Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર કરાવતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો
બેન્કો તરફથી આપવામાં આવતી કુલ લોનમાં ટ્રાન્સફર થનારી લોનની હિસ્સેદારી ૨૦ ટકાની નજીક પહોંચી ચૂકી છે. બેલેન્સ ટ્રાન્સફરને ભલે સામાન્ય લોકો લોન ટ્રાન્સફર તરીકે સમજતા હોય પરંતુ આ એક પ્રકારે નવી લોન લેવા સમાન હોય છે
27/09/2018 00:09 AM Send-Mail
હોમ લોનના ગ્રાહકો તરફથી લોન ટ્રાન્સફરના મામલા ઝડપથી વધી રહ્યાં છે જેથી કરીને તેમના પર વ્યાજનું ભારણ ઘટી શકે. બેન્કો તરફથી આપવામાં આવતી કુલ લોનમાં ટ્રાન્સફર થનારી લોનની હિસ્સેદારી ૨૦ ટકાની નજીક પહોંચી ચૂકી છે. બેલેન્સ ટ્રાન્સફરને ભલે સામાન્ય લોકો લોન ટ્રાન્સફર તરીકે સમજતા હોય પરંતુ આ એક પ્રકારે નવી લોન લેવા સમાન હોય છે. આ અંતર્ગત તમે નવી બેન્કમાંથી લોન લો છો અને જૂના કરજદાતાની રકમ ચૂકવી દો છો. ત્યારબાદ નવી બેન્કને તમે નવા દરે ઇએમઆઇ ચૂકાવવાનું શરૂ કરો છો. સામાન્ય રીતે લોકો સારા વ્યાજ દરે અને પ્રીપેમેન્ટ પર કોઇ પેનલ્ટી ન હોવાના બદલામાં લોન ટ્રાન્સફર કરાવે છે.

લોન લેનાર બેલેન્સ ટ્રાન્સફર કેમ કરાવે છે? જો તમે હોમ લોન ઊંચા વ્યાજ દરે લઇ રાખી છે અને અન્ય બેન્કો તરફથી ઓછા વ્યાજે મળી રહી છે તો પછી તેને જાળવી રાખવી યોગ્ય નિર્ણય ન કહી શકાય. જો તમારી લોનની મુદત વધારે બચી છે તો પછી બેલેન્સ ટ્રાન્સફર કરાવવાનો નિર્ણય એક સારો નિર્ણય હોઇ શકે છે અને લાંબા સમયમાં તેનાથી તમારી બચતમાં વધારો થશે. જોકે વાસ્તવિક બચત એ વાત પર નિર્ભર કરે છે કે તમારી લોનની રકમ કેટલી છે. બેલેન્સ ટ્રાન્સફરથી વાસ્તવમાં કેટલો ફાયદો થાય છે, એ વ્યાજ દર, બચેલો સમય ગાળો અને સ્વિચ કરાવવાની કોસ્ટ પર નિર્ભર કરે છે. વ્યાજ દરની વ્યવસ્થા હોમ લોન સહિત તમામ પ્રકારની લોનને ૧ એપ્રિલ ૨૦૧૬થી બેન્કોની માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેન્ડિંગ રેટ સાથે જોડી દેવામાં આવી છે. આ પહેલા આ બેન્કેના બેસ રેટ સાથે જોડાયેલ હતી. બેન્કો ઉપરાંત કોઇ કસ્ટમર નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની અને હાઉસિંગ ફાયનાન્સ કંપની પાસેથી પણ હોમ લોન લઇ શકે છે. જોકે આ બન્ને જગ્યાએ એમસીએલઆરની વ્યવસ્થા નથી. તેમના થકી કોમ્પિટિશન અને ફંડની કોસ્ટના આધારે વ્યાજ દર નક્કી કરાય છે. જૂન ૨૦૧૮માં આરબીઆઇ દ્વારા રેપો રેટમાં વધારો કરાયા બાદ મોટાભાગની બેન્કોની એમસીએલઆર વધી ગઇ છે. એસબીઆઇ સહિત તમામ બેન્કોએ દરોમાં વધારો કર્યો છે. એમસીએલઆર સાથે લિંક્ડ હોમ લોન લેનારા ગ્રાહકો જો તમારી બેન્ક વધારે એમસીએલઆર લિંક્ડ લોન પર વધારે વ્યાજ લે છે તો પછી તેને રીફાયનાન્સ કરાવવામાં કંઇ જ ખોટુ નથી. તમારે એ બેન્ક દ્વારા લોનને રીફાયનાન્સ કરાવવી જોઇએ જે ઓછા વ્યાજ રકમ આપી રહી હોય. ખેર, વર્તમાન બેન્કને પણ ફોરક્લોઝર ચાર્જ લેવા કે પછી રીપેમેન્ટ ચાર્જ વસૂલવાની અનુમતિ નથી. જોકે તમારે નવા લેન્ડરને પ્રોસેસિંગ ફી ચૂકવવી પડી શકે છે જે સામાન્ય રીતે કુલ લોનની એક ટકા હોય છે. આ ઉપરાંત લોયર ફી, મોર્ટગેજ ચાર્જ જેવા કેટલાક અન્ય ચાર્જ પણ ચૂકવવા પડી શકે છે. યાદ રાખો કે નવી બેન્ક તમને હોમ લોન ઇન્શ્યોરેન્સ પ્લાન ખરીદવા માટે કહી શકે છે પરંતુ આ અનિવાર્ય નથી.

ક્યારે ટ્રાન્સફર કરાવવી ૧ એપ્રિલ ૨૦૧૬ બાદ હોમ લોન લેનારા ગ્રાહકો સાથે જોડાયેલ ઇન્ટરેસ્ટ રેટ બેન્કો તરફથી ૧૨ મહિનામાં એક વખત રીસેટ કરવામાં આવે છે. જો કોઇ વ્યક્તિએ મે, ૨૦૧૮માં લોન લીધી છે તો આગામી રીસેટની તારીખ મે ૨૦૧૯માં હશે. રીસેટ ડેટ આવતા તમે બેલેન્સ ટ્રાન્સફર કરાવવાને લઇને કોઇ નિર્ણય લઇ શકો છો. બેઝ રેટ પર લોન લેનારા ગ્રાહકો બેઝ રેટ પર લોન લેનારા ગ્રાહકો સામે બે વિકલ્પ હોય છે. કાં તો તે વર્તમાન બેન્કમાં એમસીએલઆર લોનમાં સામેલ થઇ જાય કે પછી એમસીએલઆર મોડ પર કોઇ અન્ય બેન્કમાં બેલેન્સ ટ્રાન્સફર કરાવી લે. જો તમારી લોનની ટર્મ ખતમ થવાની હોય તો તેને બેઝ રેટ પર જારી રાખી શકાય છે. જો બેઝ રેટ અને એમસીએલઆર વચ્ચે મોટું અંતર હોય તો પછી ચેન્જ કરવાનું જ સારૂ છે. ક્યારે ટ્રાન્સફર કરવી બેઝ રેટ પર લોન લેનારા ગ્રાહકો એ જ બેન્કમાં કોઇ પણ સમયે એમસીએલઆરની વ્યવસ્થાનો ભાગ બની શકે છે. આ માટે તેમને એક નક્કી કરેલી ફી ચૂકવવાની રહેશે અને એક ડોક્યુમેન્ટ પર હસ્તાક્ષર કરવા પડશે. જો તેઓ કોઇ અન્ય લેન્ડરમાં સ્વિચ થવા માગતા હોય તો તેમણે કોઇની રાહ જોવાની નહીં રહે.