Sardar Gurjari

શુક્રવાર, તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૦, નિજ આસો સુદ ૧૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૧૩૫

મુખ્ય સમાચાર :
નડિયાદ નગર પાલિકામાંં આઉટ સોર્સીગથી કર્મચારીઓની ભરતીનો મામલો...
નડિયાદ પાલિકાએ સરકારી નિયમોને નેવે મૂકી ૩૦ના બદલે ૯૦થી વધુ કર્મચારીઓની ભરતી કરી હતી !
સામાન્ય સભામાં ઠરાવ વગર આઉટ સોર્સીગથી કર્મચારીઓની ભરતી થયાના વિરોધપક્ષના ચોંકાવનારા આક્ષેપ
23/09/2020 00:09 AM Send-Mail
૨૩ વર્ષથી નોકરી કરતા કર્મચારીઓને પગાર વધારો, સાતમા નાણા પંચના લાભો મળ્યા નથી
સમગ્ર બાબતે નગર પાલિકાના એક કર્મચારીએ નામ નહીં લખવાની શરતે જણાવ્યું હતું કે હું છેલ્લા ૨૩ વર્ષથી નગર પાલિકામાં નોકરી કરું છે. પરંતુ આ પાલિકાના અંધેર વહીવટને કારણે અમને હજુ સાતમું નાણા પંચ, પગાર વધારો, પ્રમોશન જેવી યોજનાઓના લાભો મળ્યા નથી.

ચીફ ઓફિસરે યોગ્ય કાર્યવાહીની હૈયાધારણા આપતા આંદોલન સમેટ્યું : હિમાંશુુ બારોટ
સમગ્ર મામલે નગર પાલિકા કર્મચારી હિતરક્ષક સમિતિના આગેવાન હિમાંશુ બારોટે જણાવ્યુ હતુ કે નવ નિયુકત ચીફ ઓફિસરે સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી છે. જેથી નવા અધિકારીને યોગ્ય કાર્યવાહી કરવા થોડો સમય મળે તે હેતુથી અમે આંદોલન સમેટ્યુ છે.

નડિયાદ નગર પાલિકામાં આઉટ સોર્સીંગથી કર્મચારીઓની ભરતી મામલે કાયમી અને રોજમદાર કર્મચારીઓ પ્રતિક ઉપવાસ પર બેસી જતા પાલિકામાં હડકંપ મચી ગયો હતો. સતત થઇ રહેલા અન્યાય સામે કર્મચારીઓએ ઉગામેલા પ્રતિક ઉપવાસના શસ્ત્ર બાદ હવે પાલિકાના વિરોધ પક્ષના નેતાએ પણ પાલિકાને આડે હાથ લેતા જણાવ્યુ છે કે આઉટ સોર્સીંગથી કર્મચારીઓની કરવામાં આવેલ ભરતી સંપૂર્ણપણે ગેરકાયદેસર જ હતી.

નડિયાદ નગર પાલિકામાં વિરોધપક્ષના નેતા તરીકે દેવેન્દ્રભાઇ કાંતિભાઇ પટેલ (ગગલભાઇ) જવાબદારી સંભાળે છે. સોમવારના રોજ કાયમી અને રોજમદાર કર્મચારીઓએ પ્રતિક ઉપવાસ મુદ્દો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. જો કે મંગળવારે સવારે નવા આવેલા ચીફ ઓફિસર રાજ સુથારની સમજાવટ બાદ કર્મચારીઓએ પોતાનું આંદોલન સમેટી લીધું હતું.

પંરતુ વિરોધપક્ષના નેતા દેવેન્દ્રભાઇએ ચીફ ઓફિસરને ટેલિફોનિક વાતચીતમાં આઉટ સોર્સીંગથી કર્મચારીઓની ભરતી કરવાનો સમગ્ર મામલો મોટું કૌભાંડ હોવાનુ જણાવ્યુ હતુ. મીડિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ છે કે જ્યારે નગર પાલિકાએ કર્મચારીઓને આઉટસોર્સિગથી નોકરી પર રાખવાના હોય ત્યારે, આઉટ સોર્સીંગનો કોન્ટ્રાક્ટ આપવા માટે સામાન્ય સભામાં ઠરાવ કરવો પડે. જે પાલિકા દ્વારા કરવામાં આવ્યો જ નથી. સરકાર દ્વારા ૩૦ કર્મચારીઓની જ આઉટ સોર્સીંગથી નોકરી પર રાખવાની મંજૂરી આપી છે, તેની સામે નડિયાદ નગર પાલિકાએ ૯૦ કર્મચારીઓને નોકરી પર રાખી પાલિકાની તિજોરી પર વધારાનું ભારણ લાદયું હતું. આ કાર્યવાહી કરનારા તમામ સભ્યો અને અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી હોવાની માંગ કરવામાં આવી છે. વધુમાં દેવેનદ્રભાઇએ તાત્કાલિક અસરથી આઉટ સોર્સીંગનો કોન્ટ્રાક્ટ રદ કરવા માંગ કરી છે. ઉપરાંત પાલિકાને નવા કર્મચારીઓની જરુર હોય તો અખબારી જાહેરાત આપીને પાલિકાના તાબા હેઠળના કર્મચારીઓની ભરતી કરવા જણાવ્યું હતું. આઉટ સોર્સીંગના કોન્ટ્રાક્ટ હાલના સત્તાધીશોના મળતીયાઓને જ આપવામાં આવેલા છે અને તેઓ નગર પાલિકાની તિજોરીને નુકસાન કરી રહ્યા હોવાનો ચોંકાવનારો આક્ષેપ પણ તેઓએ કર્યો હતો.

ડાકોર નગર પાલિકામાં ઘમાસાણ, વહીવટદારની નિમણૂક કરવા હાઇકોર્ટનો આદેશ

ખેડા જિલ્લામાં બિયારણના ભાવોમાં વધારાથી બટાકાની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં

ખેડા જિલ્લામાં કોરોનામાં સાજા થવાનો રેશિયો ૯૫ ટકાએ પહોંચ્યો

નડિયાદ આરટીઓ કચેરીનું મુખ્ય પ્રવેશદ્વાર કોરોનાના કારણોસર બંધ રખાતા અરજદારો પરેશાન

નડિયાદ : ૩ વર્ષની વોરંટીવાળું ટીવી એક વર્ષમાં બગડી જતા મરામતમાં બહાના બતાવનાર વેપારી વિરુદ્વ ગ્રાહક કોર્ટનો ચુકાદો

નડિયાદ : દારૂખાનાના હંગામી પરવાના માટે ગત વષે ૪૪ અને આ વર્ષ ૩૯ અરજીઓ આવી

ખેડા જિલ્લામાં અગાઉના વર્ષોની સંખ્યાએ ખેડૂતો દ્વારા કઠોળની ખેતીમાં ઘટાડો

અકલાચામાં રોડ સાઇડના વૃક્ષો કાપી,પાણી નિકાલની ગટર પૂરી દેવાયાનો વિવાદ