Sardar Gurjari

શુક્રવાર, તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૦, નિજ આસો સુદ ૧૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૧૩૫

મુખ્ય સમાચાર :
સ.પ.યુનિ.ની સિન્ડીકેટ સભા : ર૧ સભ્યોની હાજરીમાં વિવિધ ર૯ મુદ્દા મંજૂર
અધ્યાપકો-આસી. પ્રોફેસરની નિયુકિત, કાયમી નિયુકિત સહિતના કામો મંજૂર
23/09/2020 00:09 AM Send-Mail
ટ્રસ્ટના ઠરાવ વગર ૪ કોલેજોના અભ્યાસક્રમ બંધ કરવાની આચાર્યોની વિનંતી અગ્રાહ્ય
ચારુતર વિદ્યામંડળ, વિદ્યાનગર સંચાલિત ચાર કોલેજોમાં વર્ષ ર૦ર૦-ર૧થી ૪ સ્વનિર્ભર અભ્યાસક્રમ કાયમી ધોરણે બંધ કરવા યુનિ.ને વિનંતી કરવામંા આવી હતી. જેમાં વિઠ્ઠલભાઇ પટેલ એન્ડ રાજરત્ન પી.ટી.પટેલ સાયન્સ કોલેજ-વિદ્યાનગરમાં બીએસસી ઇન્સ્ટ´મેન્ટેશન (વોકેશનલ), એસ.એમ.પટેલ કોલેજ ઓફ હોમસાયન્સ-વિદ્યાનગરમાં બીએસસી (ફુડ સાયન્સ એન્ડ કવોલીટી કંટ્રોલ), નલીની-અરવિંદ આર્ટસ કોલેજ, વિદ્યાનગરમંા કમ્પ્યુટર એપ્લીકેશન, ઓફિસ મેનેજમેન્ટ એન્ડ સેક્રેટરીયલ પ્રેકટીશ તથા એમ.એ.તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાન તેમજ ભીખાભાઇ જીવાભાઇ વાણિજય મહાવિદ્યાલય-વિદ્યાનગરના આચાર્ય દ્વારા એમ.કોમનો સમાવેશ થાય છે. આ અંગે કુલપતિ પ્રો. શીરિષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, ચારેય કોલેજના આચાર્ય દ્વારા અભ્યાસક્રમ બંધ રાખવાની વિનંતીને નિયમોનુસાર ગ્રાહ્ય રાખી ન શકાય. આ અંગે આજની બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવાયો હતો કે કોલેજના અભ્યાસક્રમ બંધ કરાવવા અંગે તેમના સંચાલક મંડળનો ઠરાવ હોવો જરુરી છે, આચાર્યની લેખિત વિનંતી ન ચાલે.

યુનિ.માં ૯પ ટીચર્સની ખાલી જગ્યા ભરવા પ્રકિયા, ર૬ વિષય નિષ્ણાંતોની યાદી મંજૂર
સ.પ.યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસો. પ્રોફેસર, આસિ. પ્રોફેસરની આશરે ૯પ જેટલી જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ ભરવા માટે યુનિ. દ્વારા અરજીઓ મંગાવવામાં આવી હતી. પરંતુ કોરોના મહામારીના સમયના કારણે સમગ્ર પ્રકિયા હાલ મુલત્વી રાખવામાં આવી છે. જો કે યુનિ.ના વિવિધ વિભાગોના વડા તથા રાજયની અન્ય યુનિ. પાસેથી પસંદગી સમિતિ માટે વિષયનિષ્ણાંતોની યાદી મંગાવવામાં આવી હતી. જેમાં કુલ ર૬ વિષયો માટે નિષ્ણાંતોની યાદી તૈયાર કરવામંા આવી હોવાથી તે મંજૂર કરવામાં આવી હતી.

કાયદાશાસ્ત્ર વિદ્યાશાખાના કા. અધ્યક્ષપદે રેખાકુમારી સિંઘની નિમણૂક
સ.પ.યુનિ.ની ગત ર૧ જુલાઇ,ર૦ર૦ની સિન્ડીકેટની સભામાં કાયદાશાસ્ત્ર વિદ્યાશાખાના અધ્યક્ષપદે ડો.નિરંજનભાઇ પી.પટેલ (કા.વિભાગીય વડા, અનુસ્નાતક લો વિભાગ, સ.પ.યુનિ.)ની ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જે સંદર્ભ શ્રીરામકૃષ્ણ સેવા મંડળ, આણંદના માનદ્દ મંત્રી તથા સિન્ડીકેટ સભ્ય ડો.પ્રેમચંદ કોરાલીએ ફેરવિચારણા કરવા કુલપતિને લેખિત રજૂઆત કરી હતી. જેની આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કાયદાશાસ્ત્ર વિદ્યાશાખાના કા.અધ્યક્ષપદે આણંદ લીગલ સ્ટડીઝના કા.આચાર્ય રેખાકુમારી સિંઘની નિમણૂક કરવામાં આવી હતી.

વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં આજે સિન્ડીકેટની બેઠક યોજાઇ હતી. કુલપતિ સહિત ર૧ સભ્યોની હાજરીમાં જુદા જુદા વિભાગના ર૯ મુદ્દાઓ મંજૂર કરાયા હતા.

આજની બેઠકમાં મુખ્યત્વે વિવિધ કોલેજોમાં અધ્યાપકોની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ઓડ નર્સિગ કોલેજ, ખંભાતની બીસીજે કોલેજ ઓફ એજયુકેશન એમ.એડ (સ્વનિર્ભર), આણંદ કોલેજ ઓફ લીગલ સ્ટડીઝ, જે.એમ.પટેલ,પી.જી.સ્ટડીઝ એન્ડ રીસર્ચ ઇન હ્યુમેનીટીસ, આણંદ તથા નોલેજ ઈન્સ્ટટ્યિૂટ ઓફ નર્સિગ-બાકરોલ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિવિધ કોલેજોમાં ફિકસ પગારની પ વર્ષની સેવા સંતોષકારક પૂર્ણ કરેલ અધ્યાપકને આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિયમિત પગાર તરીકે સમાવેશ કરાયા હતા.

વધુમાં યુનિ.ના અનુસ્નાતક બિઝનેસ સ્ટડીઝ વિભાગના એસોસીએટ પ્રો. ડો.પીનાકીન શેઠ અને પ્રો.ડો.ચંદ્રકાંત સોનારા ૬ર વર્ષની વય આગામી વર્ષ પૂર્ણ કરનાર હોવાથી નિયમોનુસાર તા. ૧૪ જુન, ર૦ર૧ના રોજ તેઓ નિવૃત થશેની આજની બેઠકમાં નોંધ લેવામાં આવી હતી. આજની બેઠકમાં વધારાના કામમાં અરવિદભાઇ પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ એન્વાયરમેન્ટલ ડીઝાઇન, વિદ્યાનગર પરીસર ટ્રસ્ટ, વડોદરા સંચાલિત કોલેજ ડો.એચ.એમ.પટેલ સ્કૂલ ઓફ ઇન્ટીરીયર ડીઝાઇન ડી.સી. પટેલ સ્કૂલ ઓફ આર્કીટેકચર, અરવિંદભાઇ પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ એન્વાયરમેન્ટ ડીઝાઇન, વિદ્યાનગરમાંથી ડો. એચ.એમ. પટેલ સ્કૂલ ઓફ ઇન્ટીરીયર ડીઝાઇન ડી.સી.પટેલ સ્કૂલ ઓફ આર્કીટેકચર રદ કરીને ફકત નામકરણ અરવિંદભાઇ પટેલ ઇન્સ્ટીટયૂટ ઓફ એન્વાયરમેન્ટ ડીઝાઇન, વલ્લભ વિદ્યાનગર રાખવા ચર્ચાના અંતે મંજૂર કરાયું હતું.

આણંદ જિલ્લામાં બાળકોમાં ડીપ્થેરીયાના સર્વ-વેક્સિનની આરોગ્ય ટીમો દ્વારા કામગીરી આરંભાઇ

કોરોના સામે કદમતાલ : આણંદમાં વહીવટી તંત્ર અને એનડીઆરએફ ટીમના સંયુકત ઉપક્રમે મહામારી અંગે લોકજાગૃતિ રેલી

ગાયો, ભેંસોને કૃત્રિમ વીર્યદાનના પાયલટ પ્રોજેક્ટમાં ૮૧ દૂધ મંડળીઓની પાયલટ પસંદગી

આણંદ-ખેડા જિલ્લામાં વધુ ૯-૯ કોરોના પોઝિટિવ નોંધાયા

આણંદના બજારોમાં દિવાળીની ચહલપહલ : ડિઝાઇનેબલ દિવડાં, ઝુમ્મરનું આકર્ષણ

કાસોર: પાંચલીપુરામાં પ વર્ષીય બાળકનું શંકાસ્પદ અને બીજા દિવસે ૬ વર્ષીય બાળકીનું ડીપ્થેરીયાથી મોત

આણંદમાં વધુ પ સ્થળે આશરે અડધો કરોડના ખર્ચ ટ્રાફિક સીગ્નલ લગાવવાની કામગીરી

કોરોનાના નામે આણંદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ર માસથી કામગીરી ઠપ્પ !