Sardar Gurjari

શુક્રવાર, તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૦, નિજ આસો સુદ ૧૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૧૩૫

મુખ્ય સમાચાર :
વાડદ : લક્ઝુરીયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો ગાંધીનગરનો શખ્સ ઝડપાયો
પોલીસે કારમાંથી ૧૮ નંગ વિદેશી દારૂની બોટલ જપ્ત કરી
23/09/2020 00:09 AM Send-Mail
ઠાસરા પોલીસની ટીમ ગતરોજ મોડી સાંજના સમયે ઠાસરા તાલુકાના વાડદ ગામના નાકા નજીક વાહનચેકિંગમાં હતી. દરમિયાન સેવાલિયા તરફથી એક સફેદ કલરની હ્યુન્ડાઈ આઈ૧૦ ગાડી ન.ં જીજે-૨૭, સી-૭૧૦૯ આવતાં પોલીસે તેને રોકી હતી. અને ગાડીની તલાશી લેતાં પાછળની સીટ નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૮ નંગ બોટલો મળી આવી હતી. જેથી પોલીસે ગાડીના ચાલક ભીયારામ દેવારામ ચૌધરી (રહે.વંદન બંગ્લોઝ, કુડાસણ, તા.ગાંધીનગર, મુળરહે-બાડમેર,રાજસ્થાન) ની અટકાયત કરી હતી.

પોલીસે વિદેશી દારૂ કિંમત રૂ.૫૭૬૦, અંગજડતીમાંથી મળી આવેલ રોકડા રૂ.૬૫૦, એક નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૨૦૦, તેમજ આઈ૧૦ ગાડી કિંમત રૂ.૧,૫૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૫૬,૬૧૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને વિદેશી દારૂની હેરાફેરી કરતાં પકડાયેલા ભીયારામ દેવારામ ચૌધરી સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.