Sardar Gurjari

શુક્રવાર, તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૦, નિજ આસો સુદ ૧૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૧૩૫

મુખ્ય સમાચાર :
સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજન્સ કન્સલ્ટેન્સી સ્ટ્રાટફોરના અહેવાલમાં દાવો
સરહદ પર ચીનની તૈયારી : ભારત સાથે જોડાયેલી સરહદ પર ૩ વર્ષમાં ૧૩ નવી સૈન્ય છાવણીઓ બનાવી
૫ એર ડિફેન્સ યુનિટ, ૫ હેલિપેડ સામેલ તિબેટના માનસરોવર નજીક મિસાઇલ સાઇટ તૈયાર કરી
23/09/2020 00:09 AM Send-Mail
ચીને ભારત સાથે જોડાયેલી સરહદ નજીક છેલ્લા ૩ વર્ષમાં ૧૩ નવી સૈન્ય છાવણી બનાવી છે. તેમાં ત્રણ એરબેઝ, ૫ એર ડિફેન્સ યુનિટ્સ અને પાંચ હેલિપેડનો સમાવેશ થાય છે. ચીને વર્ષ ૨૦૧૭માં સર્જાયેલા ડોકલામ વિવાદ બાદ આ છાવણીઓ તૈયાર કરવાની શરૂઆત કરી હતી. જો કે પાંચ હેલિપેડ તૈયાર કર્યા છે તે પૈકી ચારને તૈયાર કરવાની કામગીરી આ વર્ષના જૂનમાં એવા સમયે શરૂ થઇ હતી કે જ્યારે લદ્દાખમાં બન્ને દેશોના સૈનિકો વચ્ચે ઝપાઝપી સર્જાઇ હતી. આ દાવો અમેરિકી સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજન્સ કન્સલ્ટન્સી સ્ટ્રાટફોરે મંગળવારે જારી કરેલા તેના અહેવાલમાં કર્યો હતો.

અહેવાલ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે ડોકલામ વિવાદ અહેવાલો પ્રમાણે ચીને તેની રણનિતી બદલી છે. તેણે ભારતની સરહદ સાથે જોડાયેલા જગ્યા પર સૈન્ય છાવણીની સંખ્યા બમણી કરવાની શરૂ કરી છે. ચીની લશ્કર અગાઉથી જ અહીં રહેલા એરબેજ પર ચાર એર ડિફેન્સ સિસ્ટમ લગાવી છે. તેણે અનેક રન વે તૈયાર ક્રર્યા છે અને લડાકુ વિમાનોને છૂપાવવા માટે ફ્રેસ્ટર્સ પણ બનવ્યા છે. તે પોતાની સૈન્ય છાવણીઓ પર રહેલા લડાકુ વિમાનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો કરી રહ્યું છે.

ઓપન સોર્સ સેટેલાઇટની ઇમેજનું મૂલ્યાંકન કરતાં આ નવી વાત જાણવા મળી છે. ચીને તિબેટમાં માનસરોવરના કિનારે જમીનથી જમીન પર પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઇલની સાઇટ તૈયાર કરી છે. આ ઉપરાંત ડોકલામ અને સિક્કિમના વિવાદિત વિસ્તારોમા ંપણ આ પ્રકારની સાઇટ તૈયાર કરી રહ્યું છે. સ્ટ્રાટફોરના અહેવાલ પ્રમાણે ૨૦૧૬ અગાઉ તિબેટ નજીક ચીનનું ફક્ત એક હેલિપેડ અને એક ડિફેન્સ સાઇટ હતી. છેલ્લા એક વર્ષમાં તેણે ચાર એરબેઝ, ચાર હેલિપેડ અને એક એર ડિફેન્સ સાઇટ તૈયાર કરી છે.