Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
ભારતીય તત્વદર્શન અનુસાર સર્વપીત્રી અમાવસ્યા અને પિતૃઓની સતગતી
29/09/2018 00:09 AM Send-Mail
ચાલો તા.૮-૧૦-૨૦૧૮ ને સોમવારના રોજ આવનારી સર્વપીત્રી અમાવસ્યાના દિવસે આપણે સર્વકાળ અને સ્થળ પરત્વે આપણા માતા પિતારૃપ અતૃપ્ત જીવાત્માઓને શાંતિ સતગતી અને તૃપ્તિ પ્રાપ્ત થાય એવું કંઇક આપણાથી થઇ શકે છે તો તેમ કરીએ. આ શ્રાધ્ધકર્મ વિશે થોડુ તત્વદર્શન અનુસાર વિચારીએ અને આપણાથી આપણું આપણા પરિવાર-કુટુબ જ્ઞાાતિ કે પ્રાન્તનું હિત થઇ શકે કેમ છે કે કેમ તે જોઇએ અને જો થઇ શકતું હોય તો શા માટે સામાન્ય ખર્ચની અંદર થતુ આ શ્રાદ્ધકર્મ ન કરવું અથવા ખાલી કરવા ખાતર કરી કંઇ કર્યુ છે. તેવો અહેસાસ લઇ કરી ખોટી રીતે નિશ્ચીંત થવુ.

વર્તમાન સમયમાં આપણે હાલ જે કોઇ પરિવાર કુટુંબ, જ્ઞાાતી સમાજ પ્રાન્તમાં છીએ તે આપણા આ વિકાસક્ષેત્રમાં ખાલી આપણે અને આપણે જ નહીં પરંતુ આપણી પૂર્વે થઇ ગયેલા આપણા વડીલરૃપ જીવાત્માઓનું પણ આમાં એટલુ જ યોગદાન રહેલુ છે. આપણી સંસ્કૃતિમાં આપણે સર્વે વ્યકિતઓ જે અલગ અલગ શરીરમાં રહેતા જીવા-આત્માઓ છીએ જે આપણે પૂર્વે પણ કયાંક હતાં, હાલ છીએ, અને હવે પછીં પણ આપણે શરીર છોડી દીધા બાદ પણ જન્મીશુ અને આરીતે અલગ અલગ વ્યકિતઓના લેણ-દેણ સંબંધોઆપણા કર્મ અનુસાર પ્રસ્થાપીત થતા હોય છે અને જયારે આપણે આ શરીરમાં હોય ત્યારે આપણે મૂળ રૃપમાં શરીર નહી પણ આત્મા છીએ તે રીતે મુક્તીનું જ્ઞાાન ન થાય ત્યા સુધી આપણને આ કાળરૃપ ઘટનાચક્રમાં આપણો જન્મ મુત્યુ અને પુર્નજન્મ થતો રહે છે. આપણા સમાજમાં જે કોઇ પૂર્વના જન્મના આપણા વડીલો રૃપ જીવાત્માઓ કંઇ ને કંઇ આપણને આગળ વધારવાના મોહરૃપ કર્મમાં કંઇ ન કંઇક અપેક્ષાઓ પૂરી કર્યા પહેલા મૃત્યુ પામ્યા હોય અથવા અકસ્માતે મૃત્યુ થયા હોય અને માટે હાલ અવગતમાં હોય કે મનુખ્યરૃપ દેહ પ્રાપ્ત ન થતો હોય તેમને તે પ્રમાણે આપણે આપણાથી થતાં કોઇપણ કર્મ દ્વારા તેઓ માટે થઇને કંઇક કરવુ જોઇએ. તે આપણી નૈતીક ફરજ પણ બને છે.

હાલ વર્તમાન જીવનમાં આપણને કંઇ પણ દુઃખ તકલીફ બાધાઓ જણાય ત્યારે એ આપણને આપણા પૂર્વના અવગતે જીવઆત્માઓ દ્વારા થતી હોય તેવું કહેવાય છે. તેમના આપણને દુઃખ આપવાના હેતુસર નહી પરંતુ ફરી પોતાને દેહ પ્રાપ્ત થાય મનુષ્યયોની પ્રાપ્ત થાય તે માટે આપણને યાદ કરવવાના હેતુથી હોય છે. નીચેના મુદ્દાઓને આ સંબંધી વિચારવામાં આપશે ત્યારે આપણે આ બધુ સાચુ છે અને તેમ કરવુ એ આપણી નૈતીક ફરજ છે તેમ જણાશે ૧ અપ્રકટમાં શીવ-શકિત અને પ્રકટમાં મહાનારાયણજી-મહાલક્ષ્મીજી કે રાધા-કૃષ્ણ કે સીતા-રામ એ આપણા આખાયે વિર્શ્વના મૂળ-માતા-પિતા છે. ૨ આખીયે સૃષ્ટિને ઉત્પન્ન કહી તેમણે માતા-પિતારૃપ વૈશ્વીક મનુષ્ય શરીરમાં રહી આખીએ સૃષ્ટિને પોતાની સાથે જોડી રાખી છે અને એ જ પરમાત્મા સર્વે મનુષ્ય શરીરમાં આત્મારૃપે રહી આખીયે સૃષ્ટિ સાથે આપણને જોડી રાખે છે અને આપણને સંભાળે છે જેમાં મુકતી પામતા સુધી આપણા જન્મ મૃત્યુ અને પુર્નજન્મ થતાં રહે છે. ૩ એક માતારૃપ-આત્મા અને એક પિતારૃપ આત્માથી અન્ય એક વ્યકિતરૃપ-આત્માપ્રકટ થયેલ જણાય છે. ૪ એટલે આપણે સૌ જે મનુષ્ય દેહરૃપ જણાઇએ છીએ તેની પાછળ મૂળરૃપ આપણે આત્મા જ છીએ. ૫ તમેવ-માતા, પિતા-તમેવ તમેવબંધુ ચ સખા તમેવ એ જે પંકિતઓ છે એ આપણા સૌના સંબંધો પાંછળ એક આત્મા જ છે અને એ પરમાત્માના બીજરૃપે આપણી અંદર છે. ૬ ભારતીય સંસ્કૃતમાં નૂતનવર્ષથી પૂર્ણથતા વર્ષ સુધી આવતાસર્વે તહેવારો. ક્રિયા-કર્મોનું થોડું ચિંતન મનન કરવાથી જણાઇ છે કે એ આપણા સૌનુ સર્વકાળમાં સર્વ સ્થળે હિત કરવાની એક શિસ્તબધ કુદરતી યોજનાઓ જ છે. ૭ આ પદ્ધતિમાં હાલ આપણે શ્રાદ્ધપક્ષમાંથી પસાર થઇ રહયા છીએ અને તેમાં આવતી સર્વે પિતૃઅમાવસ્યાનો એ દિવસ એ આપણા સૌના અવગતે રહેલા આપણા સર્વેમાતૃ-પિતૃ દેવતાઓને ફરીથી મનુષ્ય દેહ પ્રાપ્ત થાય તે માટેનો તેમના માટે કંઇ કરી છૂટવાનો ઉત્તમ દિવસ. ૮ પારીવારીક મુખીયાએ પોતાના પરીવારની અન્ય વ્યક્તિઓ વતી જે તે સ્થળે પૂર્વે થયેલા સર્વે માતા-પિતારૃપ જીવાત્માઓના કલ્યાણનો સંકલ્પ કરી ભગવાન વિષ્ણુ કે શીવજીને પ્રણામ કરી અને તેમને સતગતી અર્થે પ્રાર્થના કરી શ્રાદ્ધ કરવુ. ૯ કૌટુબીક મુખીયાએ-સર્વે કુટુબી જનો વતી જે તે સ્થળે પૂર્વે થયેલા સર્વે માતૃ-પિતૃરૃપ જીવાત્માઓના કલ્યાણઅર્થે થોડા કૌટુબીક વડીલોને સાથે રાખી નારાયણબલી શ્રાદ્ધ કર્મ કરવુ તેમને સતગતી માટે ભગવાન-વિષ્ણુ કે શીવજીને પ્રાર્થના અને પ્રણામ કરી આ શ્રાદ્ધ કરવુ કે કરાવવુ. ૧૦ જ્ઞાાતીના મુખીયાએ ઉપરોકત રીતે સર્વ જ્ઞાાતીના લોકો વતી જે તે સ્થળે પૂર્વે થયેલા આખીયે જ્ઞાાતીના માતા-પિતારૃપ જીવાત્મોના કલ્યાણ અર્થે વડીલોએ ભેળા મલી નારાયણબલી શ્રાદ્ધ કર્મ કરવુ કે કરાવવુ. ૧૧ બ્રાહ્મણ જ્ઞાાતીના લોકોએ જે તે ગામ કે સ્થળે પોતાની તેમજ સર્વે જ્ઞાાતીના લોકોવતી પૂર્વે જે તે સ્થળે થયેલા સર્વે માતૃ-પિતૃરૃપ જીવાત્માઓના કલ્યાણ અર્થે "વસુધૈવ કુટુંબકમ" ની ભાવનાથી આ નારાયણબલી શ્રાદ્ધ કર્મ કરવુ કે કરાવવું. ૧૨ પહેલુ સગુ-પડોશી તે ભાવનાથી ગામ કે શહેરના વિવિધ મહોલ્લાઓમાં સર્વે પડોશી પરિવારના લોકો આગેવાનોએ ભેગા મળી જે તે ગામ કે શહેર કે મોહલ્લામાં જે તે સ્થળે પૂર્વે થયેલા સર્વે માતૃ-પિતૃરૃપ જીવાત્માઓના કલ્યાણઅર્થે આ નારાયણબલી શ્રાદ્ધ કર્મ કરવુ કે કરાવવું. આ રીતે વિવિધ કુટુંબોમાં વિવિધ સ્થળે આ રીતના આદર્શથી આ કર્મ કરવાથી જે તે સ્થળ અને કાળમાં જે તે સ્થળ કે સમયમાં અવગતે ગયેલા જીવાત્માઓના આત્માને શાંતી અને તૃપ્તી પ્રાપ્ત થશે. અને જે તે ગામ, શહેર કે મહોલ્લાઓમાં કૌટુબીક ભાવના વધશે તેમજ પૂર્વે અવગત જીવાત્માઓની તૃપ્તી થવાથી તેમના આર્શીવાદથી સર્વેનું ખૂબ સારી રીતે હીત થશે જેમાં અકસ્માતે મૃત્યુઓનુ પ્રમાણ ઘટશે તેમજ વિવિધ વિસ્તારોમાં રોગ દુઃખ દર્દ ઓછા થથે અને ખુબ સુખ શાંતી અને સમૃધ્ધી પણ ખૂબ થશે. વેદોમાં પણ કહેવાયુ છે કે કોઇ પણ દેવતાઇ કર્મ અંગત સ્વાર્થ ખાતર કરવુ શ્રાપરૃપ છે અને સર્વ માટે સર્વ કોઇના હીત ખાતર કરવાથી તે પૂર્ણતા સભર અને શ્રેષ્ઠ ફળદાયી બને છે અને પિતૃઓની શાંતી અને તૃપ્તી કર્યા પહેલા બીજા કોઇ દેવતાઓનુ શાંતી કર્મ અસ્થાને ગણાય છે. "ઇશ્વર સહુનુ હિત કરે એજ ભાવનાથી." શુભં ભવતુ અશ્વિનભાઇ એચ. જોશી, રીટા. અધિક મદનનીશ ઇજનેર