Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
નાસાનું મહત્વાકાંક્ષી અભિયાન : મિશન ટુ સન
આ અગાઉ સૂર્યની નજીક કોઇ જ સ્પેસયાન પહોંચ્યું નથી. આ યાન શુક્રના ગુરૂત્વાકર્ષણનો ઉપયોગ કરશે. આ પહેલા કોઇ જ એવું માનવીય અભિયાન હાથ ધરાયું નથી જે સૂર્યની નજીક પહોંચી શકે. આ અભિયાન અત્યંત ઝડપી અને સંપૂર્ણ સ્વચાલિત હશે. આ અભિયાનની કેટલીક અનોખી બાબતોનો પરિચય મેળવીએ
06/09/2018 00:09 AM Send-Mail
નાસાએ ભૂતકાળમાં એવી અનેક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે જેને વિજ્ઞાાન જગતમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે.ખાસ કરીને અવકાશ ક્ષેત્રે તેની કામગિરી અવિસ્મરણીય કહી શકાય જો કે કેટલાક સમયથી નાસાનાં નામે કોઇ એવી કામગિરી નોંધાઇ નથી હાલમાં પ્રાઇવેટ કંપનીઓ દ્વારા કરાતા અભિયાનોને કારણે નાસા લગભગ ભૂલાઇ ગયું છે.આમેય અમેરિકાની સરકારે ૧૯૭૦થી કોઇ એવી કામગિરીમાં સક્રિય ભૂમિકા ભજવી નથી.જો કે સ્પેસ એકસ જેવી કંપનીએ મંગળ અભિયાનને પાર પાડવાનું નક્કી કર્યુ છે.જો કે નાસા હાલમાં તેના સુર્ય મિશનને કારણે ચર્ચામાં આવ્યું છે.પાર્કર સોલાર પ્રોબને સુર્યની નજીક પહોંચવા માટે તૈયાર કરાયું છે.આ પહેલા સુર્યની નજીક કોઇ જ સ્પેસયાન પહોંચ્યુ નથી.આ યાન શુક્રનાં ગુરૃત્વાકર્ષણનો ઉપયોગ કરશે, આ પહેલા કોઇ જ એવું માનવીય અભિયાન હાથ ધરાયું નથી જે સુર્યની નજીક પહોંચી શકે.આ અભિયાન અત્યંત ઝડપી અને સંપુર્ણ સ્વચાલિત હશે.આ અભિયાનની કેટલીક અનોખી બાબતોનો પરિચય મેળવીએ.

પાર્કર પોલાર પ્રોબ એ કામ કરવાનું છે જે આ પહેલા ક્યારેય માનવજાતનાં ઇતિહાસમાં થવા પામ્યું નથી.નાસાએ પોતાના એક અહેવાલમાં આ અભિયાનને માનવજાત દ્વારા સુર્ય નજીક પહોંચવાનાં આ સાહસને પહેલું અભિયાન ગણાવ્યું છે.આ પ્રોબને એ રીતે તૈયાર કરાયું છે જેના વડે સુર્યનાં રહસ્યોનો તાગ તો મળશે જ સાથે જ એ વાતનો પત્તો પણ લાગશે કે સુર્ય કઇ રીતે પૃથ્વીની મેગ્નેટીક ફિલ્ડને અસર કરે છે.સુર્યમાળા અંગે પણ તેનાથી આપણી જાણકારીમાં વધારો થશે.આ અભિયાન સુર્ય અંગેના અનેક અનુત્તરિત પ્રશ્નોનાં જવાબ આપનાર બની રહેશે. ૨૦૧૮નો ઓગસ્ટ મહિનો અનેક રીતે ઐતિહાસિક સાબિત થશે.નાસાનું મિશન ટુ સન એ પચાસ વર્ષની તૈયારીઓનો પરિપાક છે.વૈજ્ઞાાનિકો આટલા લાંબા સમયથી તેને પાર પાડવા માટે ચર્ચા વિચારણા કરતા હતા તેના અંગે પ્લાનિંગ ચાલતું હતું.વૈજ્ઞાાનિક સમુદાયને ૧૯૪૦માં કોરોનાનાં ભયંકર તાપમાન અંગે જાણકારી મળી હતી અને ૧૯૬૦માં સોલાર વાઇન્ડનો પરિચય થયો હતો.ત્યારે કોરોના આટલી હદે કેમ ગરમ છે તેનો ઉત્તર મળ્યો ન હતો કે તે પણ જાણકારી મળી ન હતી કે સોલાર વાઇન્ડ કેવી રીતે કામ કરે છે.આ પ્રશ્નોનાં ઉત્તર કોરોના સાથે સીધો સંપર્ક કર્યા વિના મળી શકે તેમ ન હતા.ત્યારે સુર્યની નજીક પહોંચવાનો વિચાર ઉદ્ભવ્યો હતો.૧૯૫૮માં આ અંગે પ્રસ્તાવ મુકાયો હતો.ત્યારબાદ અનેક અવકાશયાન અભિયાન પર મોકલવામાં આવ્યા હતા પણ પાર્કર પ્રોબ દ્વારા નક્કી કરાયેલા સ્થાન સુધી કોઇ પહોંચી શક્યું ન હતું.ત્યારબાદ ભંડોળની કમીને કારણે ઘણાં અભિયાન પડતા મુકાયા હતા.હાલનો પ્રસ્તાવ પણ અનેક વખત રદ કરાયો હતો.લગભગ અડધી સદીથી વૈજ્ઞાાનિકો આ અભિયાન માટે વિચાર કરી રહ્યાં છે. નાસા પોતાના અભિયાન માટે અવકાશયાનનાં નામકરણ માટે અલગ અલગ સામગ્રીનો ઉપયોગ કરે છે ક્યારેક ગ્રહોનાં નામ અપાય છે ક્યારેક ગ્રીક ગોડને યાદ કરાય છે લોર્ડ ઓફ રિંગનાં રાક્ષસને પણ યાદ કરીને નામ અપાય છે પણ આજ સુધી કોઇ જીવંત વ્યક્તિનાં નામનો ઉપયોગ નાસાએ કર્યો નથી.જો કે આ વખતે નાસાએ ૧૯૨૭માં જન્મેલા ડૉ.યુજીન પાર્કરનાં નામનો ઉપયોગ કર્યો છે જેમણે ફીઝીકસમાં પોતાની અવિસ્મરણીય કામગિરીને કારણે અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.તેમને નેશનલ મેડલ ઓફ સાયન્સ, ધ ગોલ્ડ મેડલ ઓફ રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટી, ક્યોટો પ્રાઇઝ અને આવા અનેક ખ્યાતિપ્રાપ્ત ચંદ્રકો અંકે કર્યા છે.સુર્ય માટે તેમની થિયરીઓએ વૈજ્ઞાાનિકોને ખાસ્સી માહિતી પુરી પાડી છે.પાર્કરે ૧૯૫૦માં તારાઓ કેવી રીતે સુર્યની ઉર્જાનો ત્યાગ કરે છે તે અંગે વિચારણા રજુ કરી હતી.તેમણે સોલાર વાઇન્ડનો વિચાર વહેતો મુક્યો હતો.તેમણે સુર્ય દ્વારા ઉર્જા મુકત કરવાનો અને કેમ સુર્યની સપાટી અન્ય તારાઓની સરખામણીમાં વધારે તાપમાન ધરાવે છે તે અંગે વિચારણા કરી હતી.તેમનું સંશોધન સુર્ય અને પૃથ્વી વચ્ચેના સંબંધને સમજવા માટે મહત્વપુર્ણ સાબિત થયા છે.નાસા મોટાભાગે તો પોતાના અભિયાનનાં નામ તેમનાં લોન્ચ થયા બાદ આપતું હોય છે પણ પાર્કરનાં કેસમાં તેમણે આ સન્માન ટેકઓફ પહેલા જ આપ્યું છે.પહેલીવાર નાસાએ પોતાના પ્રોબને પૃથ્વી પર જીવતા કોઇ વ્યક્તિનું નામ આપ્યું છે.

આ અભિયાનમાં સોલાર વાઇન્ડ મહત્વની ભૂમિકા ભજવશે.આ સુર્ય વંટોળ સુર્યમાંથી નિકળ્યા બાદ અવકાશમાં ૧.૬મિલિયન કિ.મી.ઝડપે પ્રવાસ ખેડે છે.આ સોલાર વાઇન્ડ પૃથ્વી પર અનેક પ્રકારની અસર કરે છે ખાસ કરીને તેના ગુરૃત્વાકર્ષણને તેની અસર થાય છે.આ અભિયાનમાં પણ સોલાર વાઇન્ડને ખાસ ધ્યાન અપાયું છે.વૈજ્ઞાાનિકોને આશા છે કે આ અભિયાનને કારણે એ વાતનો ખુલાસો થઇ શકશે કે કેમ કોરોનોનું તાપમાન આટલું વધારે છે અને સોલાર વાઇન્ડ કેવી રીતે ગતિ પ્રાપ્ત કરે છે.જેમ ચક્રાવાતમાં ગયા વિના તેના વિશે જાણકારી ન મળે તે રીતે સોલાર વાઇન્ડને પણ તેની નજીક ગયા વિના ઓળખી શકાય નહી.વૈજ્ઞાાનિકોને આશા છે કે પ્રોબ તેની કામગિરી ૨૦૨૫માં પુરી કરશે ત્યાં સુધીમાં સોલાર વાઇન્ડનાં રહસ્યોનો ખુલાસો થઇ જશે. પાર્કર સોલાર પ્રોબ અંગેની ઉંડી તૈયારીઓ બાદ પણ સુર્યની નજીક પહોંચવું ખુબ મુશ્કેલ કાર્ય છે.મંગળ પરનું મિશન જેમ મુશ્કેલ રહ્યું છે તેના કરતા વધારે મુશ્કેલ સુર્યનું મિશન છે કારણકે સુર્ય અન્ય ગ્રહોની સરખામણીએ ક્યાંય વિશાળ છે.સુર્ય પૃથ્વીથી ૧૫૦ મિલિયન કિ.મી. દુર છે પણ સ્પીડ અને અંતર એટલા મુશ્કેલ નથી.પૃથ્વી પોતાની ધરી પર ૧૦૮૦૦૦ કિ.મી.પ્રતિકલાકની ઝડપે ફરે છે.પરિણામે પૃથ્વી પરથી છોડાયેલું યાન પોતાનાં પથ પરથી ભટકી શકે છે.પરિણામે તેને પૃથ્વીની પરિક્રમાની ગતિની સાથે તાલમેલમાં રાખવું પડે જે અત્યંત મુશ્કેલ કાર્ય છે.પ્રોબનું નેવિગેન અભિયાનનો અર્ધપડાવ પાર કરવા જેવું કામ છે મુશ્કેલ કાર્ય તો સુર્યની બાહ્ય સપાટીની પાસે પહોંચ્યા બાદનું છે.પ્રોબની હીટ શીલ્ડ તે તાપમાનને સહન કરી શકે તેટલી સક્ષમ હોવી જોઇએ પ્રોબને આ બંને પડાવ પાર કરવા પડશે.જો કે નાસાનાં વૈજ્ઞાાનિકોએ પ્રોબને ચોક્કસ દિશામાં રાખવાની મુશ્કેલીનો હલ શોધી કાઢયો છે.તેઓ શક્તિશાળી રોકેટનો ઉપયોગ કરશે.પ્રોબને શુક્રની ગુરૃત્વાકર્ષણ શક્તિ સહાયક બનશે.તેનાથી તેની ગતિ ધીમી પડશે અને તે સુર્યની વધુ નજીક પહોંચી શકશે.જોકે શુક્રની ગુરૃત્વશક્તિ તેની ભટકી જવાની સમસ્યાનો તોડ છે તો તેના કારણે તેના તેની ઝડપમાં વધારો થવાની વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે.પ્રોબ ૬૯૨૦૦૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે પ્રવાસ ખેડશે જે અત્યારસુધીની સૌથી વધુ સ્પીડ છે જે માનવીએ સર્જી છે.આ પહેલા માનવીએ જુનોનું સર્જન કર્યુ હતું જેની સ્પીડ ૨૬૬૦૦૦ કિ.મી. પ્રતિકલાકની હતી.વોયેઝર વન અને જુનોની સરખામણીએ પાર્કર પ્રોબ સુપરફાસ્ટ છે.આ ગતિએ જો ફિલાડેલ્ફિયાથી વોશિંગ્ટન જવું હોય તો માત્ર ત્રણ સેકન્ડનો સમય લાગે. પાર્કરપ્રોબની હીટ શિલ્ડ સૌથી મહત્વપુર્ણ અંગ છે.તેની બહારની સપાટી પર લગાવાયેલી છે જેનું કામ સુરક્ષા કરવાનું અને ઉર્જાને વિરૃદ્ધ દિશામાં ધકેલવાનું છે જે લગભગ ૨.૪મીટરની છે.તેની જાડાઇ ૧૧.૪સેન્ટીમીટરની છે.બંને સાઇડે કાર્બન ફોમનાં ટુકડા જે ખાસ ડિઝાઇન કરાયેલા છે તે લગાવાયેલા છે. શિલ્ડનું વજન આમ તો માત્ર ૭૩ કિલોગ્રામનું છે.તાપમાન અને ગરમી વચ્ચેનો તફાવત સમજવાથી શિલ્ડની કામગિરીનો અંદાજ લાગી શકે છે.તાપમાન એ માપણી છે જ્યારે હીટ એ ઉર્જાનું રૃપાંતરણ છે.સુર્યની કોરોનાનું તાપમાન ૧.૧ થી ૧.૭ મિલિયન ડીગ્રી સેલ્સિયસ છે.જો કે હીટથી બચી શકાય તેમ છે કારણકે તે પ્લાઝમાના કણ ગુમાવી ચુકી હોય છે.એન્જિનિયર બેસ્ટી કોન્ગડોનનાં જણાવ્યા અનુસાર તે બહુ ગરમ છે પણ આપણે તેનાં સંપર્કમાં વધારે રહેવાનું નથી.આ એવું છે જેમ તમે તમારો હાથ ઓવેનમાં નાંખો અને ઓવેનનું તાપમાન ૨૦૪થી ૨૬૦ સેલ્સિયસ ડિગ્રીનું હોય છે પણ તમારો હાથ એટલો ગરમ હોતો નથી.આ હીટ શિલ્ડ પ્રોબને સુર્યની બાહ્ય સપાટી નજીક ઉડવા માટે સક્ષમ છે.ઉચ્ચ સ્વચાલિત સોફટવેરને કારણે પ્રોબ કોરોનાની ગરમીને હેન્ડલ કરી શકશે.પૃથ્વી અને સુર્ય વચ્ચે સંપર્કમાં આઠ મિનિટનો સમયગાળો એવો છે જે ક્રિટીકલ કહી શકાય તેમ છે પણ એન્જિનિયરોએ તેનો તોડ કાઢનાર પ્રોગ્રામ તૈયાર કરી લીધો છે. વૈજ્ઞાાનિકોએ તમામ પ્રકારની સ્થિતિઓનો વિચાર કર્યો છે જેટલી તેમની સમજ હતી અને તે હિસાબે જ પ્રોબને તૈયાર કરવામાં આવ્યું છે.પરિણામે પ્રોબ પોતાની રીતે સફર કરી શકશે.પ્રોજેકટની સાથે સંકળાયેલા વૈજ્ઞાાનિક નિકોલા ફોક્સ આ પ્રોબને અત્યાર સુધીનો સૌથી વધુ સ્વચાલિત યાન ગણાવે છે. આમ તો પાર્કર સોલાર પ્રોબ સમાનવ યાન નથી તેમ છતાં તેની સાથે માનવીની યાદો તો સંકળાયેલી જ છે.માર્ચ ૨૦૧૮માં નાસાએ લોકોને પોતાનાં નામ એ યાદીમાં સામેલ કરવા આમંત્રણ આપ્યું હતું જે પ્રોબની મેમરી કાર્ડમાં અંકિત કરાયેલા હશે.સ્ટ્રાક ટ્રેકમાં કેપ્ટન કર્કનો રોલ કરનાર અભિનેતા વિલિયમ સેન્ટનર પ્રવકતાની ભૂમિકામાં હતા જેમણે એક વીડિયો બનાવીને લોકોને પોતાનાં નામ આપવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ લગભગ ૧.૧ મિલિયન લોકોએ પોતાના નામ નોંધાવ્યા હતા જેમને આ પ્રોબની વર્ચ્યુઅલ ટિકીટ આપવામાં આવી હતી.નિકોલા ફોકસનાં જણાવ્યાનુસાર માનવદ્વારા સર્જિત પદાર્થ દ્વારા કરાયેલ આ સૌથી મહત્વપુર્ણ યાત્રા હશે જે પોતાની સાથે અનેક વ્યક્તિઓનાં નામ લઇ જશે જે લોકો પોતાની રીતે તેની ઉજવણી કરશે.