Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
ડિઝિટલ પ્લેટફોર્મનવોદિતો માટે નવી તક
હાલમાં મનોરંજન વિશ્વમાં એક ત્રીજા પ્લેટફોર્મે હલચલ મચાવી દીધી છે જેની સફળતાએ અનેકનું ધ્યાન તેની તરફ આકર્ષિત કયુંર્ છે. વાત ડિઝિટલ પ્લેટફોર્મની છે
28/09/2018 00:09 AM Send-Mail
મનોરંજની દુનિયામાં ફિલ્મ અને ટેલિવિઝન બંને એવા પ્લેટફોર્મ છે જે કલાકારોને પોતાની પ્રતિભા દર્શાવવાની પુરી તક આપે છે.બંને પ્લેટફોર્મની પોતાની ભૂમિકા અને મહત્તા છે. એક તરફ ટેલિવિઝનનાં કલાકારોને જ્યારે બોલિવુડમાં તક મળે છે ત્યારે તે રાજીના રેડ થઇ જાય છે તો બોલિવુડના નામાંકિત કલાકારોને ટેલિવિઝનનાં માધ્યમનો અને તેની મહત્તાનો અંદાજ છે અને તે કારણે જ મોટા કલાકારો તેનો પોતાની લોકપ્રિયતાને વધારે મજબૂત કરવા માટે ઉપયોગ કરતા હોય છે.પણ હાલમાં મનોરંજન વિશ્વમાં એક ત્રીજા પ્લેટફોર્મે હલચલ મચાવી દીધી છે જેની સફળતાએ અનેકનું ધ્યાન તેની તરફ આકર્ષિત કર્યુ છે.આ એવું પ્લેટફોર્મ છે જે ટીવી કલાકારો અને બોલિવુડના કલાકારોની સાથે જ નવા કલાકારોને પણ પુરતી તક આપે છે. વાત ડિઝિટલ પ્લેટફોર્મની થઇ રહી છે.પહેલા મનોંરંજન માટે ટેલિવિઝન અને ફિલ્મ જ માધ્યમ હતા પણ ત્યારબાદ ટેલિકોમ્યુનિકેશનની ક્રાંતિએ લોકોનાં હાથમાં મોબાઇલ મુકી દીધા છે જે તેમના મનોરંજનનું હાલમાં સશક્ત માધ્યમ છે.થોડા વર્ષો પહેલા શરૃ થયેલ આ પ્લેટફોર્મે એટલી સફળતા હાંસલ કરી છે કે હાલમાં તેના તરફ જ લોકોનું ધ્યાન ખેંચાયેલું છે.શોર્ટ ફિલ્મોથી માંડીને વેબ સિરીઝ બધું જ અહી ઉપલબ્ધ છે.અત્યારસુધી પ્રોડકશન હાઉસ અને ચેનલો જ વેબ સિરીઝ દર્શાવતા હતા હવે નેટ ફ્લિકસ અને એમેઝોને આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે જે ભારતની આ સિરિયલ્સને દર્શાવી રહ્યાં છે.પ્રારંભે ટેલિવિઝન પર ફેમિલી અને મસાલાનું કન્ટેન્ટ પ્રચલિત હતું.ત્યારબાદ રિયાલિટી શોએ પોતાનો કમાલ દર્શાવ્યો હતો પણ ડિઝિટલ ઇન્ડસ્ટ્રીમાં એવા વિષયવસ્તુઓને તક અપાઇ છે જેનો આ પહેલા કોઇએ વિચાર પણ કર્યો નથી.વાસ્તવમાં તેની એક ખાસિયત છે.તમારે ફિલ્મ જોવી હોય તો થિયેટરમાં જવું પડે અને સિરિયલ જોવી હોય તો ટેલિવિઝનની સામે બેસવું પડે પણ યુ ટયુબ અને ડિઝિટલ ચેનલ્સ મોબાઇલમાં ચાલે છે જેને કોઇપણ વ્યક્તિ ગમે ત્યાં ગમે ત્યારે જોઇ શકે છે.તેવામાં તેનો તમામ લોકો ફાયદો ઉઠાવે છે.

સાથોસાથ એક ખાસ વાત એ છે કે તેમાં દરેક પ્રકારની વાતનો સમાવેશ કરાયો છે અને કોઇપણ વયવર્ગની વ્યક્તિને પોતાની પસંદગીની કન્ટેન્ટ અહી મળી જાય છે.યુ ટયુબ પર પોતાની ચેનલ્સ ચલાવ્યા બાદ હાલમાં ડિઝિટલ પ્લેટફોર્મનો દૌર ચાલી રહ્યો છે.ભારતમાં પરમેનન્ટ રૃમ મેટસ અને પિચર્સ જેવા શો દ્વારા વેબસિરીઝનો આરંભ થયો હતો.ત્યારબાદ કેટલીક ભારતીય ચેનલ્સે પોતાની વેબસિરીઝ શરૃ કરી હતી અને દર્શકોએ તેને સારો રિસ્પોન્સ આપ્યો છે.અલ્ટ બાલાજી અને ટીવીએફ જેવી એપ્સ આ ડિઝિટલ પ્લેટફોર્મનું ઉદાહરણ છે.આ એપ્સ પર દર્શકો એકથી એક જોરદાર વેબ સિરીઝ નિહાળી શકે છે.અહી કલાકારો, ડાયરેકટર, પ્રોડયસર્સ, મેકર્સ તમામને તક મળી રહી છે.હવે તો ઇન્ટરનેશનલ ડિઝિટલ ચેનલ્સ પણ ભારતની વેબસિરીઝો દર્શાવી રહી છે.જેનું સૌથી મોટુ ઉદાહરણ સેક્રેડ ગેમ્સ અને ઇનસાઇ એઝ છે જેને દર્શકોએ ખુબ જ પસંદ કરી હતી. આ સિરીઝની સફળતા બાદ જ નેટફ્લિકસ અને એમેઝોને સતત ભારતન સિરીઝો દર્શાવવાનું શરૃ કર્યુ છે.બ્રીથ, ઘાઉલ, લસ્ટ સ્ટોરીઝ જેવી ઉત્તમ સિરીઝો તેમાં સામેલ છે.આ ઉપરાંત બાર્ડ ઓફ બ્લડ અને બાહુબલિ બિફોર ધ બિગિનિંગ આગામી સમયમાં આવનાર છે.જેમાં બોલિવુડ અને ટેલિવિઝનનાં કલાકારોને દર્શાવાશે.એકતા કપુરે ટેલિવિઝન અને બોલિવુડ ઉપરાંત ડિઝિટલ પ્લેટફોર્મ પર પણ પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે.તો બાર્ડ ઓફ બ્લડમાં શાહરૃખ નિર્માતા તરીકે હશે.જે રીતે આ ડિઝિટલ પ્લેટફોર્મને સફળતા મળી રહી છે આગામી સમયમાં મોટાભાગના નવયુવાન કલાકારો અને કસબીઓ માટે તે એક વધારાનું પ્લેટફોર્મ બની રહેશે તેમાં નવાઇ નથી.