Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
રસોઇ સ્વાદિષ્ટ બને તે માટે યોગ્ય વાસણનો ઉપયોગ જરૂરી
જે ધાતુના વાસણમાં તમે રસોઇ બનાવો છો તે ભોજનમાં ધાતુના ગુણ સ્વત: આવી જાય છે. વિશેષજ્ઞોના મતે ભોજન બનાવતા સમયે વાસણનું મટિરીયલ તેમાં મિક્સ થઇ જાય છે તેથી તમારા ઘરમાં જે વાસણો વાપરતા હોવ તે બાબતે પણ યોગ્ય જાણકારી રાખવી જરૂરી છે
02/10/2018 00:10 AM Send-Mail
રસોઇનો સ્વાદ સ્વાદિષ્ટ હોય તો જ ખાવાની મજા આવે છે. ગૃહિઓ હંમેશા રસોઇ સારી બને તે માટે સારા મરી મસાલાનો ઉપયોગ કરે છે. પરંતુ રસોઇ સ્વાદિષ્ટ બને તે માટે યોગ્ય વાસણનો ઉપયોગ કરવો જરૃરી છે. રસોઇ સારી બને તે માટે ઓછું તેલ, શાકભાજી અને દાળને સ્વચ્છ પાણીથી ધોવા, લોટ સ્વચ્છ હાથ કરીને બાંધવો, રસોડાની સાફ સફાઇ કરવી, ભોજનની ગુણવત્તા જળવાય અને સારા મસાલાનો ઉપયોગ વગેરે બાબતોનુ ધ્યાન રાખવામા આવે છે. જે ધાતુના વાસણમાં તમે રસોઇ બનાવો છો તે ભોજનમાં ધાતુના ગુણ સ્વતઃ આવી જાય છે. વિશેષજ્ઞાોના મત મુજબ ભોજન બનાવતા સમયે વાસણોનું મટેરિયલ તેમાં મિક્સ થઇ જાય છે. ધાતુ, સ્ટીલ, તાંબુ, લોખંડ અને ટેલફોન વાસણમાં આપણે રસોઇ બનાવીએ છીએ. તમે તમારા ઘરમા જે વાસણો વાપરતા હોય તે બાબતે પણ યોગ્ય જાણકારી રાખવી જરૃરી છે.પહેલાના જમાનામા લોખંડમાંથી બનેલા વાસણનો ઉપયોગ કરવામા આવતો હતો. અત્યારે આવા વાસણો ઓછા થઇ ગયા છે પરંતુ તળવા માટેની કઢાઇ અને તબેથા જેવી કેટલીક વસ્તુઓ લોખંડમાંથી બનાવેલી હોય છે જેનો અત્યારે પણ દરેક ઘરમાં ઉપયોગ થાય છે. ઉંચકવામા ભારે, પૈસા વધારે અને સરળતાથી ઘસી શકાય નહીં તેવા આ વાસણો રસોઇ બનાવવા માટે સૌથી સારા માનવામા આવે છે. લોખંડના વાસણમાં ખાવા બનાવામા આવે તો ભોજનમાં આર્યન તત્ત્વ વધી જાય છે. ધાતુના વાસણો હલકા, મજબૂત અને ગુડ હીટ કંડકટર હોય છે. તેની કિંમત વધારે હોય છે. ભારતીય રસોઇમાં ધાતુના વાસણો સૌથી વધારે હોય છે. રસોઇમાં કૂકરથી લઇને કડાઇઓ દરેક ઘરમાં ધાતુમાંતી બનેલી હોય છે.

ધાતુ મુલાયમ અને પ્રતિક્રિયાશીલ હોય છે. તેથી મીઠા અને ખટાશના સંપર્કમાં આવે ત્યારે ખાસ પ્રકારનુ રિએકશન આવતુ હોય છે. ખાસ કરીને ટામેટાં કે અન્ય ખટાશવાળી વાનગી તેમાં બનાવીએ ત્યારે આ જોવા મળે છે. ધાતુ ઉકળતી હોય છે. રસોઇ ધાતુના વાસણમાં બનાવીએ છીએ તે એક ગંભીર બાબત છે. તે ખોરાકમાંથી આર્યન અને કેલ્શિયમના તત્ત્વોને શોષી લેવાનો ગુણ તેમાં હોય છે. તેનાથી હાડકાં નબળા પડે છે. યાદશક્તિ ઓછી થવાની બીમારી થાય છે. તેથી એ વાત સ્પષ્ટ થાય છે કે ધાતુના વાસણોથી માનસિક બીમારીઓના સંભવિત કારણો હોઇ શકે છે. શરીરમાં ધાતુની માત્રા વધી જાય તો ટીબી અને કીડની ફેલ થઇ જાય છે. ૅઆપણા શરીરના ફેફસાં અને નર્વસ સિસ્ટમ માટે નુકસાનકારક છે. વિશેષજ્ઞાોની રાય મુજબ ધાતુના વાસણમાં ચા, ખટાશવાળી વાનગીઓ અને ચટણી ના બનાવી જોઇએ. આ વાસણમાં જયાં સુધી ખોરાક રહેશે ત્યાં સુધી તેમાં ધાતુના રસાયણ ઓગળશે.

કોપર અને પીત્તળના વાસણો હીટ ના ગુડ કંડકટર હોય છે. તેનોે ઉપયોગ જૂના જમાનામા વધારે થતો હતો. તે એસિડ અને મીઠા સાથે પ્રક્રિયા કરે છે. ખોરાકમા રહેલા આર્ગેનિક એસિડ વાસણો સાથે પ્રક્રિયા કરી વધારે કોપર પેદા કરે છે જે શરીર માટે નુકસાનકારક છે. તેનાથી ફૂડ પોઇઝનિંગ થઇ શકે છે. તેથી ટિનથી કોટિંગ કરવુ જરૃરી છે. જેને કલાઇ કહે છે. સ્ટીલના વાસણો સારા અને સુરક્ષિત છે. તેને સાફ કરવામા પણ કોઇ મુશ્કેલી પડતી નથી. સ્ટેનલેસ સ્ટીલ એક મિશ્રિત ધાતુ છે. જે લોખંડમા કાર્બન, ક્રોમિયમ અને નિકલ મેળવીને બનાવામા આવે છે. આ વાસણમાં લોખંડની જેમ કાટ લાગતો નથી કે પીત્તળની જેમ અમ્લ પ્રતિક્રિયા કરે છે. તેમાંથી બનાવેલા વાસણ જલદી ગરમ થઇ જાય છે. તેથી સ્ટીલના વાસણની ખરીદી કરો ત્યારે એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે આ વાસણની નીચે કોપરની કલાઇ કરેલી હોવી જોઇએ. આ વાસણો સાફ કરીએ ત્યારે એ સાવચેતી રાખવી જોઇએ કે ક્રોમિયમ અને નિકલ નીકળી ના જાય. નોન સ્ટીક વાસણો ઃ અત્યારે નોન સ્ટીક વાસણો વધારે પસંદ કરવામા આવે છે. નોેન સ્ટિક વાસણોમાં વધારે તેલ ના હોય તો પણ રસોઇ જલદી બની જાય છે. નોન સ્ટિક હોવાને કારણે તેમાં ચિકાશ આવતી નથી. પંરતુ નોનસ્ટિક વાસણો ગરમ થાય ત્યારે તેમાંથી કેટલાક રસાયણો નીકળે છે. તેથી તેને વધારે ગરમ થવા ના દેવા જોઇએ.