Sardar Gurjari

મંગળવાર, તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૧૯, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૬૫

મુખ્ય સમાચાર :
કેન્દ્રીય કર્મચારીઓને ઊંચા ભથ્થા પર ટૂંકમાં એરિયર્સ
વધારવામાં આવેલા ભથ્થાઓ પર એરિયર્સ ચૂકવવા કેન્દ્ર સરકાર સહમત : કર્મીઓની માંગણી અંતે સ્વીકારાઈ
07/05/2017 00:05 AM Send-Mail
ઉચા ભથ્થાઓ અંગે કેન્દ્ર સરકારના કર્મચારીઓને એરિયર્સની ચુકવણી કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓની લાંબાગાળાની માંગણીને સ્વિકારીને કેન્દ્ર સરકાર આ દિશામાં આગળ વધવા નિર્ણય લઇ ચુકી છે. કર્મચારીઓની માંગણી સમક્ષ ઝુંકીને સરકાર ઉંચા ભથ્થાઓ અંગે એરિયર્સ મુદ્દે સહમત થઇ ગઇ છે. નવેસરના અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર વધારવામાં આવેલા ભથ્થા પર એરિયર્સની ચૂકવણી કરવા સહમત થઇ ગઇ છે.

કેબિનેટ સેક્રેટરી પીકે સિંહાએ હાલમાં જ નેશનલ જોઇન્ટ કાઉન્સિલ ઓફ એક્શન સાથે બેઠક યોજી હતી જેમાં આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ૨૮મી એપ્રિલના દિવસે લવાસા કમિટીએ તમામ કર્મચારીઓને એક સાથે લાગૂ પડે તે રીતે કેટલાક ભથ્થામાં સુધારા કરવા સૂચન કર્યું હતું. ચોક્કસ કેટેગરીમાં રહેલા લોકો માટે કેટલાક ભથ્થાઓમાં સુધારાનું સૂચન કરાયું હતું.

રેલવે અને ડિફેન્સ સહિત ચોક્કસ કેટેગરીમાં રહેલા કર્મચારીઓ માટે આ મુજબની માંગ કરાઈ હતી. સાતમાં પગાર પંચની ભલામણોને ધ્યાનમાં લીધા બાદ નિર્ણય લેવાયો છે. આ સપ્તાહમાં કેન્દ્રીય કેબિનેટે સાતમાં સેન્ટ્રલ પે કમિશનની ભલામણોમાં સુધારા સાથે સંબંધિત ઘણી દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. પહેલી જાન્યુઆરીથી અમલી બને તે રીતે સુધારા કરવા માટે કહેવામાં આવ્યું છે. આશરે ૪૭ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ રહેલા છે. પગાર અને પેન્શન સીપીસીની ભલામણો અમલી કરવામાં આવી ચુકી છે. કેબિનેટની મંજૂરી સાથે જ ભલામણો અમલી કરવામાં આવી હતી પરંતુ ભથ્થાઓ જૂના રેટ ઉપર ચુકવવામાં આવનાર છે. સીપીસી દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે, ૧૯૬ ભથ્થાઓ પૈકી ૫૨ ભથ્થાઓને નાબૂદ કરી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. સરકારી કર્મચારીઓ લાંબાગાળાથી આ પ્રકારની માંગણી કરી રહ્યા હતા.