Sardar Gurjari

શુક્રવાર, તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૦, નિજ આસો સુદ ૧૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૧૩૫

મુખ્ય સમાચાર :
ક્રૂડનો ભાવ તળિયે : બ્રેન્ટ ક્રૂડ ૪ ટકા ઘટીને ૩૯.૧૯ ડોલર પ્રતિ બેરલના સ્તરે
-ક્રૂડના ઘટતા ભાવ ભારતીય અર્થવ્યવસ્થા માટે સંજીવની સાબિત થશે -ભારતનું આયાત બિલ પણ ધરખમ ઘટી જશે
23/09/2020 00:09 AM Send-Mail
કોરોના સંક્રમણને લઇને વધી રહેલી ચિંતાઓ વચ્ચે ફરી એક વખત ક્રુડના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. મળતા અહેવાલો મુજબ દુનિયાભરમાં આર્થિક રિકવરીને લઇને ઘટી રહેલી આશાઓએ ક્રુડના ભાવ ઉપર પ્રેસર બનાવ્યું છે. સાથોસાથ ક્રુડનું ઉત્પાદન અને નિકાસ કરનારા દેશો તરફથી સતત ક્રુડની સપ્લાય વધારવામાં આવી રહી છે. જેના કારણે ગઇકાલે બ્રેન્ટ ક્રુડ ૪% ઘટીને ૩૯.૧૯ ડોલર પ્રતિ બેરલના સ્તર પર આવી ગયું છે. આ ધરખમ ઘટાડા બાદ ક્રુડ ઓઇલ પાણી કરતા પણ સસ્તુ થઇ ગયું છે. અત્રે નોંધનીય છે કે ભારત પોતાની જરૃરીયાતના ૮૩ ટકાથી વધુ ક્રુડની આયાત કરે છે અને આ માટે તેને દર વર્ષે ૧૦૦ અબજ ડોલર આપવા પડે છે. નબળા રૃપિયાને કારણે ભારતનું આયાત બિલ વધુ વધી જતું હોય છે અને સરકાર તેની ભરપાઇ માટે ટેક્ષના ઉંચા દરો રાખે છે.

વર્તમાન સમયમાં ૧ લીટર ક્રુડ ઓઇલનો ભાવ ૩૯ ડોલર પ્રતિ બેરલ છે. એક બેરલમાં ૧૫૯ લિટર હોય છે. આ હિસાબથી જોઇએ તો એક ડોલરનો ભાવ ૭૪ રૃપિયા છે. એ હિસાબથી એક બેરલનો ભાવ ૨૮૮૬ રૃપિયા બેસે છે. હવે એક લિટરમાં બદલીએ તો તેનો ભાવ ૧૮.૧૫ રૃપિયા આવે છે. જ્યારે દેશમાં બોટલમાં પાણીની કિંમત રૃ. ૨૦ છે.

કોરોના વાયરસને રોકવા માટે મોટાભાગના દેશોને લોકડાઉન લગાવ્યું હતું. કરોડો લોકો ઘરમાં કેદ થઇ ગયા હતા તો બિઝનેસ પણ ઠપ થઇ ગયો હતો. જેના કારણે પેટ્રોલ અને ડીઝલની માંગ તથા વેચાણ ઝડપથી ઘટી ગયા છે. આ દરમિયાન સાઉદી અરેબીયા, રૃસ અને અમેરિકા વચ્ચે ક્રુડ ઓઇલની ઉત્પાદન ઘટાડવા પર સહમતી ન થઇ. સાઉદી અરબ ઓઇલનું ઉત્પાદન કરતું રહ્યું બાદમાં ક્રુડ તેલ પર નિર્ભર સાઉદી અરબની અર્થવ્યવસ્થા હચમચી તો તેણે ક્રુડના ભાવ ઘટાડી દીધા. અગાઉ ક્રુડનો ભાવ ૧૬ ડોલર પ્રતિ બેરલ થઇ ગયો હતો. સસ્તુ ક્રુડ ભારતીય અર્થવ્યવસ્થા માટે આશિર્વાદ સમાન છે.

ફ્રાન્સના ચર્ચમાં આતંકી હુમલો ત્રણની નિર્મમ હત્યા, મહિલાનું ગળું કાપ્યું

પુલવામા હૂમલો પાકિસ્તાનની કામયાબી હોવાની પાક.ના મંત્રીની સંસદમાં કબૂલાત

પાકિસ્તાનને ભારત વિરોધી દિન મનાવવા માટે મંજૂરી ન મળી

ચીને ભારત સાથે સરહદ વિવાદને દ્વિપ-ાીય મુદ્દો ગણાવ્યો : અમેરિકી રણનીતિની કરી નિંદા

સાઉદી અરબે પાકિસ્તાનના નકશામાંથી કાશ્મીર અને ગિલગિટ-બાલિસ્તાન હટાવ્યા

પાકિસ્તાનના પેશાવરમાં મદરેસા પાસે ભયંકર વિસ્ફોટ : ૭ના મોત

વૈશ્વિક બજારમાં ચીનનું માર્કેટ ૪૦ ટકા ઘટ્યું, સામે ભારતનો હિસ્સો ૨૦ ટકા વધ્યો

એન્કર સાથે ઉગ્ર ચર્ચા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈન્ટરવ્યુ છોડી ગયા