Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
બાળકોને પણ થાય છે માથાનો દુ:ખાવો
બાળકોમાં માથાના દુ:ખાવાની ફરિયાદને હંમેશા ખોટી માનીને ટાળી દેવામાં આવે છે. જ્યારે બાળકો પણ આ દુ:ખાવાથી પસાર થઇ શકે છે. તબીબો જણાવે છે કે બાળકોને પણ માઇગ્રેનના સીવિયર એટેકથી લઇને ટેન્શન હેડેક તથા સેકેન્ડરી હેડેક પણ હોઇ શકે છે, જેની ગંભીરતાથી તપાસ જરૂરી છે. તેમની ફરિયાદને ગંભીરતાથી લેવી જરૂરી છે.
03/10/2018 00:10 AM Send-Mail
બાળકોની સમસ્યાને સમજો અનેક વખત બાળકો માથાના દુ:ખાવાને યોગ્ય રીતે જણાવી નથી શકતા જેના કારણે માથાના દુ:ખાવાની તપાસ મુશ્કેલ હોય છે. બાળકોના માથાના દુ:ખાવાને બે ભાગમાં વહેંચવામાં આવે છે. પ્રાથમિક માથાનો દુ:ખાવો માઇગ્રેન અને ટેન્શન હેડેકને પ્રાથમિક માથાનો દુ:ખાવો માનવામાં આવે છે. માઇગ્રેનમાં માથાના એક તરફ તીવ્ર દુ:ખાવો, ઉલટી જેવું લાગવું, પેટમાં દુ:ખાવો તથા અજવાળુ અને અવાજ પ્રતિ સંવેદનશીલતા વધી જાય છે. નાના બાળકો તે જણાવી નથી શકતા અને માથુ પકડીને રડે છે કે કાન ખેંચે છે. ટેન્શન હેડેકમાં આખા માથામાં દુ:ખાવો થાય છે, ગરદન ખેંચાતી હોય તેવું લાગે છે. ઘણી નાની ઉંમરના શાળાએ જતા બાળકો આ દુ:ખાવો થતાં રમવાનું બંધકરી સૂતેલા રહે છે. ગંભીર પ્રકારના માથાનો દુ:ખાવો આ પ્રકારના માથાનો દુ:ખાવો એકથી આઠ દિવસના એપિસોડમાં થાય છે અને સામાન્ય રીતે ૧૦ વર્ષ કરતાં વધારે ઉંમરની બાળકોમાં જોવા મળે છે. તેમાં માથામાં દુ:ખાવો, આંખ-નાકમાંથી પાણી આવવું, છાતીમાં ખેંચાણ મહેસૂસ થાય છે. ક્રોનિક ડેલી હેડેક કે સીડીએચ માથાના દુ:ખાવાનો એક હળતો-મળતો પ્રકાર છે. તેમાં બાળકને મહિનામાં ૧૫ દિવસ માથામાં દુ:ખાવો રહે છે. આ દુ:ખાવો કોઇ સંક્રમણ, કોઇ દવાની અસર કે માથામાં ઇજા થવાથી થઇ શકે છે. આ જ કારણ છે કે માથાના દુ:ખાવાના ઇલાજમાં બાળકોને ઓવર-ધ-કાઉન્ટર દવાઓ આપવી ન જોઇએ.

કારણો સંક્રમણ કે બીમારી સામાન્ય બીમારીઓ જેમકે સાઇનસ, ફ્લૂ કે કાનનું સંક્રમણ માથાનો દુ:ખાવો કરી શકે છે. આ ઉપરાંત મેનિંનજાઇટિસ અને ઇનસિફેલાઇટિસ જેવી ગંભીર બીમારીઓમાં માથામાં દુ:ખાવો થાય છે, પરંતુ તેમાં અનેક બીજા લક્ષણો પણ હોય છે જેમ કે તાવ અને ગરદન જકડાઇ જવી. માથામાં ઇજા માથામાં ઇજા અનેક વખત ગંભીર પણ હોઇ શકે છે. તેથી બાળકના માથામાં ઇજા થવાથી તે સોજો આવતા તત્કાળ ડોક્ટર પાસે જવું જોઇએ. કોઇ પ્રકારનો સોજો કે લોહી ન વહેવુ અને તેમ છતાંય માથામાં દુ:ખાવો સતત વધતા ડોક્ટરની મુલાકાત લો. મોડી રાત સુધી જાગવાથી થતો માથાનો દુ:ખાવો મોડી રાત સુધી જાગવુ, સવારે મોડા ઉઠવુ, તળેલા-તીખા પદાર્થ,ચાઇનીઝ અને કેફીનવાળા પીણા માથાના દુ:ખાવાનું એક કારણ છે. આ ઉપરાંત સ્ક્રીન ટાઇમ પહેલા કરતાં વધારે વધી જવાથી આંખો પર જોર પડે છે અને તેનાથી માથાનો દુ:ખાવો થાય છે. ભાવનાત્મક સમસ્યાઓ

પેરેન્ટ્સ, ટીચર્સ, કે મિત્રોને કારણે મળનાર તણાવ પણ તેનું મોટી કારણ હોઇ શકે છે. આ બાળકોને માથાનો દુ:ખાવાનું જોખમ હોય છે સામાન્ય માથાનો દુ:ખાવો કોઇ પણ બાળકને થઇ શકે છે પરંતુ કેટલાક બાળકો આ માટે વધારે સંવેદનશીલ છે. કિશોરાવસ્થામાં પહોંચનારી છોકરીઓ, પીરિયડ પહેલાનો માથાન દુ:ખાવો, એવા બાળકો જેમના પરિવારમાં માઇગ્રેનના દરદી છે વગેરે. ૧૪ વર્ષથી વધારે ઉંમરના બાળકોને શાળામાં સારૂ પ્રદર્શન કરવાનું દબાણ હોય છે. તેના કારણે તેમને તીવ્ર દુ:ખાવો થઇ શકે છે. એવામાં બાળકોની શારીરિક તપાસ પણ કરવામાં આવે છે જેમાં માથાનું માપ પણ લેવામાં આવે છે. આ તપાસના આધારે ન્યુરોલોજિકલ તપાસ થાય છે. જો બાળકમાં સામાન્ય માથાનો દુ:કાવો જે મહિનામાં એકાદ વખત થાય છે તે ઉપરાંત અન્ય કોઇ લક્ષણ નથી તો તેને ગંભીર માનવામાં નથી આવતો. પાંચ વર્ષના બાળકોને પણ થાય છે માથાનો દુ:ખાવો પહેલા બાળકોમાં માથાના દુ:ખાવાની સમસ્યા ઓછી હોય છે પરંતુ આજકાલ પાંચ વર્ષની ઉંમરના બાળકોમાં આ જોવા મળી રહ્યું છે. તેમાંથી મોટાભાગનાઓને માથાનો દુ:ખાવો ખરાબ જીવનશૈલીના કારણે થાય છે. તેને પેનકિલર દવાઓ તથા બાળકો અને માતાપિતાની કાઉન્સિલિંગથી નિયંત્રિત કરી શકાય છે. બાળકોમાં માઇગ્રેનના કારણોમાં ખોટી ખાણીપીણી, ઉંઘ કે પાણીની કમી, કેફીનનું વધારે પ્રમાણ, મોસમમાં એકાએક ફેરફાર વગેરે સામેલ છે. છોકરીઓમાં માસિક ધર્મની શરૂઆતમાં માઇગ્રેન એટેક સામાન્ય છે. મહિનામાં એકાદ વખત થવો ખાસ સમસ્યા નથી પરંતુ જો દુ:ખાવાની ફ્રીકવેન્સી અને તીવ્રતા બાળકોના અભ્યાસ કે તેમના વિકાસને પ્રભાવિત કરી રહી છે તો માતાપિતાએ તત્કાળ ડોક્ટરને મળવું જોઇએ.