Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
ઓછુ જોખમ અને ઊંચુ વળતર
દલાલ સ્ટ્રીટમાં સૌપ્રથમ રીયલ્ટી સેક્ટરે બોટમ આઉટના સંકેત આપ્યા છે. બ્રોકર્સના રિપોર્ટ્સ ચકાસીએ તો લાગે છે કે આ સેક્ટરનો ખરાબ સમય હવે પૂરો થયો છે અને કેટલાક સ્ટોક્સમાં બોટમ ફિશિંગની તક ઉભરી રહી છે
27/09/2018 00:09 AM Send-Mail
તમે એવા શેરોની શોધમાં છો જે ઓછા જોખમ સાથે ઊંચું વળતર આપી શકે? સ્વાભાવિક રીતે દરેક રોકાણકાર આવા જ શેર્સની શોધમાં હોય છે. તેની પસંદગીનો એક રસ્તો શેર દીઠ વળતર સામે જોખમની તુલના કરવાનો છે. જોખમ એટલે નિશ્ચિત સમયમાં સરેરાશ વળતરની તુલનામાં શેરના રિટર્નમાં ફેરફાર. સરેરાશ કરતાં જેટલી વધઘટ વધારે, શેરમાં જોખમ એટલું વધારે. એવી રીતે સરેરાશની તુલનામાં વધઘટ જેટલી ઓછી, જોખમ એટલું ઓછું. શેરમાં જોખમનો ખ્યાલ મેળવવા સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ ડિવિએશનનો ઉપયોગ થાય છે. જ્યારે યુનિટ દીઠ વળતરની તુલનામાં જોખમનો અંદાજ મેળવવા 'કોએફિશિયન્ટ ઓફ વેરિએશન' (સીવી) માપદંડ વપરાય છે.સીવી એટલે શેરના સ્ટાન્ડર્ડ ડિવિએશનને સરેરાશ વળતર વડે ભાગવાથી જે આંક મળે તે. જેમકે, કોઈ શેરનું છેલ્લા પાંચ વર્ષનું વળતર અનુક્રમે ૫ ટકા, ૧૦ ટકા, ૭ ટકા, ૮ ટકા અને ૭ ટકા રહ્યું હોય તો તેનું પાંચ વર્ષનું સરેરાશ વળતર પાંચ ટકા રહેશે. જ્યારે સ્ટાન્ડર્ડ ડિવિએશન ૬.૭૩ ટકા થશે. એટલે તેનો સીવી ૧.૪૬ થશે. એનો અર્થ એ થયો કે, શેરે છેલ્લા પાંચ વર્ષમાં આપેલા વળતર સામે યુનિટ દીઠ જોખમ ૧.૪૬ છે.

અમે બીએસઇ-૫૦૦ ઇન્ડેક્સ શેર્સના સીવીની ગણતરી કરી છે. છેલ્લા ત્રણ વર્ષ ૨૦૧૬, ૨૦૧૭ અને ૨૦૧૮માં શેરના ભાવના દૈનિક ડેટાના આધારે દરેક વર્ષના સીવીની અલગથી ગણતરી કરવામાં આવી છે. રિટર્નની ગણતરી પહેલી જાન્યુઆરીથી ૧૩ ઓગસ્ટ, ૨૦૧૮ના ગાળા માટે કરવામાં આવી છે. તારણ દર્શાવે છે કે, ઊંચો સીવી ધરાવતા શેર્સે ત્રણેય વર્ષમાં નોંધપાત્ર પ્રમાણમાં અંડરપરફોર્મ કર્યું છે. એવી રીતે નીચો સીવી ધરાવતા શેર્સે મોટા પાયે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. જોકે, સીવીની કેટલીક મર્યાદા છે. નેગેટિવ રિટર્ન ધરાવતા શેર્સના મૂલ્યાંકન માટે આ માપદંડનો ઉપયોગ કરી શકાય નહીં. સ્ટાન્ડર્ડ ડિવિએશન હંમેશા પોઝિટિવ હોવાથી શેરનું સરેરાશ નેગેટિવ રિટર્ન સીવીને ગેરમાર્ગે દોરે છે. એટલે સમીક્ષા હેઠળના ગાળામાં જે શેર્સનું સરેરાશ રિટર્ન પોઝિટિવ હોય તેનું જ મૂલ્યાંકન થઈ શકે.રોકાણકાર સેન્સેક્સ કે નિફ્ટીના સીવી સાથે જે તે શેરના સીવીની તુલના કરી ઓછા જોખમી શેર્સની પસંદગી કરી શકે. ૨૦૧૮માં સેન્સેક્સે પહેલી જાન્યુઆરીથી ૭ ઓગસ્ટના ગાળામાં સરેરાશ ૧૧.૪ ટકા વળતર આપ્યું છે. સેન્સેક્સ કરતાં ઓછો સીવી ધરાવતા ૩૨ શેર્સનું સરેરાશ વળતર ૪૬.૪ ટકા રહ્યું હતું, જે બેન્ચમાર્કની તુલનામાં ચાર ગણાથી વધુ આઉટપરફોર્મન્સ દર્શાવે છે.આપણે ઓછું જોખમ અને મહત્તમ વળતરની શક્યતા ધરાવતા પાંચ શેર પર નજર કરીએઃ ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ કંપની કસ્ટમાઇઝ્ડ બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ સર્વિસિસ પૂરી પાડે છે. સારી ઓર્ડરબુક અને મોર્ગેજ બિઝનેસની પ્રોત્સાહક કામગીરીને કારણે આઇસીઆઇસીઆઇ ડાયરેકટ શેર પર બુલિશ છે. બ્રોકરેજના અંદાજ મુજબ ૨૦૧૮-'૧૯માં કંપનીનું માર્જિન સારું રહેશે. શેર પહેલી જાન્યુઆરીથી ૧૩ ઓગસ્ટ, ૨૦૧૮ના ગાળામાં ૫૮.૧૪ ટકા વળતર આપ્યું છે.ઝેન્સાર ટેક્નોલોજિસ કંપની આઇટી કન્સલ્ટિંગ અને સંબંધિત સર્વિસિસ પૂરી પાડે છે. રૃપિયાના મૂલ્યમાં ધારણા કરતાં વધુ ઘટાડો અને એક્વિઝિશન દ્વારા વૃદ્ધિની કંપનીની નીતિના કારણે દોલત કેપિટલે આગામી ત્રણ વર્ષ માટે ઝેન્સારના આવકના અંદાજમાં વધારો કર્યો છે. મોટી ડીલ્સ અને માર્જિનમાં સુધારો ટૂંકા ગાળામાં કંપનીની નફાકારકતામાં વધારો કરશે. શેરે પહેલી જાન્યુઆરીથી ૧૩ ઓગસ્ટ, ૨૦૧૮ના ગાળામાં ૪૧.૭૪ ટકા વળતર આપ્યું છે.ફાઇઝર કંપની હેલ્થકેર પ્રોડક્ટ્સની ડિસ્કવરી, ડેવલપમેન્ટ અને ઉત્પાદનમાં સક્રિય છે. ફર્સ્ટકોલ રિસર્ચના અહેવાલ મુજબ ગ્રામીણ આરોગ્ય કાર્યક્રમો, જીવનરક્ષક દવાઓ અને વેક્સિન્સ ફાઇઝરની વૃદ્ધિના મુખ્ય કારણ રહેશે.

શેરે પહેલી જાન્યુઆરીથી ૧૩ ઓગસ્ટ, ૨૦૧૮ના ગાળામાં ૩૮.૬૪ ટકા વળતર આપ્યું છે.જે પી મોર્ગનના જણાવ્યા અનુસાર કોટક બેંકની બેલેન્સશીટ તેને વિશિષ્ટ સ્પર્ધાત્મક સ્થાન આપે છે. જે પી મોર્ગનના મતે શેર લાંબા ગાળે સારું વળતર આપશે. ઉપરાંત, તેની નાણાકીય કામગીરીમાં જોખમની શક્યતા ઓછી છે અને બેંકની એસેટ ગુણવત્તા બહુ સારી છે. શેરે પહેલી જાન્યુઆરીથી ૧૩ ઓગસ્ટ, ૨૦૧૮ના ગાળામાં ૨૮.૫૪ ટકા વળતર આપ્યું છે.ઇન્ડસઇન્ડ ન્યૂ જનરેશન બેંક છે. તે દેશભરમાં ૧,૦૦૦થી વધુ બ્રાન્ચ અને લગભગ ૧,૮૦૦ એટીએમ ધરાવે છે. બ્લૂમબર્ગ ઇન્ટેલિજન્સના જણાવ્યા અનુસાર ૨૦૧૮-'૧૯માં બજારહિસ્સા અને ધિરાણમાં વૃદ્ધિને કારણે બેંકના આવક-નફામાં પ્રોત્સાહક વૃદ્ધિનો અંદાજ છે. પીએસટુયુ બેંકોની નબળી એસેટ ગુણવત્તા અને મૂડીમાં ઘટાડાને કારણે કોર્પોરેટ સેગમેન્ટમાં કોટક બેંકનો બજારહિસ્સો વધવાની ધારણા છે. શેરે પહેલી જાન્યુઆરીથી ૧૩ ઓગસ્ટ, ૨૦૧૮ના ગાળામાં ૨૨.૫૭ ટકા વળતર આપ્યું છે.દલાલ સ્ટ્રીટમાં સૌ પ્રથમ રિયલ્ટી સેક્ટરે બોટમ આઉટના સંકેત આપ્યા છે. બ્રોકર્સના રિપોર્ટ્સ ચકાસીએ તો લાગે છે કે, આ સેક્ટરનો ખરાબ સમય હવે પૂરો થયો છે અને કેટલાક સ્ટોક્સમાં બોટમ ફિશિંગની તક ઊભરી રહી છે.રિયલ એસ્ટેટ ઉદ્યોગની સ્થિતિ સુધરી રહી હોવાના કેટલાક પોઝિટિવ સંકેત મળી રહ્યા છે. જેમ કે, બીએસઇ રિયલ્ટી ઇન્ડેક્સની કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે ૪૮ ટકા ગ્રોથ કર્યો છે જ્યારે કુલ વેચાણ ૩.૧૬ ટકાના દરે વધ્યું છે. ડીએલએફ જેવી અગ્રણી રિયલ્ટી કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષમાં માંગ વધવાનો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બ્રોકરેજ હાઉસિસે રિયલ્ટી કંપનીઓનાં માર્જિન હવે ઘટે તેવી શક્યતા નકારી છે તેમજ રિયલ્ટી કંપનીઓની આવકમાં આગામી ક્વાર્ટર્સથી વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે.ડોએચ્ચ બેંક રિયલ્ટી સેક્ટર માટે તેજીમય આશાવાદ ધરાવે છે અને તેના પસંદગીના સ્ટોક્સમાં સોભા, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓબેરોય રિયલ્ટીનો સમાવેશ થાય છે. આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝે સનટેક રિયલ્ટીના શેર માટે પહેલાં આપેલો ૪૭૫નો ટાર્ગેટ ભાવ વધારીને આવતા ૧૨થી ૧૮ મહિના માટે ૫૨૫ કર્યો છે.અરિહંત કેપિટલ માર્કેટ્સે પણ સનટેક રિયલ્ટી માટે ૫૮૫નો ટાર્ગેટ ભાવ આપીને 'બાય' રેટિંગ આપ્યું છે. જે એમ ફાઇનાન્શિલે ફિનિક્સ મિલ્સ માટે ૬૮૫નો ટાર્ગેટ આપ્યો છે. મેક્વાયરે 'આઉટપર્ફોર્મ' રેટિંગ આપીને ફિનિક્સ મિલ્સ માટે ૭૩૨નો ટાર્ગેટ ભાવ નક્કી કર્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝે બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ માટે ૨૯૯નો ટાર્ગેટ ભાવ સાથે 'બાય' રેટિંગ આપ્યું છે જ્યારે કોલ્ટે પાટિલ માટે ૩૧૫ના ટાર્ગેટ ભાવ સાથે 'ન્યુટ્રલ' રેટિંગ આપ્યું છે.