Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
નાની બચતના મોટા ફાયદા
માઇક્રોસીપ યોજનાનો હેતુ એ છે કે નાની આવક વાળો વર્ગ પણ શક્ય હોય ત્યાં સુધી બચતની ટેવ કેળવે. ખાસ કરીને અત્યાર સુધી એવી ફરિયાદ વારંવાર જોવા મળતી હતી કે નાના વર્ગ કે એવો વર્ગ કે જેની આવક ઓછી છે તેવા વર્ગ માટે શેરબજારમાં કાંઇ જ નથી, પરંતુ નાના વર્ગને અથવા તો ઓછી આવક ધરાવતા વર્ગને શેરબજારની નજીક લઇ જવા માટે જ આ યોજના શરૂ કરાઇ છે
04/10/2018 00:10 AM Send-Mail
સારા રીટર્ન માટે અત્યારે તો મ્યુચ્યુઅલ ફંડ ખૂબ ઝડપથી લોકપ્રિય બની રહેલ છે. દરેક માસે નાની નાની રકમનું રોકાણ કરીને તેના દ્વારા મેળવાતુ રીટર્ન હવે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. આ યોજનાને સીપ એટલે કે સીસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કહેવામાં આવે છે. એસ આઇ પી બેંક કે પોસ્ટઓફીસની આર.ડી યોજનાની જેમ કામ કરે છે. જો કે આર. ડી.માં તે સુનિશ્ચિત હોય છે કે તમને કેટલુ રીટર્ન મળવાનું હોય છે. પરંતુ અહીં એવુ નક્કી હોતુ નથી કેમ કે અહી મળનાર રીટર્ન શેરબજારના દેખાવ પર નિર્ભર હોય છે અને છેલ્લા ઘણા સમયથી શેરબજારનું પ્રદર્શન ખૂબ સરસ રહ્યું છે તેથી સીપ માં રોકાણ કરનાર સૌ કોઇ ફાયદામાં રહ્યાં છે. અત્યારે તો આ યોજના ખૂબ લોકપ્રિય બની રહી છે અને સૌ કોઇ આ યોજનામાં નાણાં રોકીને તેનો ફાયદો ઉઠાવવા પ્રયત્નશીલ છે.

ઘણી વખત એવુ બનતુ હોય છે કે સમાજમાં એક ચોક્કસ વર્ગ એવો છે કે જેને નાનું રોકાણ કરવુ છે જે મોટુ રોકાણ કરી શકે તેમ નથી. વળી સંસ્થાઓ રોકાણ માટે જાત જાતના કાગળ કે દસ્તાવેજ માંગતી હોય છે અને આ દસ્તાવેજ તેઓની પાસે હોતા નથી તો સમસ્યા સર્જાય છે અને આ સમસ્યા દૂર કરવા માટે જ કંપનીઓ હવે ખાસ માઇક્રો સીપ યોજના લાવી છે. આ યોજનામાં ભાગ લેવા માટે તમારે કોઇ ખાસ કાગળ કે દસ્તાવેજની જરૃરિયાત નથી. વળી એવુ પણ નથી કે તમારે આનો લાભ લેવા માટે મોટુ રોકાણ કરવુ પડે. તમે માત્ર પચાસ રૃપિયાથી આ યોજનાનો લાભ લઇ શકો છો.

માઇક્રો સીપ એટલે ઃ- સામાન્ય રીતે તમારે જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવુ હોય તો ઓછામાં ઓછા ૫૦૦૦ હજાર રૃપિયાની જરૃરિયાત પડતી હોય છે. જો તમે સીપ શરૃ કરી રહ્યાં છો તો તેમાં પણ રોકાણ માટે તમારે મહિને ૧૦૦૦ રૃપિયાની તૈયારી રાખવી પડે છે. પરંતુ આ માઇક્રો સીપ એવી યોજના છે કે જેમાં તમે માત્ર પચાસ રૃપિયા રોકીને રોકાણ કરી શકો છો. આ યોજનાના માધ્યમથી તમે એક લાંબી અવધિ માટે નાણાં ભેગા કરી એક મોટી રકમ ઉભી કરી શકો છો. આ યોજનામાં તમે જે દરમહિને રોકવાના છો તેનુ તમને યુનિટ એટલે કે એનએવી મળશે. આ યુનિટ દરમહિને તમારા ખાતામાં ઉમેરાતા રહેશે. આમાં બજારમાં ઉતાર ચઢાવ છતાં રીટર્નની રીતે તમારા યુનિટની સારી એવી સરેરાશ નીકળી જાય છે. માઇક્રોસીપમાં ેક વર્ષનો લોક ઇન પરિયડ હોઇ શકે છે. આ અવધિ બાદ તમે તમારા નાણાં ઉપાડી શકો છો. આની પર કોઇ એક્ઝિટ કે એન્ટ્રી લોડની કલમ નથી. કોના માટે ઉપયોગી ઃ- શેરબજારમાં તેજીનો ફાયદો તો અત્યારે દરેક વ્યક્તિ લેવા માંગે છે પરંતુ કેટલાક પરિબળ તેને રોકી લે છે. ખાસ કરીને અહીં રોકાણ કરવા માટે મોટી રકમ જોઇએ છે અને તે હોતી નથી. મહિને ૫૦૦ કે ૬૦૦ રૃપિયાથી તમે કાંઇ ઇક્વીટી માર્કેટમાં રોકાણ કરી શકવાના નથી. વળી જે લોકો મોટી રકમ શેરબજારમાં રોકે છે તો તેઓને જોખમ પણ એટલું જ રહે છે. અહીં સૌથી મોટો ફાયદો એ છે કે કોઇ પણ જોખમ નથી. તમે મુક્ત મને આ બાબતે રોકાણ કરી શકો છો. માઇક્રોસીપમાં વધુ મા વધુ રકમ માટે ૪૦૦૦ની મર્યાદા છે. તમે પ્રતિમાસ ૪૦૦૦ જેટલુ રોકાણ કરી શકો છો. ખાસ કરીને ઓછી આવક ધરાવતા લોકોને પોતાની તરફ આકર્ષવા માટે જ આ સ્કીમ શરૃ કરવામાં આવી છે. તમે આના દ્વારા શેરબજારની તેજીનો લાભ ઉઠાવી શકો છો. માઇક્રોસીપમાં રીટર્નની કોઇ ગેરંટી નથી પરંતુ તમે આરડી કે એફડી કરતા વધુ રીટર્ન મેળવી શકો છો. યોજનાનો હેતુ ઃ- આ યોજનાનો હેતુ એ છે કે નાની આવક વાળો વર્ગ પણ શક્ય હોય ત્યાં સુધી બચતની ટેવ કેળવે. ખાસ કરીને અત્યાર સુધી એવી ફરિયાદ વારંવાર જોવા મળતી હતી કે નાના વર્ગ કે એવો વર્ગ કે જેની આવક ઓછી છે તેવા વર્ગ માટે શેરબજારમાં કાંઇજ નથી. માત્ર જેની પાસે નાણાં હોય તેઓ જ શેરબજારમાં રોકાણ કરી શકે છે પરંતુ નાના વર્ગને અથવા તો ઓછી આવક ધરાવતા વર્ગને શેરબજારની નજીક લઇ જવા માટે જ આ યોજના શરૃ કરવામાં આવી છે. જો અત્યારે કોઇ વ્યક્તિ માસિક માત્ર ૧૦૦ રૃપિયાની બચત કરશે તો જ્યારે તેની આવક વધશે ત્યારે તે વધુ બચત કરવા માટે પ્રયત્ન કરશે. સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડની કંપની સીપમાં રોકેલ નાણાં ઇક્વીટી માર્કેટ કે ડેટ માર્કેમાં લગાવતી હોય છે. હવે જે લોકો પ્રત્યક્ષ રીતે શેર બજારમાં નથી તે આ રીતે પરોક્ષ રીતે શેરબજારથી જોડાઇ શકશે. સીપમાં લાંબી અવધિ માટે રોકાણ કરીએ તો સારા એવા રીટર્નની અપેક્ષા રાખી શકાય છે. આ રીતે તમે નિયમિત રીતે રકમ બચાવો તો એક સમયે તમારી પાસે તે મોટી રકમ બનીને આવશે. રોકાણ કરવાની રીત ઃ- માઇક્રો સીપમાં રોકાણ કરવાની રીત એકદમ સરળ છે. આ માટે તમારી નજીક જે કાંઇ મ્યુચ્યુઅલ ફંડની ઓફીસ હોય ત્યાં જઇને એક ફોર્મ ભરવાનું હોય છે. આ પ્રક્રિયા પૂર્ણ રીતે સીપની જેમ જ પૂર્ણ કરવાની રહેશે. આમા તમારે પાન કાર્ડ આપવાની જરૃર નથી. આ સિવાય અન્ય વસ્તુઓ કે દસ્તાવેજ તો તમારી પાસે હોવા જરૃરી છે જેમ કે આઇડી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ તો જોઇશે જ. આ સાથે તમારુ એક બેંક એકાઉન્ટ હોય તે પણ અનિવાર્ય છે. જો તમે દર મહિને ૧૦૦ રૃપિયા ભરીને શરૃઆત કરવા માંગો છો તો તેટલાનો ચેક અવશ્ય આપવો પડશે. ત્યાર બાદના મહિનાથી તમારા ખાતામાંથી સ્વયં જ ૧૦૦ રૃપિયા કપાઇ જશે. આ યોજનામાં રોકાણ પર કોઇ પણ કર રાહત નથી પરંતુ મેચ્યોરીટી પર મળતી રકમ પૂરી રીતે ટેક્સ ફ્રી હોય છે.