Sardar Gurjari

શુક્રવાર, તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૦, નિજ આસો સુદ ૧૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૧૩૫

મુખ્ય સમાચાર :
એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ઘટાડો નોંધાયો
ગુજરાતમાં જીએસટી કલેક્શનમાં ૩૨ ટકાનો ઉલ્લેખનીય ઘટાડો
૫૫ દિવસના લોકડાઉનના કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થતાં ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સની રેવન્યૂ પણ ઘટી
23/09/2020 00:09 AM Send-Mail
૫૫ દિવસના લોકડાઉનના કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થતાં ગુજરાતમાં ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સની રેવન્યૂ પણ ઘટી છે. નાણાકીય મંત્રાલયના આંકડા દર્શાવે છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ના પહેલા પાંચ મહિના (એપ્રિલ-ઓગસ્ટ)માં જીએસટી કલેક્શનમાં ૩૨ ટકાનો ઘટાડો થયો છે. એટલે કે કલેક્શન ૨૨,૦૫૦ કરોડ રૃપિયા થયું છે, તેની સરખામણીમાં આ જ સમયગાળા દરમિયાન ૨૦૧૯-૨૦માં જીએસટી કલેક્શન ૩૨,૫૦૩ કરોડ રૃપિયા હતું.

સંસદના બંને ગૃહમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે, સમગ્ર ૨૦૧૯-૨૦ માટે જીએસટી કલેક્શન ૭૮,૯૨૩ કરોડ રૃપિયા રહ્યું હતું. લોકડાઉન દરમિયાન મેન્યુફેક્ચરિંગ પ્રવૃતિ સ્થિર થઈ ગઈ હતી અને જ્યારે લોકડાઉન હટાવી લેવામાં આવ્યું ત્યારે પણ મજૂરોની અછતના કારણે તે રિકવર થઈ શકયું નથી. સમયસર પ્રોડક્ટ્સ ડિસ્પેચ ન થાય તો તેની અસર ટેક્સ કલેક્શન પર પણ પડે છે. જીવન જરુરિયાતની વસ્તુઓને છોડીને લોકડાઉન દરમિયાન રિટેલ બંધ થવાનું અન્ય કારણ હતું, જેનાથી જીએસટી રેવન્યૂમાં ઘટાડો થયો છે, તેમ એસોચેમ ગુજરાત સ્ટેટ કાઉન્સિલના કો-ચેર ચિંતન ઠાકરે જણાવ્યું હતું. લોકડાઉન દરમિયાન આર્થિક ગતિવિધિ પ્રભાવિત થતાં ટેક્સ કલેક્શનમાં પણ ઘટાડો નોંધાયો છે. એપ્રિલ મહિનામાં ટેક્સ કલેક્શન ૮૦% કરતાં ઓછું હતું, તેમ રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું હતું.

એપ્રિલ, ૨૦૨૦માં રાજ્યનું જીએસટી કલેક્શન ૧,૨૯૬ કરોડ રૃપિયા હતું, જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં ૬,૮૭૪ કરોડ રૃપિયા હતું. ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદના પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસે કહ્યું કે, ગુજરાત એક ઉત્પાદન આધારિત રાજ્ય છે અને લોકડાઉનના કારણે રાજ્યની રેવન્યૂને ફટકો પડયો છે. લોકડાઉન બાદ પણ માગમાં મોટો ઘટાડો થતાં ટેક્સ કલેક્શનને પણ અસર પહોંચી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, સંસદમાં રજૂ કરવામાં આવેલા ડેટા પણ સૂચવે છે કે, ગુજરાત સરકાર એપ્રિલથી જુલાઈ સુધીના જીએસટીના કામચલાઉ વળતરરુપે કેન્દ્ર સરકાર દ્વારા ૧૧,૫૬૩ કરોડ રુપિયાની બાકી ચૂકવણીની મંજૂરી મેળવવાની રાહ જોઈ રહી છે. આનાથી રાજ્ય સરકારને રેવન્યૂની તંગી પડશે, જેનાથી ખર્ચને પણ અસર થશે. જો રાજ્ય સરકાર ઓછો ખર્ચ કરશે તો તેનાથી ગરીબોને નુકસાન પહોંચશે, રોજગારીને નુકસાન પહોંચશે અને તે માગ ઓછી કરવામાં વધારે યોગદાન આપશે. પરિણામરૃપે ટેક્સ કલેક્શનમાં વધુ ઘટાડો થશે', તેમ મોરિસે ઉમેર્યું હતું. જો કેસ આ વર્ષના ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શનના બાકીના ૬,૦૩૦ કરોડ રૃપિયાની વસૂલાત ધીમે-ધીમે થઈ રહી છે. જે ઓગસ્ટ ૨૦૧૯ કરતાં ૩ ટકા ઓછી છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

ધો.૧થી ૫ અને ૬થી ૮ના શિક્ષકોની સિનિયોરીટી અલગ-અલગ ગણાશે

શાળાઓને આરટીઈમાં વિદ્યાર્થી દીઠ અપાતી ગ્રાન્ટમાં સરકારે ૨૫ ટકાનો કાપ મૂક્યો

ગુજરાત સરકાર દ્વારા વીજ દરમાં પ્રતિ યુનિટ ૧૯ પૈસાનો ઘટાડો

ગાંધીના ગુજરાતમાં રસ્તાના ખાતમુહૂર્તમાં બીટીપીના ધારાસભ્યએ દારૂનો અભિષેક કર્યો

ઢોલિવુડના મહાનાયકની વિદાય, નરેશ કનોડિયાનું ૭૭ વર્ષની વયે કોરોનાથી નિધન

અનોખી પહેલ... ગુજરાત હાઇકોર્ટમાં યૂટ્યુબ પર ચીફ જસ્ટિસની કોર્ટમાંથી કેસોની લાઇવ સ્ટ્રીમિંગ શરૂ

જૂનાગઢમાં એશિયાના સૌથી મોટા ગિરનાર ટેમ્પલ રોપ-વેનું વડાપ્રધાન મોદીના હસ્તે ઇ-લોકાર્પણ