Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
આ રેલવે સ્ટેશનોએ પાટા પર કૂદીને આત્મહત્યા કરનારાઓની ભટકે છે આત્મા
હોન્ટેડ તરીકે જાણીતા સ્ટેશનો પર બનતી અજીબોગરીબ ઘટનાઓ
01/10/2018 00:10 AM Send-Mail
ભૂતપ્રેત કે આત્માઓ ખરેખર હોય છે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. પરંતુ કેટલાક લોકોને આ વાતોમાં ઊંડો વિશ્વાસ હોય છે તો કેટલાક આ વાતોને અંધવિશ્વાસ ગણાવે છે. પરંતુ દુનિયામાં બનતી કેટલી અજીબોગરીબ ઘટનાઓનો કોઇ વૈજ્ઞાનિક આધાર ન હોવાનું જોવા મળે છે. કોઇને કોઇ ચીજ કે અદૃશ્ય શકિત જરૂર હશે કે જેની ઓળખ હજી સુધી થઇ શકી નથી. ભૂતિયા બંગલા, રસ્તા, હવેલી કે જંગલ વિશે જાણવા, સાંભળવા મળે છે. પરંતુ કેટલાક રેલવે સ્ટેશનો પણ એવા છે જેને હોન્ટેડની ઉપમા આપવામાં આવી છે. આ સ્ટેશનો પર બનતી ઘટનાઓ માણસના વિચારથી પર હોય છે. તેમાંયે પાંચ સ્ટેશનોના થયેલ અનુભવોથી તેના નામ માત્રથી લોકો કાંપી ઉઠે છે.

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તાનું મેટ્રો સૌથી જૂના રેલ્વે સ્ટેશનોમાંનું એક છે. પરંતુ અહીંયા રાત્રિ થતાં જ લોકો સ્ટેશન પર આવવાનું ટાળે છે. કેટલાક મુસાફરોએ દાવો કર્યો હતો કે રાત્રિના સમયે સ્ટેશન પર અજીબોગરીબ અવાજ સંભળાય છે. કેટલાકે તો સ્ટેશન પર પડછાયા ફરતા હોવાનું જોયું છે. જયારે કેટલાક મુસાફરોએ પોતાના સિવાય કોઇ સ્ટેશન પર ન હોવા છતાંયે સતત અવરજવર થતી હોવાનો અહેસાસ કર્યો છે.

પુરુલિયાથી પ૦ કિ.મી.દૂર આવેલા બેગુનકોડોર રેલવે સ્ટેશનની ભૂતિયા સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ ૧૯૬૭માં સ્ટેશનના કર્મચારીએ એક મહિલાને સફેદ સાડીમાં જોઇ હતી અને બાદમાં તે કર્મચારીનું મોત થઇ ગયું હતું. બેગુનકોડોર રેલવે સ્ટેશન આ કારણોસર લાંબા સમય સુધી બંધ રાખવામાં આવ્યું હતું. વર્ષ ર૦૦૯માં આ સ્ટેશનને ફરીથી ચાલુ કરવામાં આવ્યું હતું છતાંયે લોકો ત્યાં જતા ગભરાય છે. મેકિસકો શહેરની લાઇન ર પર આવેલું છે દુનિયાનું સૌથી ડરામણું મેટ્રો સ્ટેશન પેન્ટોનેસ. બે કબ્રસ્તાનની નજીક બનાવાયેલા આ સ્ટેશનના કારણે અનેક લોકોના મનમાં ભય વ્યાપ્યો હતો. સાંજ પડતા જ સ્ટેશન નજીકના કબ્રસ્તાનની કબરોમાંથી માણસોના ચિત્કાર, જુદા જુદા પ્રકારના અવાજો સંભળાય છે. ઉપરાંત પડછાયાઓની અવરજવર થતી રહે છે કયારેક મુસાફરોની સામે પડછાયો આવ્યા બાદ એક સેકન્ડમાં અદ્દશ્ય થઇ જાય છે. લંડનના એડિસમ્બે રેલ્વે સ્ટેશનને વર્ષ ર૦૦૯માં બંધ કરી દેવાયું હતું. તેનું કારણ એ હતું કે આ સ્ટેશન પર બનતી વિવિધ ઘટનાઓ માનવ સમજની બહારની હતી. આત્માઓ ફરી રહી હોવાની વહેતી થયેલી વાતોને કારણે લોકોએ સ્ટેશન પર આવવાનું બંધ કર્યુ હતું. આ પ્રકારની બાબતોમાં ચીન પણ કમ નથી. ચીનના કાઓબાઓ રોડ સબવે સ્ટેશનને મોસ્ટ હોન્ટેડ રેલ્વે સ્ટેશનની યાદીમાં સામેલ કરાયું છે. કાઓબાઓ રોડ સબવે સ્ટેશન પર રાત્રિના સમયે આવતી ટ્રેનો આપોઆપ બંધ કે મશીનમાં ખામી સર્જાવવાની ઘટનાઓ બને છે. અહીેયા મુસાફરોને પણ એકાએક કોઇકનો ધકકો વાગતા પાટા પર પટકાવાથી મોત નીપજયાની ઘટનાઓ બની ચૂકી છે. કેટલાકને ભૂતોના પડછાયા પણ નજરે પડયા હતા. આથી ડરના માર્યા આ સ્ટેશનને મુસાફરો ભૂતિયા સ્ટેશન તરીકે ઓળખે છે.