Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૪ મે, ૨૦૧૯, વૈશાખ વદ-૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૩૩૫

મુખ્ય સમાચાર :
પૃથ્વી કરતાં લાખો વર્ષ પહેલા મંગળ ગ્રહ ઉપર ઓક્સિજન હતો!
અત્યાર સુધી આપણે આટલા મોટા જથ્થામાં ઓક્સિજન માત્ર આપણી પૃથ્વીના વાતાવરણમાં જ મળે છે એવી ખાંડ ખાતા હતાં, પરંતુ ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધનો મુજબ મંગળ ઉપર આપણી પૃથ્વી કરતાં ક્યાંય પહેલાથી ઓક્સિજન રહેલો છે. આ સંશોધકોના મતે મંગળ ઉપર લગભગ ચારેક અબજ વર્ષ પહેલાથી ઓક્સિજનનું અસ્તિત્વ છે
02/08/2018 00:08 AM Send-Mail
'સૂર્યમંડળ' શબ્દ, સૂર્ય અને તેને કેન્દ્રમાં રાખીને, પોતપોતાની નિશ્ચિત કક્ષામાં પરિભ્રમણ કરતાં બાર ગ્રહોના સમૂહ માટે વાપરવામાં આવે છે. અવકાશમાં આટઆટલા ગ્રહો હોવા છતાં માત્ર પૃથ્વી ઉપર જ આપણું જીવન શક્ય બન્યું, એનું એક મહત્ત્વનું કારણ છે પૃથ્વીના વાતાવરણમાં રહેલો 'ઓક્સિજન' વાયુ, જે આપણે દરેક શ્વાસે ફેફ્સામાં ભરીએ છીએ! ઓક્સિજન વાયુનો સતત મળતો પુરવઠો જ આપણને જીવિત રાખે છે. અત્યાર સુધી આપણે, આટલા મોટા જથ્થામાં ઓક્સિજન વાયુ માત્ર આપણી પૃથ્વીના વાતાવરણમાં જ મળે છે, એવી ખાંડ ખાતા હતાં! પરંતુ વિશ્વવિખ્યાત 'ઓક્સર્ફ્ડ' યુનિવર્સિટીએ કરેલા સંશોધનો મુજબ મંગળ ઉપર, આપણી પૃથ્વી કરતાં ક્યાંય પહેલાથી ઓક્સિજન રહેલો છે! આ સંશોધકોના મતે મંગળ ઉપર લગભગ ચારેક અબજ વર્ષ પહેલાથી ઓક્સિજનનું અસ્તિત્વ છે!

ચંદ્ર ઉપર માનવી પોતાના પગરણ પાડી ચૂક્યો છે, પણ મંગળ ઉપર જવાનું હજી બાકી છે. જોકે માનવરહિત યાન મંગળ ઉપર જઈને સંશોધન કરતાં રહે છે. આથી જ ચંદ્ર પછીનો સૌથી જાણીતો જો કોઈ ગ્રહ આપણા માટે હોય તો તે છે મંગળ. લાલ રંગના ગ્રહ મંગળ ઉપર ઘણી વાર જ્વાળામુખી ફટવાના બનાવો બન્યા છે. મંગળ પર આવી ઘટનાઓ બને ત્યારે ઘણી વાર વિસ્ફેટને કારણે ફ્ંગોળાયેલા ખડકોના ટુકડાઓ નાની ઉલ્કાઓ સ્વરૃપે પૃથ્વી પર પડયા હોય એવા બનાવો પણ ભૂતકાળમાં નોંધાયા છે. નાસા જેવી સંસ્થાઓના વૈજ્ઞાાાનિકો માટે આ ટુકડાઓ, મંગળ ગ્રહની ભૌગોલિક પરિસ્થિતિ અંગે જાણકારી આપનાર 'ગાઈડ' જેવા સાબિત થાય એમાં નવાઈ નહિ! મંગળ વિશે, માનવે કરેલી અનેક ધારણાઓ, આ ખડકોના વૈજ્ઞાાનિક અભ્યાસને આધારે કરવામાં આવી છે. અત્યાર સુધી વૈજ્ઞાાનિકો માનતા હતા કે આ લાલ-રંગી ગ્રહ ઉપર, તેની ઉત્પત્તિના સમયથી ઓક્સિજનનો સદંતર અભાવ છે, અને આ ગ્રહ ઉપર 'નિકલ'નું પ્રમાણ પણ ઓછું છે. 'નાસા' મંગળ ઉપર શોધખોળ અભિયાનો સફ્ળતાપૂર્વક પાર પાડી ચૂક્યું છે. નાસાએ મોકલેલું 'સ્પિરીટ' રોવર પણ મંગળની ધરતીના નમૂનાઓ લઈને તેના અભ્યાસના તારણો મોક્લતું રહે છે. મંગળની ઉલ્કાઓનો અભ્યાસ કરતા ઓક્સર્ફ્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાાાનિકોએ, 'સ્પિરીટ' રોવર દ્વારા નાસાને મોકલાયેલા મંગળની ધરતીના પૃથક્કરણોનો તુલનાત્મક અભ્યાસ કર્યો, તો તેઓ આૃર્યચકિત થઇ ગયા. કારણ કે, તેમણે ઉલ્કાઓનો અભ્યાસ કરીને જે પરિણામો તારવેલા, એના કરતાં 'સ્પિરીટ' દ્વારા મેળવાયેલા તારણો ખાસ્સા જુદા પડતા હતા. વૈજ્ઞાાાનિકોએ ઉલ્કાનો અભ્યાસ કરીને તારવેલું કે મંગળ ઉપર શરૃઆતથી જ ઓક્સિજન નથી, પરંતુ 'સ્પિરીટ' રોવરે મંગળ ઉપર આવેલા 'ગુસેવ' નામના વિસ્તારનો અભ્યાસ કરીને, મંગળ ઉપર ચારેક અબજ વર્ષ પહેલાં ઓક્સિજન હોવાની સાબિતી શોધી કાઢેલી.'સ્પિરીટે' જેનો અભ્યાસ કર્યો એ ગુસેવ નામક વિસ્તાર ખરેખર તો એક મસમોટો ખાડો છે. કોઈપણ ગ્રહ સાથે, કોઈ નાના કદનો ઉપગ્રહ કે ઉલ્કા અથડાય, તેને પરિણામે જે મસમોટો ખાડો પડે તેને 'ક્રેટર' તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વાર, જ્વાળામુખી ફટવાને કારણે પણ આ પ્રકારના ક્રેટરનું નિર્માણ થાય છે. 'ગુસેવ' એ આ પ્રકારનો, જ્વાળામુખી ફટવાને કારણે બનેલો 'ક્રેટર' છે. ક્રેટરનો એક અર્થ 'ચરુ - દટાયેલો ખજાનો' પણ થાય. કોઈ ગ્રહ ઉપર અસ્તિત્વ ધરાવતા આ પ્રકારના ક્રેટર ખરેખર માહિતીના ચરુ જેવાં હોય છે. ગુસેવનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે, પૃથ્વી પર મળી આવેલ મંગળની ઉલ્કાઓ કરતાં, ગુસેવમાંથી મેળવાયેલા નમૂનાઓમાં પાંચ ગણુ વધારે 'નિકલ' છે. વળી, જે-તે સમયે (ચાર અબજ વર્ષ પહેલાં) મંગળની ધરતી ભેજવાળી, ઉષ્ણ અને 'ઓક્સિજન રીચ' હોવી જોઈએ!

પણ તો પછી આજની તારીખે મંગળ પર ઓક્સિજન કેમ નથી? સાંપ્રત સમય કરતા અબજો વર્ષો પૂર્વે, 'સબડક્શન' (ટેક્ટોનિક પ્લેટના હલન-ચલનને કારણે ઉદભવતી પરિસ્થિતિ)ની પ્રક્રિયા દરમિયાન મંગળની ધરતીનું 'ઓકિસડેશન' થયું હશે. જેને પરિણામે એ સમયના અવશેષોમાં ઓક્સિજનનું પ્રમાણ જણાય છે. આ ઓક્સિજન ઉપલી સપાટી પૂરતો જ સિમિત હશે, પરંતુ ગુસેવના સર્જન બાદ હજારો વર્ષો પછી ફટેલા જ્વાળામુખીએ જે ઉલ્કાનું સર્જન કર્યું, એ આ ઓક્સિડેશન પ્રક્રિયાથી વંચિત હતી. પરિણામે, ધડાકાને કારણે પૃથ્વી સુધી પહોંચેલી આ ઉલ્કાઓમાં ઓક્સિજન ન જ હોય એ સ્વાભાવિક છે. ઉપરાંત અબજો વર્ષો પહેલાં થયેલા 'ઓક્સિડેશન'ને કારણે હજી સુધી મંગળ ઉપર ઓક્સિજન ટકી રહે એ પણ અશક્ય છે. વળી ઓક્સિડેશનની ક્રિયા કંઈ સમગ્ર મંગળ ઉપર સરખા પ્રમાણમાં થઇ હોય એ ય જરૃરી નથી, પરંતુ ભવિષ્યમાં કદાચ મંગળના કે પછી કોઈક બીજા ગ્રહના 'સેઈફ્ પોકેટ'માં સચવાયેલો ઓક્સિજન મળી પણ આવે. જોકે એમ બનવું અત્યારે તો લગભગ અશક્ય લાગે છે.એટલિસ્ટ આજની તારીખે ઓક્સિજન વાયુ બાબતે આપણી પૃથ્વીની 'મોનોપોલી' હજી અકબંધ છે!