Sardar Gurjari

શુક્રવાર, તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૦, નિજ આસો સુદ ૧૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૧૩૫

મુખ્ય સમાચાર :
આંકલાવ નગરપાલિકામાં સમિતિઓની રચના
23/09/2020 00:09 AM Send-Mail
આંકલાવ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બાદ આંકલાવ પાલિકામાં નવી સમિતિઓની રચના કરવામાં આવી છે. આંકલાવ નગરપાલિકાના હોલમાં મીટિંગ યોજાઇ હતી. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થયા બાદ સમિતિઓની પૂર્ણ રચના અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પક્ષના સભ્યોને અલગ અલગ કુલ ૧૩ સમિતિઓની વહેંચણી કરવામાં આવી હતી. જેમાં એક વિપક્ષના સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આંકલાવ નગરસેવા સદનની સામાન્ય સભા સવારના ૧૧ કલાકે પાલિકા પ્રમુખ સંતોલભાઇ પટેલ,ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. સમિતિની રચના શાંતિપૂર્ણ રીતે થઈ હતી.આજે ૧૩ સમિતિઓની કરાયેલ રચનામાં ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જેમાં કારોબારી સમિતિ (નયનભાઇ રજનીકાંત પટેલ), વોટર વર્કસ (ધનાબેન માનસંગ રાજ), દબાણ (અનવરભાઈ ચંદ્રસંગ રાજ), વસૂલાત (નિરલબેન દિનેશભાઈ પટેલ), વનીકરણ (વસુબેન ગની અહમદ ભાલાવત), શિક્ષણ (કાંતાબેન ગોરધનભાઈ ગોહિલ), બાંધકામ (ફિરોજખાન ભારતસંગ રાજ), દીવાબત્તી (ખેરુંબેન અહંમદભાઈ રાજ), આઈ.એચ.એસ.બી.પી. યોજના (અનવરભાઈ ચન્દ્રસંગ રાજ), આયોજન અને નગર નિયોજન (કાંતિભાઈ ડાહ્યાભાઈ સોલંકી), આરોગ્ય (અંબાલાલ પ્રતાપભાઈ પઢિયાર), સલાહકાર (પરેશભાઇ રશ્મીકાંત પટેલ) અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનપદે અશ્વિનભાઈ ડાહ્યાભાઈ મકવાણાની વરણી કરવામાં આવી હતી.


આણંદ જિલ્લામાં બાળકોમાં ડીપ્થેરીયાના સર્વ-વેક્સિનની આરોગ્ય ટીમો દ્વારા કામગીરી આરંભાઇ

કોરોના સામે કદમતાલ : આણંદમાં વહીવટી તંત્ર અને એનડીઆરએફ ટીમના સંયુકત ઉપક્રમે મહામારી અંગે લોકજાગૃતિ રેલી

ગાયો, ભેંસોને કૃત્રિમ વીર્યદાનના પાયલટ પ્રોજેક્ટમાં ૮૧ દૂધ મંડળીઓની પાયલટ પસંદગી

આણંદ-ખેડા જિલ્લામાં વધુ ૯-૯ કોરોના પોઝિટિવ નોંધાયા

આણંદના બજારોમાં દિવાળીની ચહલપહલ : ડિઝાઇનેબલ દિવડાં, ઝુમ્મરનું આકર્ષણ

કાસોર: પાંચલીપુરામાં પ વર્ષીય બાળકનું શંકાસ્પદ અને બીજા દિવસે ૬ વર્ષીય બાળકીનું ડીપ્થેરીયાથી મોત

આણંદમાં વધુ પ સ્થળે આશરે અડધો કરોડના ખર્ચ ટ્રાફિક સીગ્નલ લગાવવાની કામગીરી

કોરોનાના નામે આણંદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ર માસથી કામગીરી ઠપ્પ !