Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
આ લોકોના 'હટકે' મૃત્યુની ઘટનાઓ ઇતિહાસમાં નોંધાઇ
દુનિયામાં અનેક અજીબોગરીબ કિસ્સા અને રહસ્યો છે જેના પર એક પળ વિશ્વાસ કરવો મુશ્કેલ છે
01/10/2018 00:10 AM Send-Mail
ઇતિહાસના અતીતમાં અનેક કહાણીઓ દબાયેલી પડી છે કે જેને સાંભળનાર અચંબામાં મૂકાઇ જાય છે. દિલચસ્પભરી આ દુનિયામાં અનેક એવા કિસ્સા, રહસ્યો છે કે જેના પર એક પળ પણ વિશ્વાસ કરવો મુશ્કેલ છે. કેટલાક લોકોના મૃત્યુના કિસ્સાઓ પણ હજીયે રહસ્ય સમાન બની રહ્યા છે. તેમાંયે વિશ્વના અનેક જાણીતા લોકોના થયેલ સંદિગ્ધ મૃત્યુ આજે પણ ચર્ચાસ્પદ છે.

અમેરિકામાં થયેલ સિવિલ વોર અંગે કલીમેન્ટ લાયર્ડ વ્લાદિગમ ડેમો આપી રહ્યા હતા. પરંતુ ડેમો આપવા સમયે તેમના હાથમાં રહેલ પિસ્તોલમાંથી ગોળી છૂટી અને ઓન ધ સ્પોટ તેમનું મૃત્યુ થયું. જો કે આ ઘટનાથી સૌ કોઇ પરેશાન હતા કે આવું કેવી રીતે બની શકે ? કયારેક તમને જાણવા મળે કે કોઇ વ્યકિતનું ભોજન લેતા લેતા મૃત્યુ થયું તો કદાચ તમને આ વાત બકવાસ લાગે. પરંતુ આવી ઘટના બની હતી. ૧૮મી સદીમાં સ્વીડનના રાજા એડોલ્ફ ફ્રેડરિકનું મૃત્યુ વધુ ભોજન ખાવાના કારણે થયું હતું. ૬૦ વર્ષના એડોલ્ફે મૃત્યુ અગાઉ ખૂબ માત્રામાં ભોજન લીધું હતું. જો કે તેમના મૃત્યુના કારણ વિશે સાંભળનારને વિશ્વાસ થતો ન હતો.

અમેરિકાની ઇસાડોરા ડુનકાન નામની જાણીતી ડાન્સરનું મૃત્યુ એક સ્કાર્ફના કારણે થયું હતું. સૌથી પ્રિય મિત્ર દ્વારા ભેટમાં મળેલ સ્કાર્ફે ખૂબસુરત ડાન્સરનો જીવ લીધો હતો. ઇસાડોરાને ભેટમાં મળેલા સ્કાર્ફની લંબાઇ એટલી હતી કે સ્કાર્ફ પહેરીને તે પોતાની ગાડીમાંથી બહાર નીકળી ત્યારે ગાડીના ટાયરમાં સ્કાર્ફ ફસાયો ગયો અને ઇસાડોરનું મૃત્યુ થયું. કોઇ ચીજને સંભાળીને, પાળી-પોષીને મોટી કર્યા બાદ તેના કારણે જ જીવ ગૂમાવવો પડે તો તે કમનસીબી કહેવાય. આવો જ બનાવ ૬ઠ્ઠી સદીમાં બુનોના મેટર હંસ સ્ટિનિગર સાથે બન્યો હતો. તેઓને લાંબી દાઢી રાખવાનો શોખ હતો. જો કે તેનું મૃત્યુ લાંબી દાઢી પરથી ગબડી પડવાના કારણે થયું હતું. ખાસ કરીતે સ્ટિનિગર પોતાની લાંબી દાઢી વાળીને પોકેટમાં રાખતા હતા. પરંતુ એક દિવસ તેમના ઘરમાં આગ લાગતા તેઓ ઉતાવળમાં દાઢીને વાળવાનું ભૂલી ગયા અને ઉતાવળમાં તેઓનો પગ તેમની જ દાઢી પરથી લપસી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજયું.