Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
ગ્લોબલ વોર્મિંગ અને ગરમીનાં મોજા
વિરાટ નદીઓ એમેઝોન અને કોંગોના તટપ્રદેશના વાતાવરણના તાપમાનમાં તી-ણ વધારો પાયમાલી સર્જે તેમ છે. માત્ર ગરમીના મોજા જ ચિંતાનો વિષય નથી. મૂશળધાર વરસાદના બનાવો અને પૂર હોનારતો પણ વધવાની સંભાવના છે
27/09/2018 00:09 AM Send-Mail
ગ્લોબલ વોર્િંમગના કારણે દુનિયાના સરેરાશ તાપમાનમાં વધારો થાય છે અને તેનાથી પૃથ્વીની આબોહવામાં બદલાવ આવી રહ્યો છે તે એક મોટી સમસ્યા છે. પરંતુ ગરમીના મોજાં અવાર નવાર આવે છે તેનાથી તાપમાન અંતિમ સ્થિતિએ પહોંચી જાય છે તે બીજી વાત છે.ગરમીનું મોજું આવવાથી તાપમાન અંતિમ સ્થિતિએ પહોંચી જાય છે તે વધારે જોખમી છે. ખાસ કરીને ઉષ્ણ કટિબંધીય જળવિસ્તારોમાં પહાડો પર વસતાં જીવોની અનેક જાતિઓ પર ખતરો મંડરાઇ રહ્યો છે.વિષુવવૃતની ઉત્તરે અને દક્ષિણે સાડા ત્રેવીસ અંશ અક્ષાંશો વચ્ચેનો પ્રદેશ ઉષ્ણ કટીબંધીય વિસ્તાર કહે છે. આ વિસ્તારમાં વરસાદી જંગલોમાં પહાડો પર જીવતાં અનેક જાતિના પ્રાણીઓ વસે છે. ગરમીના મોજાં આવતાં તેમના અસ્તીત્વ પર ખતરો ઊભો થાય છે.

આ વિસ્તારોમાં વસતાં અનેકવિધ પક્ષીઓ, આંચળવાળા પ્રાણીઓ (મેમલ્સ), ગરોળીના વર્ગના પ્રાણીઓ અને દેડકાઓની અનેક જાતિઓ કે જેઓ ઠંડા, વાદળછાયા, પર્વતથી ટોચ પરના જંગલોમાં વસવાટ કરવા ટેવાયેલા છે તેમનાં પર જોખમ ઊભું થાય છે.દરમ્યાન ગરમ, વરાળયુક્ત નીચાણવાળા પ્રદેશોમાં પ્રાણીઓ અને વનસ્પતિની અનેક જાતિઓ તેમની મહત્તમ ઉષ્મીય સીમા પર જીવી રહી છે. હવે વધારે ગરમી તે સહન કરી શકે તેમ નથી.અમેરિકામાં આવેલ યુનિવર્સિટી ઓફ કનેક્ટીકટના રોબર્ટ કોલવેલના કહેવા પ્રમાણે વિરાટ નદીઓ એમેઝોન અને કોંગોના તટપ્રદેશમાં વાતાવરણના તાપમાનમાં તીક્ષ્ણ વધારો પાયમાલી સર્જે તેમ છે. આ વિસ્તારમાં નજીકમાં નજીકના પહાડો હજારો કિલોમીટર દૂર છે તેથી ગરમીનો તણાવ અનુભવતી જાતિઓ નાસીને પણ ક્યાંય જવાપણું છે નહીં.માત્ર ગરમીના મોજાં જ ચિંતાનો વિષય નથી. આબોહવાના મોડેલો સૂચવે છે કે મૂશળધાર વરસાદના બનાવો અને પૂરહોનારતો પણ વધવાની સંભાવના છે. ઉષ્ણ વાતાવરણ વધારે ભેજ સંગ્રહે છે. તે ભારે વરસાદને ઈંધણનો વધારે પૂરવઠો પાડે છે તેમ કહી શકાય.અલબત્ત મૂશળધાર વરસાદ વન્યજીવો માટે એટલું મોટું જોખમ નથી. પરંતુ ગરમ વાતાવરણના કારણે થતી અતિવૃષ્ટિ દુષ્કાળ લાવે છે. તે બન્નેની જુગલબંધી વન્યજીવોનું જીવન દોહ્યલું કરી દે.ઈ.સ. ૨૦૦૫માં એમેઝોનમાં તટપ્રદેશમાં નવા જ પ્રકારનો દુષ્કાળ ત્રાટક્યો હતો. સામાન્ય રીતે તે વિસ્તારમાં દુષ્કાળ પડવાનું કારણ પ્રશાંત મહાસાગરમાં અલ નિનો નામના વિશાળ પાયે થતી ઘટનાઓ છે. તે ઘટનાઓ ઘટે છે ત્યારે એમેઝોનના તટપ્રદેશના વધારે સૂકા પૂર્વ અને દક્ષિણ ભાગોમાં વરસાદની તીવ્ર અછત પડે છે. ત્યાં વરસાદ વરસતો નથી.લોકો વરસાદ માટે વલખાં મારે છે. પરંતુ ૨૦૦૫ની ઘટના જુદી હતી. તેની પાછળનું કારણ એટલાંટિક મહાસાગરની સપાટીમાં અસાધારણ રીતે થયેલો વધારો હતો. તેણે પશ્ચિમ એમેઝોનના વિસ્તારો પર સખત અસર કરી.

ખાસ કરીને પેરૃ અને પશ્ચિમ બ્રાઝીલમાં ભયંકર દુષ્કાળ ફરી વળ્યો. આ વિસ્તારો સૌથી વધારે ભીનાશવાળા અને તટપ્રદેશોનો સૌથી વિશેષ જીવોની વિવિધ જાતિઓથી સમૃધ્ધ વિસ્તાર છે.તેમાં થોડી જાતિઓ જ દુષ્કાળની સામે ટકી શકે તેવી છે. વરસાદી જંગલોના અનેક વૃક્ષો નાશ પામ્યા. વૃક્ષોની કેટલી જાતિઓ સમૂળગી નાશ પામી તેની નોંધ નથી પરંતુ મૃત્યુ પામતા વૃક્ષોએ વાતાવરણમાં મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ છોડયો. ૨૦૦૫ના આ દુષ્કાળે આબોહવાના તજજ્ઞાાોને પણ આવાક કરી દીધા.એ જ અભૂતપૂર્વ પરિસ્થિતિ કે જેણે ભયંકર દુષ્કાળ ફેલાવ્યો તેણે જ 'કેટરિના' નામનાં હરિકેનનું સર્જન કરેલું. આપણે જાણીએ છીએ કે હરિકેન એક પ્રકારનું વાવાઝોડું છે. ઉપરોક્ત હરિકેનને કેટરિના એવું નામ આપવામાં આવેલું.કેટરિના હરિકેને મેક્સિકોના અખાતમાં મોટી પાયમાલી સર્જી હતી. હરિકેનો, ચક્રવાતો અને ટાઇફુનો દર વર્ષે પૃથ્વીના વિશાળ વિસ્તારોમાં ખાનાખરાબી સર્જે છે. કેટલાક આબોહવા વૈજ્ઞાાાનિકોના મતે પૃથ્વી જેમ વધારે ગરમ થશે તેમ આ તોફાનોની તીવ્રતા વધશે. હરિકેનો, ચક્રવાતો અને ટાઇફુનો હવામાનમાં ઉદ્બવતા પવનના વિવિધ પ્રકારના જબરજસ્ત તોફાનોના થાય છે.એટલાન્ટિક મહાસાગરમાં આ મહાઝંઝાવાત છેલ્લી સદીમાં વારંવાર આવતાં જોવા મળ્યા છે. તેની સાથે સાથે દરિયાની સવારીથી તાપમાન પણ વધતું માલૂમ પડયું છે. બીજી રીતે કહીએ તો એટલાન્ટિક મહાસાગરમાં આવતાં આ મહા ઝંઝાવાત અને તેની સપાટીના તાપમાનમાં વધારાની જુગલબંધી જોવા મળી છે.આવા મહાઝંઝાવાતોએ કાંઠા પરના અને ટાપુઓ પરના જંગલોને ઉખેડીને મેદાનો કરી દીધા છે.