ગતિવિધિસાથે જોડાયેલા હોવા છતાં તેમને તાલિમ અને કેમ્પિંગ શિબિરો સાથે સંબંધિત વહીવટી કાર્યો પણ કરવા પડે છે. આ વ્યવસાય ભલે અત્યંત રોમાંચક લાગતું હોય પરંતુ વાસ્તવિક જીવનમાં આ અત્યંત પડકારજનક છે. તેના પ્રોફેશનલોને હંમેશા જોખમ ખેડતા જીવનના પાતળા તાંતણાના સહારેચાલવુ પડે છે. તેમને અનેક વાર ગભરાયેલા અને અનેક વખત ઉત્સાહી ક્લાયન્ટોને સંભાળવાની જવાબદારી પણ ઉઠાવવી પડે છે. રોજગારની તકો એડવેન્ચર સ્પોર્ટસના -ોત્રમાં સૌથી વધારે રોજગાર એડવેન્ચર સ્પોર્ટસ કંપનીઓ આપે છે. જોકે આ -ોત્રમાં કાર્યરત લોકો પાસે કામમાં ફેરફાર કરીને પણ રોજગાર અને પોતાની પ્રોફેશનલ રૂચિને જાળવી રાખવાનો વિકલ્પ હોય છે. તે શાળાઓ સાથે મળીને વિદ્યાર્થીઓ માટે આઉટડોર એજ્યુકેશન પ્રોગ્રામ સંચાલિત કરી શકે છે તો પર્સનલ ટ્રેનર અને કેઝ્યુઅલ ટૂર ગાઇડ તરીકે પણ કામ કરી શકે છે. આ ઉપરાંત તે પોતાની આગવી એડવેન્ચર સ્પોર્ટસ કંપની પણ શરૂ કરી શકે છે. કેટલાક લોકો તો આ -ોત્રમાં કામ કરવા માટે દુનિયાની સહેલ કરવાનો વિકલ્પ પણ પસંદ કરે છે. રોજગાર આપતી અગ્રણી કંપનીઓ - એક્સકર્શન એજન્સીઆ હોલિડે રિસોર્ટ્સ - લીસર કેમ્પસ કમર્સિયલ રીક્રિએશન સેન્ટર્સ - એડવેન્ચર સ્પોર્ટસ સેન્ટર્સ ટ્રાવલ એન્ડ ટુરિઝ્મ એજન્સીઓ - કોચિંગ ઇન્સ્ટટ્યિૂટ - એજ્યુકેશનલ ઇન્સ્ટટ્યિૂટ લાયકાત - એડવેન્ચર સ્પોર્ટસના -ોત્રમાં પ્રોફેશનલ તરીકે કામ કરવા માટે કોઇ વિષય સાથે ધોરણ ૧ કે સ્નાતક હોવું પર્યાપ્ત છે. આ લાયકાતના આધારે એડવેન્ચર સ્પોર્ટસમાં ડિપ્લોમા કે ડિગ્રી કોર્સ ચલાવતી સંસ્થાઓમાં એડમિશન મેળવી શકાય છે. આ સંસ્થાઓમાં ટ્રેનિંગ કોર્સ પૂર્ણ કર્યા બાદ સરળતાથી કામ મળી શકે છે. - આ ઉપરાંત શારીરિક રીતે મજબૂત અને સ્વસ્થ હોવં પણ જરૂરી હોય છે. - આ -ોત્રમાં જળ આધારિત રમતો માટે સ્વિંગમાં નિપુણ હોવું જરૂરી હોય છે. -અંગ્રેજી અને કોઇ એક વિદેશી ભાષામાં નિપુણતા પણ આ પ્રોફેશનલમાં મદદગાર હોય છે. સંબંધિત સંસ્થાઓ - હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટટ્યિૂટ, દાર્ઝિલિંગ - નહેરૂ ઇન્સ્ટટ્યિૂટ ઓફ માઉન્ટેનિયરિંગ, ઉત્તરકાશી - જવાહર ઇન્સ્ટટ્યિૂટ ઓફ માઉન્ટેનિયરિંગ, જમ્મુ અને કાશ્મીર - વિન્ટર સ્પોર્ટસ સ્કીઇંગ સેન્ટર, કુલ્લૂ - રીઝનલ માઉન્ટેનિયરિંગ સેન્ટર, મેક્લોડગંજ - હિમાલયન એડવેન્ચર ઇન્સ્ટટ્યિૂટ, મસૂરી

જીએસટીમાંથી મુક્ત સેવાઓ (Exempted Services under Section 11)

કોમ્પોઝિશન : કિફાયતી દરે જીએસટી ચૂકવવાની પદ્ઘતિ

ઇક્વિટી રોકાણ યોગ્ય વિકલ્પ

જીએસટી વેરો લગાડવો અને વસૂલવો

ડાયરેક્ટ પ્લાનમાં રોકાણથી મોટો ફાયદો

GST માટે ઘોષિત, કરમુક્ત, મિશ્ર અને સંયુક્ત સપ્લાય

એફડી-કેવીપીમાં રોકાણ કરશો તો તમારા પૈસા ચાર ગણા થઇ જશે

એફડી તમે એફડીમાં એક લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. હાલ અનેક બેન્કો ૭થી ૮ ટકાના દરે વ્યાજ આપી રહી છે. પાંચ વર્ષની પોસ્ટની એફડી (ટીડી)માં૭.૮ ટકાના દરે વ્યાજ મળે છે. પાંચ વર્ષ માટે ટીડી અંતર્ગત રોકાણ પર આઇટી અધિનિયમ ૧૯૬૧ની કલમ ૮૦સી અંતર્ગત લાભ મળે છે. જો તમે આજે પોસ્ટ ઓફિસમાં પાંચ વર્ષીય પ્લાન અંતર્ગત રૂા.૧ લાખનું રોકાણ કરો છો તમને ટેક્સમાં તો રાહત મળશે જ, સાથે આ રકમ રૂા.૧,૪૭,૧૪૪ સુધી વધી શકે છે. પાંચ વર્ષ પછી તમે આ રકમ ફરી એક વખત રોકી શકો છો, જે રૂપિયા આજથી ૧૦ વર્ષ પછી વધીને રૂા.૨,૧૬,૫૧૪ થઇ જશે. તેમાં યાદ રાખવા લાયક બાબત એ છે કે તમને માત્ર રૂા.૧.૫ લાખ સુધીના રોકાણ પર ટેક્સ છૂટ મળશે. જો તમે ફરી એક વખત તેમાં રોકાણ કરો છો તો આ રકમ પાંચ વર્ષ પછી વધીને રૂા.૩,૧૮,૫૮૮ થઇ જશે. આ રકમને ફરી એક વાર રોકતા ૨૦ વર્ષ પછીતે રૂા.૪,૬૮,૭૮૫ થઇ જશે. તેનો અર્થ એ થયો કે તમારા વતી અત્યારે રોકાણ કરવામાં આવેલા એક લાખ રૂપિયા ૨૦ વર્ષ પછી સાડા ચાર ગણા વધી રહ્યાં છે. કિસાન વિકાસ પત્ર કિસાન વિકાસ પત્રને તમે પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકો છો. આ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી નાની બચત યોજનાઓ પૈકી એક છે. તેને ૨૦૧૪માં સરકાર દ્વારા ફરીથી લોન્ચ કરવામાંં આવી હતી. કિસાન વિકાસ પત્રમાં રોકવામાં આવેલા નાણાં ૧૧૨ મહિનામાં (૯ વર્ષ ૪ મહિના) ડબલ થઇ જાય છે. તેનો અર્થ એ થયો કે જો તમે અત્યારે તેમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું તો ૧૦ વર્ષ કરતાં પણ ઓછા સમયમાં આ રકમ વધીને બે લાખ રૂપિયા થઇ જશે. જોકે વર્તમાન જોગવાઇઓ અનુસાર કેવીપી પર ઇન્કમ ટેક્સ યોગ્ય હશે.