Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
બોલીવુડમાં વિલનનો જલવો
માસ્ટર ઓફ સસ્પેન્સ અલ્ફ્રેડ હિચકોંકે કહ્યું હતું કે વિલન જેટલો સફળ હોય છે, ફિલ્મ એટલી જ સફળ થાય છે. હીરોને સુપરહીરો બનાવવામાં વિલનનો જેટલો સહયોગ છે તેટલો કોઇ અન્ય પાત્રનો નથી. હિન્દી ફિલ્મોમાં પણ નાયકને નબળો બનાવવા કરતાં વધારે તેના ખલનાયકને મજબૂત બનાવવામાં આવી રહ્યો છે. તેથી વિલનનું પાત્ર ભજવવાનું જોખમ પ્રતિભાશાળી એક્ટર ઉઠાવી રહ્યાં છે
28/09/2018 00:09 AM Send-Mail
બોલીવુડમાં વિલેન એટલે કે ખલનાયક ફરીથી માથુ ઉચકી રહ્યાં છે. હીરોને સુપરહીરો બનાવવામાં વિલેનનો જેટલો સહયોગ છે તેટલો કોઇ અન્ય પાત્રનો નથી. હિન્દી ફિલ્મોનો ઇતિહાસ સાક્ષી છે કે ક્યારેક ક્યારેક હીરો પર પણ વિલેન ભારે પડી જાય છે. તેને રણવીર સિંહ કરતાં સારૂ અન્ય કયો અભિનેતા સમજી શકે છે. તેથી તે સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘પદ્માવત’માં રતન સિંહ બનવાને બદલે પદ્માવતી પ્રતિ હવસ ધરાવનાર અલાઉદ્દીન ખિલજી બની ગયો. પરિણામ સામે છે. આજે તે ૩૦૦ કરોડનો કારોબાર કરનાર ફિલ્મને ખલનાયક બની ચૂક્યો છે.

મિત્ર શત્રુ હિન્દી ફિલ્મોનો કોઇ ખાસ ચહેરો વિલેન નથી. લવ રંજનની ફિલ્મ ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’માં કહેવા ખાતર તો કાર્તિક આયર્ન, સની નિજ્જરનો મિત્ર છે પરંતુ તેના કામ દુશ્મન જેવા લાગે છે. તેને સનીના નુસરત ભરૂચા સાથે લગ્ન પસંદ નથી તેથી તે તેને તોડાવીને જ જંપે છે. આવા મિત્ર શત્રુ હિન્દી ફિલ્મોમાં ઘણા ઓછા જોવા મળે છે. હિન્દી ફિલ્મોમના કલ્લુ મામા સૌરભ શુક્લની દુશ્મનતી તો ગજબની છે. તે તેની હવેલીમાં ઇન્કમ ટેક્સ રેડ પાડવા આવેલા અજય દેવગણને છગ્ગો મારે છે. આટલો ઠંડો પરંતુ દોષી વિલેન હિન્દી ફિલ્મ દર્શકોએ જોયો નહીં હોય. સુધીર મિશ્રાની પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘દાસ દેવ’માં ખલનાયક પાત્રોની ભરમાર છે. ત્યાં સુધી કે ફિલ્મના નાયક પણ વિલેનની છાયામાંથી બહાર આવી શકતો નથી. વિલેનના ચક્કરમાં સલમાન ખાન સલમાન ખાનની ફિલ્મ ‘રેસ ૩’માં તો વિલેન પાત્રોની ભરમાર છે. અનિલ કપૂર, બોબી દેઓલ, ફ્રેડ્ડી દારૂવાલા વગેરે સલમાન ખાનના દુશ્મન છે. જોકે કેટલાક વધારે ક્લાસી હોવાના ચક્કરમાં ‘રેસ ૩’ના તમામ પાત્રો પોતાનો પ્રભાવ ગુમાવી બેસે છે. તેમાં શંકાને કોઇ સ્થાન નથી કે ‘સંજૂ’માં સંજય દત્તનું પાત્ર ભજવવામાં રણવીર કપૂરે કમાલ કરી દેખાડ્યો છે. પરંતુ તેના સંજૂને નશાની આદત પડાવનાર મિત્ર ઝુબિન મિસ્ત્રીને કઇ રીતે ભૂલાવી સકાય છે. એ જ તો સંજૂને સહાનુભૂતિનો ચહેરો બનાવે છે. આ પાત્ર ફિલ્મમાં જિમ સર્વે ભજવ્યો છે. કમજોર વિલેન ફ્લોપ ફિલ્મ ‘રેસ ૩’નો વલિેન સિકંદર નબળો હતો.પરિણામ ફિલ્મ ફ્લોપ થઇ ગઇ. ‘સાહબ બીબી ઔર ગેંગસ્ટર ૩’, ‘મુલ્ક’ અને ‘વિશ્વરૂપમ ર’ના વિલેન પણ નાયકની તુલનામાં નબળા સાબિત થતા હતાં. આ જ કારણ છે કે આવનારી કેટલીક ફિલ્મોેમાં વિલેનને મજબૂત બનાવવામાં આવ્યો છે. આ વિલેન પાત્રો પ્રતિભાશાળી એક્ટરો કરી રહ્યાં છે.

રજની કાંતની ‘ર.૦’નો અક્ષય કુમાર અક્ષય કુમાર એટલે સફળતાની સો ટકા ગેરંટી. તેથી તે ‘૨.૦’ ફિલ્મમાં ડોક્ટર રિચર્ડ ઉર્ફે ક્રો મેનનું વિલેનનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મમાં નાયક રજની કાંત છે. ફિલ્મમાં ખલનાયકને મજબૂત બનાવવામાં આવ્યો છે. રિતિક રોશનની ફિલ્મ ‘સુપર ૩૦’નો પંકજ ત્રિપાઠી ‘સુપર ૩૦’ કોઇ એક્શન ફિલ્મ નથી. આ સામાજિક ફિલ્મ છે. ફિલ્મ ‘અગ્નિપથ’માં સંજય દત્તનો ચમચો બનનાર પંકજ ત્રિપાઠી ‘સુપર ૩૦’માં રિતિક રોશનની સામે પડ્યો છે. આ ફિલ્મમાં તે વિદ્યાર્થીઓને મફત ગણિત ભણાવનાર આનંદ કુમારનો કટ્ટર વિરોધી બન્યો છે. આ પાત્રમાં કોઇ લાઉડનેસ નથી. સાંભળવા મળી રહ્યું છે કે આ પાત્ર માટે પંકજ પર પ્રોસ્થેટિક મેકઅપ કરવામાં આવ્યો છે. આ ભૂમિકા માટે ફિલ્મ ‘ન્યૂટન’માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવનાર પંકજ ત્રિપાઢી કરતાં સારો એક્ટર કોઇ હોઇ શકે તેમ ન હતો. ‘સિમ્બા’નો સોનૂ સૂદ સોનૂ સૂદ જો કંગના રાણાવતની ઐતિહાસિક ફિલ્મ ‘મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસી’થી નીકળી ગયો ન હોત તો આ ફિલ્મમાં રાની લ-મીબાઇના દુશ્મન સદાશિવની ભૂમિકા ભજવી રહ્યો હોત. હવે આ ભૂમિકામાં સારૂ અભિનય કરનાર રાંઝણાના પંડિત મુરારીની ભૂમિકા ભજવનાર એક્ટર મોહમ્મદ ઝીશાન ઐયુબ આવી ગયો છે. આમ તો સોનૂ સૂદ પાસે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’ની ખલનાયકની ભૂમિકા પણ છે. આ પાત્ર લાર્જર ધેન લાઇફ છે. સોનૂ સૂદને આ પ્રકારની ભૂમિકાઓ ભજવવામાં મહારથ પ્રાપ્ત છે. તે ‘દબંગ’માં સલમાન ખાનને જોરદાર ટક્કર આપી ચૂક્યો છે. ‘બ્રહ્માસ્ત્ર’ની મૌની રોય ટીવી પર સતીથી નાગિન સુધીના ભિન્ન પાત્રો કરનારી મૌની રોયની પ્રથમ હિન્દી ફિલ્મ ‘ગોલ્ડ’ રજૂ થઇ ચૂકી છે. આ ફિલ્મમાં તે અક્ષય કુમારની પત્નીની ભૂમિકામાં હતી. પરંતુ ‘બ્રહ્માસ્ત્ર’માં તેની ભૂમિકા ખલનાયિકાની હશે. જાણવા મળ્યું છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની આ ફેન્ટાસી ફિલ્મમાં મૌની રોયનું પાત્ર નાગિન જેવું ચમત્કાર કરનાર પરંતુ ખરાબ હોઇ શકે છે. ‘સાહો’માં મંદિરા બેદી અને નીલ નિતિન મુકેશ બાહુબલી એક્ટર પ્રભાષની એક્શન ફિલ્મ ‘સાહો’થી મંદિરા બેદી વેમ્બ અને નીલ નીતિન મુકેશ વિલેનના પાત્રમાં હશે. મંદિરા બેદીને બોલીવુડમાં નાયિકા તરીકે સફળતા મળી નથી. નીલ સાથે પણ કંઇક આવું જ બન્યું છે. બન્ને પ્રભાષની ફિલ્મમાં વિલેનની ભૂમિકાઓ કરી રહ્યાં છે. આ બન્નેની ભૂમિકાઓનો ખુલાસો થયો નથી. પરંતુ મુખ્ય વિલેન આ જ બન્ને હશે.